________________
૧૫૮
આપણા આત્મમાં શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવ થાય, તે લક્ષ્યબિંદુને સિદ્ધ કરવાનું છે.
તે માટે પૂર્વાચાર્યોએ અગાધ પ્રયત્ન કરેલો છે.
ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા “ોડશક પ્રકરણ” નામના ગ્રંથમાં ફરમાવે છે કે –
આ જિનેશ્વર ભગવંત જ્યારે હદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે સર્વ પ્રયજન સિદ્ધ થવાનું કારણ એ છે કે આ શ્રી જિનેશ્વર ભગવંત પરમ ચિંતામણિ છે. તેઓ હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં, તેમની સાથે ધ્યાતાની સમરસાપત્તિ થાય છે.
આ સમરસાપત્તિ યોગીઓની માતા છે, અને નિર્વાણ ફળની પ્રસાધક છે. આમાં જ્યારે સવજ્ઞના સ્વરૂપમાં ઉપગવાળો બને છે, ત્યારે તેને અન્યત્ર ઉપયોગ ન હોવાથી તે સ્વયં સર્વજ્ઞ જે થાય છે. એ નિયમ છે કે જે જે વસ્તુના ઉપયોગમાં આત્મા વતે છે, તે તે વસ્તુના સ્વરૂપને તે ધારણ કરે છે.
(નમસ્કાર સ્વાધ્યાય, પૃ. ર૯૩) આ રીતે પરમાત્મ–સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા કરવાથી તેટલી ક્ષણ પૂરતું આપણું ચિતન્ય આગમથી ભાવનિક્ષેપે પરમાત્મ-સ્વરૂપ બને છે. જે એકાદ ક્ષણ પૂરતું પણ આપણું ચિતન્ય પરમાત્મરૂપ આ રીતે બનતું હોય તે તેથી વધુ આપણું આ જીવનમાં શું કમાઈ શકવાના હતા ? અર્થાત્ સૌથી વધુ કમાણીને આ વ્યાપાર છે, તેને છેડીને બીજે વ્યાપાર કરવો તે કલ્પવૃક્ષને છોડીને બાવળિયાને પકડવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org