________________
૧૨૯
સ્થિર બનીએ છીએ ત્યારે કેવળજ્ઞાન આદિ નવ ક્ષાયિક લબ્ધિએ રૂપ નવ નિધાનની પ્રાપ્તિ થાય છે.
“ ધ્યાતા ધ્યેય ધ્યાન સવિ એકે, ભેદ છેદ કરશુ હવે ટેકે;
ખીર નીર પરે તુમશુ' મીલક્ષુ', વાચક જશ કહે હેજે હળળ્યુ.”
ધ્યાતા આપણા આત્મા છે, ધ્યેય પરમાત્મા છે અને ધ્યાન પ્રક્રિયા ચાલે છે.
જે સમયે ધ્યાતાનુ ચૈતન્ય ધ્યેયમાં નિષ્ઠ થઈ જાય છે, ધ્યાતાના ઉપયાગ ધ્યેયાકાર રૂપે પરિણમે છે, ધ્યાતા જ્યારે ધ્યેયમાં તદાકાર રૂપે તન્મય-તદ્રુપ બને છે, ત્યારે ધ્યાતા અને ધ્યેય વચ્ચેના ભેદના છેદ્ય થઈ, ધ્યાતા પાતે જ આગમથી ભાવ નિક્ષેપે પરમાત્મ-રૂપ થાય છે.
Jain Education International
જેવી રીતે દૂધમાં સાકર નાખીએ છીએ અને તે દૂધમાં એકમેક થઈ જાય છે. તે રીતે ખીર-નીર પેઠે તુમશુ' મીલશુ. એટલે હું વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા! આપના આવા અભેદ મિલન દ્વારા અમે પણે હેજે હલશું એટલે પરમાન દુના અનુભવ કરીશું, અર્થાત્ તાત્ત્વિક દૃષ્ટિએ આપનુ અભેદ મિલન તે જ આત્મસાક્ષાત્કાર એટલે આત્મસ્વરૂપના અનુભવની પ્રક્રિયા છે.
ધ્યા. પ્ર. ૯
For Private & Personal Use Only
www.jainelibrary.org