________________
પોષ વદ (માસગર વદી એકાદશીના દિવસે અનુરાધા નક્ષત્રમાં હજારો દેવો | મનોપ્યોથી પરિવરેલાપ્રભુ વિશાલા નામની શિબિકામાં બેસી વારાણસીનગરીમાંથી આશ્રમપદ ઉદ્યાનમાં પધાર્યા. ત્રીસ વર્ષની ભર યૌવનવયે પ્રભુ મહાભિનિષ્ક્રમણના આદર્શને વરેલાત્રણસો રાજાઓની સાથે અઠ્ઠમતપનાતપસ્વી પાર્શ્વકુમારેસર્વવિરતિ અંગીકાર કરી ત્યાં જ તેમને મન:પર્યવજ્ઞાનઉત્પન્નથયું.
બીજા દિવસે કોપટક નામના ગામમાં ધન્ય નામે ગૃહસ્થને ત્યાં પ્રભુએ | પરમાત્રથી પારણું કર્યુ: પંચ દિવ્યો પ્રગટ થયા. છબસ્થપણામાં વિચરતા પ્રભુ એક દિવસ તાપસના આશ્રમે કાયોત્સર્ગ ધ્યાને સ્થિર થયેલા છે તે જ સમયે દસ - દસ ભવથી પ્રભુની સાથે વૈરનાવિષવરસાવતોમેઘમાલીદેવ ત્યાં આવ્યો!
વજ જેવા નખવાળા તીવ્ર દાઢવાળા સિંહો વિકર્વી પ્રભુને ધ્યાનથી ચલાયમાન કરવાના પ્રયત્નોનો પ્રારંભ કર્યો. ત્યારબાદ ભયંકર હાથી, રીંછ, ચિત્તા દૃષ્ટિવિષ
સર્પો વિદુર્ગા પણ પ્રભુ તો ધ્યાનમગ્ન રહ્યા અંતે એ દુષ્ટ દેવે આકાશમાંથીકાલ જેવી | વિજળીસાથે ભયંકરમેઘનું તાંડવ શરૂ કર્યું! સૂપડાધારવરસાદ વરસવા લાગ્યો! છે. થોડા સમયમાં તો નદી-નાળા-સરોવરોછલકાઈ ઉઠ્યા! જલ-સ્થલ એકમેક બની ગયા પ્રભુના ઘૂંટણ સુધી તો ક્ષણવારમાં છાતી સુધી કંઠ સુધી પાણી પહોંચ્યું તે જ સમયે નાગરાજધરણેન્દ્રદેવનું સિંહાસન કંપાયમાનથયું પ્રભુને ભયંકર ઉપસર્ગથતો જાણી તુરંત જ ત્યાં આવી પ્રભુના ચરણની નીચે સુવર્ણકમલ વિદુર્થ પોતાની કાયા, પ્રભુની પીઠ અને પડખાને સાત ફણાથી ઢાંકી દઈ પ્રભુના મસ્તક ઉપર છત્રની જેમ ફણાને ફેલાવી દીધી ! કમલાસને સ્થિત પ્રભુ જાણે દેવવિમાનમાં બેઠા ન હોય એવું દેશ્યસર્જાઈગયું!
Jain Education International
For 2199 Personal Use Only
www.jainelibrary.org