________________
અજિતનાથ સ્વામિ
મહાવિદેહ ક્ષેત્રમાં વત્સ નામે વિજયમાં સુસીમા નામે સમૃદ્ધ નગરી હતી એ નગરીમાંપવિત્ર, નિર્મળએવોવિમલવાહનનામે રાજા રાજ્ય કરી રહ્યોહતો. ધર્માત્મા રાજવીના રાજ્યમાં પ્રજા સમૃદ્ધ હતી રાજા પણ ન્યાયી, શૂરવીર, ધર્મવી૨હતો.
એકદા સુસીમા નગરીમાં અરિંદમસૂરિમહારાજા નામે આચાર્ય ભગવંત પધાર્યા. આચાર્ય મહારાજની સંસાર નિસ્તારકધર્મદેશના સાંભળી નિકટ ભવિવિમલવાહન રાજા વૈરાગ્યવાસિત બની ગયા પોતાના પુત્ર કવચહર કુમારને રાજ્યપુરા સોંપી આચાર્યભગવંતપાસે દીક્ષા અંગીકાર કરી. સંયમની સુંદર આરાધના કરતા બાવીસ પરિષહોનેસહન કરતાવિમલવાહનમુનિએ વીશસ્થાનકનીઆરાધનાદ્વારા તીર્થંકર નામકર્મની નિકાચના કરી અંતે સમાધિમરણ પામી વિજય નામના અનુત્તર વિમાનમાંતેત્રીસસાગરોપમનાઆયુષ્યવાળાદેવથયા.
વિમલવાહન રાજાનો આત્મા ત્યાંથી ચ્યવન પામી આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં વિનીતા નામે રળિયામણી નગરીમાં જે નગરીમાં ભગવાન ઋષભદેવથી માંડીને અસંખ્ય રાજાઓ આ સમયમાં થઈ ગયા તે બધા રાજવીઓ અંતે ચારિત્ર અંગીકાર કરીશિવસુખનાભોક્તાબન્યા એવી આ મહાનનગરીમાંજિત શત્રુનામનાપરાક્રમી રાજવીનેત્યાંવિજયાદેવીનામે શીયલથીસુશોભિતપટ્ટરાણીની કુક્ષિએ
ચૌદ મહા સ્વપ્નોથી સૂચિત એવા એ પવિત્ર આત્માનું ચ્યવન રોહિણી નક્ષત્રમાં વૈશાખસુદ તેરસની મધ્યરાત્રિએથયું.
Jain Education International
૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org