________________
૧૫૩
આ બધી આત્મશક્તિ અત્યારે વિભાવ દશામાં પર પુદ્ગલ અનુયાયી, પુદગલ પરિણામી બનેલી છે. બહુમાન પુદ્ગલનું છે, રૂચિ પુદગલમાં છે, રમણતા પુદગલમાં છે. પરંતુ જીવનમાં જ્યારે અરિહંત પરમાત્મા પરમ નિમિત્ત મળે છે. અને જીવ જ્યારે પરમાત્માને સર્વસ્વ માની પિતાના ક્ષયોપશમભાવી ગુણેને પરમાત્મામાં જોડે છે, એટલે કે રૂચિ (દર્શન ગુણ) પરમાત્માના સ્વરૂપમાં, ભાસન (જ્ઞાન) પરમાત્માના ગુણેનું, રમણતા (ચારિત્ર) પરમાત્માના (સ્વરૂપ) ગુણમાં, વીર્યશક્તિ પરમાત્મ ભક્તિ-યાન આદિમાં જડે છે ત્યારે–પરમાત્મ સ્વરૂપ અનુયાયી ચેતના બને છે. પરમાત્મ ગુણના રંગે રંગાયેલી આપણી ચેતના બને છે. પરમાત્મ સ્વરૂપને અવલંબેલું આપણું ચૈતન્ય બને છે. કહ્યું છે કે – દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના, પ્રભુ પ્રભુતા લયલીન, શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયી, તસુ આસ્વાદન પીન. પૂજના તે કીજે બારમા જન તણી.
શ્રી દેવચંદ્રજી કૃત બારમા ભગવાનનું સ્તવન. આ રીતે આત્માના પશમભાવી ગુણે દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્ય આદિ પ્રભુની પ્રભુતામાં લીન બને છે ત્યારે-શુદ્ધ આત્મ ચિતન્યને પ્રાપ્ત થયેલા પરમાત્માના સ્વરૂપમાં રૂચિ, રમણતા, તમયતા, તદ્રુપતા, એકતા પ્રાપ્ત થાય છે.
શુદ્ધ તત્વ રસ રંગી ચેતના, પામે આત્મ સ્વભાવ; | આત્માલંબી નિજ ગુણ સાધતે, પ્રગટે પૂજ્ય સ્વભાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org