________________
સમવસરણમાં બિરાજમાન થઈ ધર્મ દેશના આપતા ધાતાના આત્માને આ શ્લોકમાં બતાવ્યું છે. જાગૃત થયેલી આત્મશક્તિને શું ઉપગ કરે તેનું રહસ્ય અહીં બતાવ્યું છે. વિશ્વકલ્યાણની સર્વોત્કૃષ્ટ કઈ અવસ્થા હોય તે સમવસરણસ્થ જિન છે. અને તે વિશ્વકલ્યાણની સર્વોત્કૃષ્ટ સ્થિતિમાં સાધકને બતાવીને, જાગૃત આત્મશક્તિને ઉપયોગ જગતના જીવ માત્રના કલ્યાણ માટે કરવાનો છે તે માર્ગ શાસ્ત્રકાર મહાપુરૂષે બતાવ્યો છે. આ રીતે જાગૃત થયેલ આત્મશક્તિને ૧૬ વિદ્યાદેવીના અમૃત પ્લાન દ્વારા સૌમ્ય બનાવી, અને તે જાગૃત આત્મશક્તિને બ્રહ્મરંધ્રમાં પરમાત્મા સાથેના અભેદ દ્વારા આત્મા અનુભવને રસાસ્વાદ કરાવી, જગતના જીવ માત્ર માટે આ શક્તિને વાપરવી. આ અમૃત અનુષ્ઠાનરૂપ દિવ્ય પ્રયોગ સાધકો માટે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ બતાવ્યું છે. તેમને કોટી કોટી વંદન-નમસ્કાર કરવા દ્વારા આ પ્રયોગ અહી પૂર્ણ થાય છે.
અધ્યાત્મયોગી પૂ. પંન્યાસજી મહારાજ ભદ્રકરવિજયજી મહારાજે આ પ્રયોગ આ પુસ્તકના લેખકને ૨૦૧૯ માં શિખવાડેલે, જે તેમની કૃપાથી આજ પર્યંત ચાલુ રહી શક્યો છે.
જૈન શાસ્ત્રકારોએ શક્તિ જાગરણ, કુંડલિની ઉત્થાન, ષચક ભેદન, અને તે દ્વારા આત્મસાક્ષાત્કાર આદિ માટે બતાવેલા કેટલાક શાસ્ત્ર આધારે પરિશિષ્ટમાં લખેલા છે તે જેવાથી વિશેષ માહિતી મળી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org