________________
૨૦૧
અને સુખને અનુભવ થાય છે. જેની સાથે વેર, અમૈત્રી થઈ હોય તેના ઉપર કરુણું ખાસ વરસાવવી; તેથી સામાના ભાવો બદલાઈ જશે. પરસ્પર મિત્રી ઉત્પન્ન થશે.
આ મૈત્રીભાવનાની આરાધના – ધ્યાનથી સમ્યગદર્શનનાં શમ અને અનુકંપા ગુણ વૃદ્ધિ પામે છે. શમ અને અનુકંપા સમ્યગદર્શનનાં લક્ષણ છે.
સમ્યગદર્શનના ધ્યાનને બીજો પ્રવેગ :-આ પુસ્તકના પગ નંબર ચાર પ્રમાણે કરો.
તેનાથી સમ્યગુદર્શન સમયે આત્મસ્વરૂપની પ્રતીતિ અને કિંચિત્ અનુભવ થાય છે. આત્મસ્વરૂપના આનંદને થડે રસ ચાખ્યા પછી જીવ નિરંતર તેની ઝંખના કરે છે. આ અનુભવ કરવા માટે પ્રવેગ નંબર ચાર મુજબ ધ્યાન કરવું.
આત્મરમણતાને પરમાનંદ તે સર્વ સંગ છોડ્યા પછી ચારિત્રધર્મમાં જ મળે. તે કારણે ચારિત્રપદ પ્રાપ્તિની તીવ્ર ઝંખના થાય છે. “સાધુ ધર્માભિલાષાશય રૂપ શ્રાવક ધર્મ” સાધુધર્મની તીવ્ર અભિલાષા રૂપ શ્રાવકામ આવે છે. જેમાં શ્રાવકધર્મને અનુરૂપ ક્રિયા-અનુષ્ઠાનની રૂચિ વધતી જાય છે. સમ્યક્ત્વની અને શ્રાવકધર્મની આચરણમાં ઉત્સાહ વધતું જાય છે. કારણ કે જેમ જેમ તેની જિનાજ્ઞાપાલનની રૂચિ વધે છે, તેમ તેમ આત્મા અનુભવ અને મોક્ષની પ્રાપ્તિ માટેની ચગ્યતા વધતી જાય છે. અને છેવટે “સંયમ કબ મિલે ? મેં સમકિત ગુણઠાણ ગવારા, આતમસે કરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org