________________
કમઠતાપસને અત્યાર સુધીના જીવનમાં બધા એના તપની વાહ....વાહ.... પોકારનારજ મળેલા....! સત્ય વાત એનાથી શી રીતીએ સહન થાય ! આવેશમાં આવી તાપસબોલ્યો!
“કુમાર ! તમારે તો હાથી - ઘોડા ઉપર બેસવાનું... ખેલવાનું...યુદ્ધો કરવાના....મજા કરવાની... ધર્મમાંતમને શી ગતાગમ પડે! ધર્મ તો અમારાજેવા તપસ્વીઓજ સમજે.
પાર્શ્વકુમારે તરત જ સેવકને આજ્ઞા કરી અગ્નિકુંડમાંથી બળતું કાષ્ઠ બહાર કઢાવ્યું! જયણાપૂર્વક એ કાષ્ઠના ઉભા ટુકડા કરાવ્યા....! અંદરથી તરફડિયા મારતોમોટો સર્પબહાર નીકળ્યો! - પાર્થકુમારે તે સર્પને સેવક પાસે નવકાર મંત્ર સંભળાવ્યો ! સર્પના આત્માને સમાધિસ્થ બનાવી એ આત્મા સર્પની યોનિમાંથી સીધો નાગરાજધરણેન્દ્ર દેવ તરીકે ઉત્પન્ન થયો! તાપસની પૂજા માટે એકઠા થયેલા લોકોએ પાર્શ્વકુમારનો જયજયકાર બોલાવ્યો ! અને તાપસ ઉપર ફિટકાર વરસાવ્યો! આ બનાવથી પાર્શ્વકુમાર ઉપર વિશેષ દ્વેષને ધારણ કરતો તે કમઠ ત્યાંથી નીકળી અનેક પ્રકારના તપો તપી મૃત્યુ પામીમેઘકુમારનિકાયમાં મેઘમાલીનામે દેવથયો! પ.
પાર્શ્વકુમાર પરિવાર સહિત રાજયમહેલમાં પધાર્યા એક દિવસ પાર્શ્વકુમાર ચિત્રશાળામાં પધાર્યા છે ત્યાં નેમિકુમાર રાજિમતિની જાનના અને રાજુમતીને ત્યજી રહેલા નેમિકુમારની વિરાગની મસ્તીના ચિત્રો નિહાળી જન્મજાત વિરાગી પાર્શ્વકુમારનો વૈરાગ્ય દૃઢ થાય છે ત્યાં તો પ્રભુનો દીક્ષાનો સમય જાણી લોકાંતિક દેવોએધર્મતીર્થપ્રવર્તનની વિનંતિ કરીપ્રભુએ વાર્ષિકદાનનો પ્રારંભ કર્યો.
Jain Education International
૨૯ For Private & Personal Use Only
www.jainelibrary.org