________________
૧૭૦
એક હજાર વર્ષ પછી આ કાર્ય કરશે એમ જોયું હોય તે તે પ્રમાણે જ બનાવ બને છે અને તે જીવાત્મા તે પ્રમાણે જ કરે છે. એટલે હકીકતમાં સમગ્ર વિશ્વ અપેક્ષાએ કેવળજ્ઞાનીએ એમના જ્ઞાનમાં જોયું છે તે પ્રમાણે ચાલે છે. તેમના જ્ઞાનને આધીન સમગ્ર વિશ્વ છે, એવું એક નયથી કહી શકાય. એટલે આપણે કેવલજ્ઞાન પ્રગટ કરીએ તે આપણું જ્ઞાનને આધીન સમગ્ર વિશ્વ ચાલે.
આ રીતે આપણું મૂળ રૂપ જે અનંતજ્ઞાન, અવ્યાબાધ સુખ, અનંત આનંદ, અનંત શક્તિમય અને શાશ્વત છે, તે પ્રગટ થાય ત્યારે જ સર્વ પ્રજન સિદ્ધ થાય છે. માટે આત્મસ્વરૂપ પ્રગટ કરવું તે જ પરમ ધ્યેય-લક્ષ્ય છે. પૂર્ણ પણે આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે આજે આપણું પાસે પરિપૂર્ણ સામગ્રી નથી. માટે વર્તમાન જીવનનું દયેય – લક્ષ્ય આત્માનુભવ કરાવે. અને હવે પછીના જન્મનું લક્ષ્યાંક પૂર્ણ આત્મચેતન્ય પ્રગટ કરવું તે છે.
સાધક :–આ જીવનનું ધ્યેય-લક્ષ આત્મસ્વરૂપને અનુભવ કરે, તે દયેય સુધી પહોંચવા માટે સામાન્ય શરૂઆત કેવી રીતે કરવી?
પૂ. ગુરુ મહારાજ :– જેમનું શુદ્ધ ચિતન્ય સ્વરૂપે પ્રગટ થયું છે તેવા પરમેષ્ટિ ભગવંતો સાથે સંબંધ જોડવાથી આ કાર્ય સિદ્ધ થાય છે. પરમેષ્ટિ સાથે સંબંધ જોડવા માટે પ્રથમ શરૂઆત નમસ્કાર મહામંત્રની આરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org