________________
૩૧
હું જીવાત્મા ! તારા આ સચ્ચિદાનંદ સ્વરૂપને તુ આળખ, તેના ઉપર શ્રદ્ધા કર. જેમનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થયુ' છે, તે પરમાત્માના ધ્યાન દ્વારા તારા શુદ્ધ આત્મચૈતન્યની પ્રતીતિ કર, અનુભવ કર. જીવનમાં પ્રાપ્ત કરવા લાયક કોઈ વસ્તુ હોય તેા આત્મઅનુભવ અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ છે. જિનેશ્વર ભગવંત કથિત માગ ઉપર જિનાજ્ઞા અનુસાર આરાધના કર, પરમાત્માની ઉપર શ્રીપાલ અને મયણાની જેમ પૂર્ણ શ્રદ્ધા રાખ. તારું જીવન સફળ થઈ જશે.
વેપારમાં નુકસાન કરીને જે ભાઈ આવ્યા હતા; બીજું કાઈ નથી પણ આપણે પોતે જ છીએ. જે નથી મન્યુ' તેની ચિંતામાં આપણે જીવન પૂરૂ' કરીએ છીએ. ઉપર ગુરૂમહારાજે જે સમજાવ્યુ છે તેને સાર્થક કરવા આપણા કાઈ પ્રયત્ન નથી. હકીકતમાં આ માનવદેહ, તેનુ’ આયુષ્ય, માનવમન, અને આત્માનું પૂર્ણાનંદ સ્વરૂપ – આવી મહાન સંપત્તિના આપણે માલિક છીએ-તેને શ્રીપાલ અને મયણાની જેમ સાર્થક કરીએ તેા અનતકાળના ભાવિ સુખાનુ સર્જન થાય છે.
આપણી વિચારધારાના ઊધ્વગમનની કેટલીક પ્રેકટીકલ વાત જોઇએ. અઢીસા રૂપિયાના બૂટ ખરીદી લાવ્યા. દસ જણાને બતાવ્યા. બધાએ કહ્યું-બૂટ ઘણા સરસ છે.' બૂટની કિંમત વધારે કે પગની કિ’મત વધારે ? પગ કિંમતી છે. પગ ન હોય તે છૂટની કોઈ કિ`મત નથી; પરંતુ આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org