________________
૧૮૪
અરિહંતપદનું ધ્યાન :- પ્રયાગ નં. ૨૧.
જે અરિહંત પરમાત્મા આપણા પરમ ઉદ્ધારક છે, આપણા પ્રત્યે પૂર્ણ પ્રેમ અને કરુણાથી ભરેલા છે, જે પરાપ કારની પરિસીમાને પહેાંચી ગયા છે તેમના પ્રત્યે જેટલી કૃતજ્ઞતા આપણા હૃદયમાં ભાવિત થાય છે, તેટલા આપણે વધારે તેમની કરુણાના પાત્ર બનીએ છીએ. વરસાદ પડતા હાય ત્યારે જેનું પાત્ર ઊંધુ... હાય, તેનુ પાત્ર ખાલી રહે છે. જેનુ પાત્ર સીધું હાય, તેનું પાત્ર ભરાય છે; પછી પાત્ર વાટકા જેવડુ હોય કે થાળી જેવડુ હાય કે પછી સરાવર જેવડુ હાય, બધુ જ ભરાઈ જાય છે. પરમાત્માની કરુણા તે સ જીવા પર એકસરખી-એકધારી રહેલી છે. જે જીવાત્મા તે કરુણાને પોતાના હૃદયમાં ઝીલે છે, તેને તે કરુણાને પૂર્ણ લાભ મળે છે. પ્રભુની તે કરુણાને આપણા હૃદયમાં ઝીલવાના મ ંત્ર છે : ‘નમે અરિહંતાણં.' તે મંત્ર દ્વારા પરમાત્માની કરુણાને આપણા હૃદયમાં ઝીલવાની યાગ્યતાના વિકાસ થાય છે. Receptive attitude (ગ્રતુણશીલ વૃત્તિ) જેને પ્રાપ્ત થાય છે, તે પ્રભુની કરુણાના સપૂણૅ પાત્ર અને છે. તેના જીવનમાં પરમાત્માની કરુણા કાર્યશીલ બની જાય છે. આ રીતે પરમાત્માની કરુણા એ મહાન શક્તિ છે. તે નિરંતર આપણને સહાય કરી રહી છે.
પ્રયાગ :— પરમાત્મા અરિહંત દેવ આપણી સમક્ષ બિરાજમાન છે.
કરુણાના પૂર્ણ નિધાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org