________________
૧૩૧
મહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજ પણ એ જ વસ્તુ બતાવે છે. તુજ ગુણ જ્ઞાન ધ્યાનમાં રહીએ,
ઈમ મિલવું પણ સુલભ જ કહીએ; માનવિજય વાચક પ્રભુ ધ્યાને, અનુભવ રસમાં હળીઓ એકતાને.
(અભિનંદન જિન સ્તવન) વિમલ વિમલ મિલી રહ્યા, ભેદભાવ રહ્યો નહીં માનવિજય ઉવજઝાયને, અનુભવ સુખ થયે ત્યાંહી.
પૂર્વાચાર્યોએ અનુભવ-રસ ચાખે છે અને તે રસ ચખાડવા આપણને પરમાત્મભક્તિ–ધ્યાન આદિનો દિવ્ય માર્ગ બતાવ્યો છે,
પરમ પૂજ્ય જ્ઞાનવિમલસૂરિજી કૃત સુમતિનાથ ભગવાનના સ્તવનમાં: તુજ સ્વરૂપ જબ ધ્યાવે, તબ આતમ અનુભવ પાવે; જે અનુભવ રૂપ જોવે, તે મોહ તિમિરને વે.
અનાદિના મોહનીય કર્મના સંસ્કારોને મૂળમાંથી નષ્ટ કરવા માટે પરમાત્મધ્યાન દિવ્ય ઉપાય છે. કાયા કષ્ટ વિના ફળ લહીએ, મનમાં ધ્યાન ધરે રે, શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દીએ પ્રભુ સપરાણે રે.
(ઉ. યશવિજયજીકૃત અરનાથ ભગવાનનું સ્તવન) જિનશાસનમાં સ્તવને, પૂજાએ આદિ દ્વારા મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org