________________
આઠ વર્ષના વર્ધમાનકુમારને માતા-પિતાએ મોહવશ બની સામાન્ય વિદ્વાન પંડિત પાસે પાઠશાળામાં જ્યારે ભણવા મોકલ્યા ત્યારે ત્રણ જ્ઞાનના સ્વામિની આશાતના થતી મારે નિવારવિ જોઈએ એમ વિચારી સૌધર્મેન્દ્ર મહારાજા સ્વયં બ્રાહ્મણનું રુપ લઈ પાઠશાળામાં આવ્યા અને વર્ધમાનકુમારને ગહન સવાલો પૂછ્યા અને વર્ધમાનકુમાર પાસેથી જટીલ સવાલોના સુંદર જવાબો સાંભળી પંડિત પણ આશ્ચર્યપામ્યો!સૌધર્મેન્દ્રમહારાજાએવર્ધમાનકુમારનીઓળખાણઆપી!
સાત હાથની કાયાવાળા વર્ધમાનકુમા૨ યુવાવસ્થામાં આવ્યા ત્યારે માતાપિતાના આગ્રહને વશ થઈ ભોગાવલી કર્મ શેષ છે એમ વિચારી સમરવીર રાજાની યશોદા નામની કન્યાની સાથે પ્રભુએ પાણિગ્રહણ કર્યા ! વિરક્તભાવે સંસારના સુખોનેસેવતાપ્રભુનેપ્રિયદર્શનાનામે પુત્રી થઈ!
અઠ્ઠયાવીસવર્ષનીવયેપ્રભુનામાતા-પિતાસ્વર્ગેસિધાવ્યા ગર્ભકાલમાંલીધેલા નિયમની અવધિ પૂર્ણ થવાથી વર્ધમાનકુમારે વિડલબંધુ નંદિવર્ધન પાસે સંયમસ્વીકારની અનુમતિ માંગી ! વિડિલબંધુ નંદિવર્ધનના અતિ આગ્રહથી બે વર્ષ પ્રભુ વધારે ગૃહસ્થપણામાં રહેવા તૈયાર થયા એક વર્ષ દીક્ષાને બાકી રહ્યું ત્યારે નવ લોકાંતિકદેવોએ આવીનેસ્વામિને ધર્મતીર્થ પ્રવર્તનની વિનંતી કરી. વાર્ષિકદાનનો પ્રારંભ થયો. એક વર્ષ સુધી સાંવત્સરિક દાન આપીને હજારો દેવો મનુષ્યોથી પરિવરેલાવર્ધમાનકુમા૨મહાભિનિષ્ક્રમણકાજે ક્ષત્રિયકુંડનગરમાંથીનીકળ્યા.
Jain Education International
For Rit personal Use Only
www.jainelibrary.org