________________
ર૭૫
શક્તિનું પ્રદાન ગુરૂ કરે છે તેવું ધ્યાન પણ કરી શકાય, આ રીતે ગુરૂતત્વની ઉપાસના અને ધ્યાન કરવું.
જ્ઞાનતિમિરાજાનાં, જ્ઞાનાન્નનાદાચા नेत्रमुन्मीलितं येन, तस्मै श्री गुरवे नमः ॥ गुरु ब्रह्मा गुरु विष्णु, गुरु देवो महेश्वरः । गुरुः साक्षात् परब्रह्मा, तस्मै श्री गुरवे नमः ।। ध्यानमूलं गुरोमूर्तिः, पूजामूलं गुरोः पदाम् । मन्त्रमूलं गुरोर्वाक्यं, मोक्षमूलं गुरोः कृपा । પ્રવચન અંજન જે સદગુરૂ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાન.
ધર્મ જિનેશ્વર ગાઉ રંગશું.” (મહાગી આનંદઘનજી કૃત ધર્મનાથ ભગવાનનું સ્તવન.)
અજ્ઞાનરૂપી અંધકારથી બિડાઈ ગયેલાં આપણું નેત્રમાં સદ્દગુરૂ જ્યારે પરમાત્માએ પ્રકાશેલા પ્રવચનનું અંજન કરે છે, ત્યારે પરમ નિધાનનું દર્શન થાય છે. આત્માની નવ ભાયિક લબ્ધિરૂપી મહા નવનિધાન આપણું આત્માની અંદર જ રહેલાં છે. જ્યારે જીવનમાં ગુરૂ ઉપાસના દ્વારા, ગુરૂકૃપા પ્રાપ્ત થાય છે ત્યારે ગુરૂકૃપાથી આ નવનિધાનનું દર્શન આપણે આત્મામાં થાય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અનંત દાન, અનંત લાભ, અનંત ભેગ, અનંત ઉપગ, અનંત સુખ–આ નવ નિધાન આપણુ આત્મામાં રહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org