________________
પર
આવી રીતે શાસ્ત્રની કઈ પણ પંક્તિ લઈ અનુપ્રેક્ષા સ્વાધ્યાય દ્વારા ધ્યાનમાં સ્થિર બની શકાય છે........
આ રીતે પૂર્વાચાર્યો રચિત સૂત્રો, સ્તવને, સ્તોત્રનું આલંબન લઈ આપણે પરમાત્માને આપણું જીવનમાં કેન્દ્ર સ્થાનમાં લાવીએ. ખમાસમણું વગેરે કિયા વખતે કેવા પ્રકારનું ધ્યાન કરવું? તે માટે નવપદની આરાધનાની ત્રીજી ભૂમિકામાં “અરિહંતપદ ધ્યાને થકે” વગેરેનું વર્ણન આ પુસ્તકમાં જ વાંચે. તે મુજબ ક્રિયા કરવાથી દરેક ક્રિયા ધ્યાનમય બની જશે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ દયાનમાં ઊભા હતા. બહાર કોઈ યુદ્ધ ન હતું, શસ્ત્ર ન હતાં, દુશ્મન પણ ન હતા, પરંતુ ધ્યાનમાં ઊભેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનમાં દુશ્મન સાથે યુદ્ધ ચાલતું હતું. તે વખતે સાતમી નરકનાં દળીયાં એકઠાં થયાં. ધ્યાનમાં યુદ્ધ કરતાં શસ્ત્ર ખૂટી પડ્યાં. માથા ઉપરથી મુગટ લઈને શત્રુને મારૂં તે વિચાર કરી માથા ઉપર હાથ મૂકે છે, પરંતુ માથું મુંડન કરેલું છે. “હું સાધુ છું”—એ ભાન આવ્યું. રાજ્ય મારું સ્વરૂપ નથી, પુત્ર મારૂં સ્વરૂપ નથી. હું તો સચ્ચિદાનંદ આત્મસ્વરૂપ છું. એ ભાવનાએ ચડ્યા. સર્વાર્થસિદ્ધ વિમાન સુધી પહોંચાય તેવા ભાવથી ભાવિત બન્યા છે. તે ભાવમાં પણ વૃદ્ધિ થઈ, કેવળજ્ઞાન પ્રગટ થયું.
મનુષ્યના મનમાં ચાલતી વિચારની ઘટમાળમાં ચૌદ રાજલેકના બને છેડા સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org