________________
છે. પરમાત્માની સાથે ધ્યાન દ્વારા એકતા કેવી રીતે સાધવી અને . તે દ્વારા અનંત સુખની ખાણું સમાન આપણું શુદ્ધ આત્મચેતન્ય. સાથે એકતા કેવી રીતે સાધવી તે આ પુસ્તકના બધા જ ધ્યાન-' સોનું લક્ષ્ય છે. ધીરજપૂર્વક દીર્ધકાળ સુધી, ખંતપૂર્વક સાધના ચાલુ રાખે. મહાનતા, સમૃદ્ધિ અને સંપત્તિ તમારી તરફ આકર્ષાઈને આવશે અને તેમાં પણ અનાસક્ત યોગ દ્વારા તમે આત્મ સમૃદ્ધિના અનંત ભંડારને પ્રાપ્ત કરશો. આત્મઅનુભવ યાને આત્મશાંતિ યાને પરમાત્માને સાક્ષાત્કાર આ પુસ્તકનો મુખ્ય હેતુ છે. તે લક્ષને મજબૂત પકડી રાખો.
બાહ્ય સંપત્તિઓ વચગાળાની પેદાશ છે. તે તે તમારી પાસે આકર્ષાઈને આવવાની જ છે. પણ તમે લક્ષને બરાબર વળગી રહે . જીવનની સર્વોત્કૃષ્ટ કક્ષાએ પહોંચવું તે જ આપણું લક્ષ છે. આત્મઅનુભવની અવસ્થા જીવનની સર્વોત્કૃષ્ટ અવસ્થા છે. આ પુસ્તકના ધ્યાનપ્રવેગે તમને આત્મઅનુભવના આનંદમાં તૃપ્ત કરી દેશે. શ્રદ્ધાપૂર્વક આગળ વધે. સફળતા તમારા હાથમાં જ છે.
તમે સ્વયં અનંત આનંદ અને ગુણના ભંડાર આત્મા છે. શક્તિને દિવ્ય ખજાને તમારામાં ભરપૂર ભર્યો છે. તેમાં પ્રવેશ કરવાની કળા તે જ સાલંબન ધ્યાનના પ્રયોગે છે. તેમાં રમતા મેળવી અમૃતને આસ્વાદ કરવા માટે જ આ પુસ્તકનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ બધે ખજાને અધ્યાત્મયોગી પૂ. પંન્યાસ ભદ્ર કરવિજયજી મહારાજના સાનિધ્યમાં ૨૩ વરસ સુધી આ પુસ્તકના લેખક શ્રી બાબુ જઈ કડીવાળા)ને રહેવાનું થયું તે પ્રસંગે ગુરૂપ્રસાદી રૂપે મળે છે. સૌ મુમુક્ષુઓને તેને લાભ મળે તે માટે સાધના પ્રયોગોને અહીં અક્ષરદેહ આપવામાં આવ્યા છે અને જેન યોગ અધ્યાત્મ ગ્રંથોના અભ્યાસ અને ધ્યાન દ્વારા અનુભવેલાં તત્ત, પૂજ્ય ગુરૂ ભગવંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org