________________
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર
ધાતકી ખંડ પૂર્વવિદેહ ક્ષેત્રના૨મણીયવિજયમાંક્ષેમપુરીનામે નગરીમાંસર્વજીવોના કલ્યાણનીવાંછાકરનારનંદિષેણનામે રાજા હતો.
ધર્માત્મા નંદિષેણ રાજાએ અરિદમન નામના આચાર્ય ભગવંત પાસે સંયમ સ્વીકારી અનેકવિધ આરાધનાઓ કરી વીશસ્થાનકની સાધના દ્વારા તીર્થંકર નામકર્મનીનિકાચનાકરીસમાધિમરણપામીછઠ્ઠા ત્રૈવેયકમાંમહર્ષિક દેવથયા...!
ત્યાંથી ચ્યવન પામી આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ધર્મ-કર્મમાં અગ્રેસર એવા કાશીદેશમાં વારાણસી નગરીમાં સમગ્ર સત્પુરુષોમાં પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત રાજવીની પૃથ્વી જેવી ધીરતાને ધારણ કરનારી પૃથ્વી રાણીની કુક્ષિએ અઠ્ઠાવીસ સાગરોપમનું ગ્રેવેયકનું આયુષ્ય પૂર્ણ કરી ભાદરવા વદ અષ્ટમી (શ્રાવણ વદ અષ્ટમી)ના દિવસે અનુરાધાનક્ષત્રમાંપ્રભુનાઆત્માનુંચ્યવનથયું.
મહાદેવી પૃથ્વીએ ચૌદ મહાસ્વપ્નોનિહાળ્યા. મહાદેવીએ ગર્ભવૃદ્ધિપામ્યોત્યારે એક, પાંચ, નવફણાવાળાનાગરાજઉપર આરૂઢ થયેલી પોતાનેનિહાળી જેઠ શુક્લ દ્વાદસીના દિવસે અનુરાધા નક્ષત્રમાં સ્વસ્તિકના લંછનવાળા કંચનવર્ણી કાયાવાળા પુત્રને મહાદેવીએજન્મઆપ્યો.
પ૬ દિકુમારીકાઓઅને ૬૪ ઈન્દ્રોએપ્રભુનોઅપૂર્વજન્મમહોત્સવઉજવ્યો.
પ્રતિષ્ઠિત રાજાએ પોતાની પ્રતિષ્ઠાને અનુરૂપ પુત્રનો ભવ્ય જનમ મહોત્સવ ઉજવ્યો મહાદેવીએ ગર્ભમાં પુત્ર હતો. ત્યારે આસપાસમાં નાગરાજની ફણા ઉપર આરૂઢ થયેલા એવું નિહાળેલું તેથી પુત્રનુ નામ સુપાર્શ્વ એ પ્રમાણે પાડ્યું. પાંચ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં સુપાર્શ્વકુમારે પસાર કર્યા. ચૌદ લાખ પૂર્વ અને વીસ પૂર્વાંગ રાજ્યાવસ્થામાં પસાર કર્યા. લોકાંતિક દેવોની વિનંતિથી પ્રભુએ વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો.. જેઠ મહિનાની શુક્લ ત્રયોદશીના દિવસે અનુરાધા નક્ષત્રમાં હજારો સુર-અસુર-મનુષ્યોની સાથે મનોહરા નામની શિબિકામાં બેસી સહસ્ત્રાઘ્ર વન ઉદ્યાનમાં પ્રભુ પધાર્યા પંચમુષ્ઠિ લોચ કરી ૧૦૦૦ રાજાઓની સાથે છઠ્ઠ તપના તપસ્વીપ્રભુએદીક્ષા અંગીકારકરીત્યાંજપ્રભુનેમનઃ પર્યવજ્ઞાનઉત્પન્નથયું.
Jain Education International
७८ For Private & Personal Use Only
www.jainelibrary.org