________________
Jain Education Internation
આશીર્વચન
મ
પૂ. અધ્યાત્મમૂર્તિ, કલાપૂર્ણ સૂરીશ્વરજી શ્રી જિનશાસનમાં આરાધનાના અસ`ખ્ય યોગા
બતાવેલા છે. તેમાં
નવપદ’ને સર્વશ્રેષ્ઠ યોગ
સાધના કહી છે.
પ્રગટ-પ્રભાવી શ્રી સિદ્ધચક્રના નવ પદેાની વિધિપૂર્વક આરાધના કરવાથી આત્માને પરમ આનદ, અક્ષય સુખ અને અશ્વ પ્રાપ્ત થાય છે.
.
શ્રી જિનશાસનમાં સુપ્રસિદ્ધ સત્ત્વમૂર્તિ શ્રીપાળ અને મહાસતી મયણાસુંદરીની જીવનકથાનું, તેમણે કરેલી શ્રી નવપદની અનન્ય ધર્મશ્રદ્ધામાં જે રહસ્યા છૂપાયેલાં છે તેનું અને ચિત્તવૃત્તિઓના ઊધ્વી કરણની જે કળાએ ભંડારાયેલી છે તેનું પ્રગટીકરણુ, નમસ્કારનિષ્ઠ, અધ્યાત્મ મૂર્તિ પૂજ્ય પન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરે આજથી ૨૦–૨૨ વર્ષ પહેલાં જામનગર મુકામે વિશિષ્ટ જિજ્ઞાસુએ અને બાબુભાઈ આદિ સુશ્રાવકાને જ્યારે શ્રીપાળ રાસ અને સિરિ સિરિવાલ કહાનું વાંચન કરાવ્યું હતું, ત્યારે કર્યું છે. તેને દેવગુરૂની કૃપાના બળે બાબુભાઈએ પેાતાના જીવનમાં વણી લેવા અને તેના વડે પેાતાના જીવનને રંગવા સતત પુરૂષાર્થ કરતા રહીને શ્રી સિદ્ધચક્ર મહાયંત્ર અને તદ્ અંતર્ગત શ્રી નવપદના દિવ્ય રહસ્યાની યત્કિંચિત જે પ્રતીતિ અને અનુભૂતિ થઈ તેને સ્વ-પર ઉપકારના પ્રશસ્ત આશયથી આ પુસ્તકમાં શબ્દ દેહ આપવાના શકથ પ્રયાસ કર્યો છે, તે અનુમેદનીય છે.
શ્રી જિનાજ્ઞા – નિષ્ઠ મહાપુરૂષો દ્વારા જે કાંઈ સારૂં અને સાચું કહેવાયું છે, તેમજ અનુભવાયું છે તેને લાભ પાત્ર જીવા પણ મેળવે અને શ્રી સિદ્ધચક્રની મૉંગલમય . આરાધના દ્વારા સ્વ – પર જીવનને મંગલમય બનાવે એવા મંગળ ઉદ્દેશથી થયેલા બાબુભાઈના આ પ્રયત્ન સફળ બને અને તે પણ આ નવપદજીની પરમ ભક્તિના પ્રકને પામી પરમપદના સૌભાગ્યને શીઘ્ર વા! એ જ અમારા અંતરના શુભ આશીર્વાદ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org