________________
મહાન અને દિવ્ય મનોરથ જરૂર પૂર્ણ થનાર છે. ( તે માટે જુએ પ્રયોગ નં. ૩૪). આ જીવનની સામાન્ય ઘટનાથી માંડીને મેક્ષ પર્વતની સર્વ સુખસંપદાની પ્રાપ્તિ માટે તમારે શું કરવું તે પ્રયોગાત્મક રીતે આ પુસ્તકમાં બતાવવામાં આવ્યું છે. તમારી પ્રકૃતિને અનુકૂળ હોય તે પ્રાગ તમે કરી શકે છે. આ માટે તમારી ગ્યતા કેળવવા તમારે શું કરવું જોઈએ તે પણ આ પુસ્તકમાં યોગ્ય સ્થળે. અવસરે અવસરે બતાવવામાં આવ્યું છે. જિનેશ્વરની આજ્ઞાનું પાલન તે જ યોગ્યતા છે. તમારું જીવન પ્રેમ, કરુણા, આનંદ, સુખ, શક્તિઓ અને સમૃદ્ધિથી પૂર્ણ બનાવવા માટે પરમાત્મા તમને સહાયભૂત થવા તત્પર છે. પરમાત્માનું હૃદયમાં ધ્યાન કરે. અને પરમાત્મામાંથી આ બધી દિવ્ય શક્તિઓ વિસ્ફોટ થઈ તમારામાં ફેલાય. છે. તમે આ દિવ્ય વસ્તુઓથી પરિપૂર્ણ બની તે સ્વરૂપ બને છે. તેવી સાધના નિયમિત કરે. તમારું જીવન પ્રેમ, કરુણું, આનંદ, સુખ, શક્તિ, સમૃદ્ધિથી ભરેલું તમે અનુભવશે. (જુએ પ્રયોગ ન ૫)
જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે ગભરાશે નહિ, નાસીપાસ થાઓ નહિ; પરમાત્માની અચિંત્ય શક્તિ સમક્ષ, તમારી મુશ્કેલી તે મામૂલી વસ્તુ છે. તમને જીવનમાં અમુક સંજોગોમાં extra protection વિશેષ રક્ષણની જરૂર પડે ત્યારે તમારા હૃદયમાં રહેલા પરમાત્માની દિવ્ય શક્તિને પ્રકાશ પ્રસરી તમારી ચારે બાજુ આભામંડળ રચે છે તેવી કલ્પના કરે. અને પરમાત્માની દિવ્ય શક્તિઓનું આભામંડળ તમારી ચારે તરફ છે તેવું ધ્યાન કરે. (જુઓ પ્રગ નં. ૬ અને તેની સમીક્ષા.) તમને વિશેષ રક્ષણાત્મક બળ મળશે. વળી, તમારી ચારે બાજુ રચાયેલ આભામંડળના પ્રભાવે તમારી પાસે આવનાર અશાંત મનુષ્ય શાંત બનશે. અધમ હશે તે તમારી પાસે આવતાં ધમ બનશે. દુઃખીને સુખનો અનુભવ થશે. અશ્રદ્ધાળુ હશે તે શ્રદ્ધાળુ બનશે. તમે જગતના લેકેની સાચી સેવા કરી તેમને પરમાત્માને માર્ગ બતાવી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org