________________
નેમિકુમારને પાછા ફરતાં નિહાળી સમગ્ર વાતાવરણ સ્તબ્ધ બની ગયું ! સમુદ્રવિજય આદિ દશાર્દો શિવાદેવી આદિ અંતઃપુરની સ્ત્રીઓએ નેમિકુમારને સમજાવવાઘણો પ્રયત્ન કર્યો. પણ હવે જેને મુક્તિ રૂપી વધૂની લગની લાગી હોય એ નેમિકુમાર રાજીમતી વધૂમાં ક્યાંથી મોહ પામે ! પ્રભુ તો રાજીમતિને પોતાના આઠ)આઠ ભવોનો સંબંધ સંભાળી જાણે સંકેત આપવા પધાર્યા જ ન હોય તે રીતીએ આંગણેથીપાછા વળી ગયા!
લોકાંતિકદેવોએ આવી પ્રભુને ધર્મતીર્થ પ્રવર્તનની વિનંતિ કરી પ્રભુએ વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો ! એક વર્ષ સુધી સાંવત્સરિક દાન આપી શક્ર આદિ ઈન્દ્રો, નરેન્દ્રોની સાથે ઉત્તરકુરુ શિબિકામાં બિરાજમાન થઈ રૈવતાચલ ગિરિના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. શ્રાવણ સુદ છઠ્ઠ ના દિવસે ચિત્રા નક્ષત્રમાં એક હજાર રાજાઓ સાથે પ્રભુએ સર્વવિરતિ અંગીકાર કરી ત્યાં જ પ્રભુને મનઃ પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું.
( છઠ્ઠ તપના તપસ્વી પ્રભુનું બીજા દિવસે પારણું વરદત્ત નામના બ્રાહ્મણને ત્યાં પરમાનથીથયું. પંચદિવ્યોત્યાં પ્રગટ થયા.
દીક્ષા બાદ ચોપન દિવસે પ્રભુ પુનઃ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા આસો વદ અમાસ (ભાદરવા વદ અમાસ)) ના દિવસે વેતસ વૃક્ષની નીચે અઠ્ઠમતપના તપસ્વી પ્રભુ કાઉસગ્ગ ધ્યાને રહ્યાઘાતી કર્મનો ક્ષય કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
દેવોએ સમવસરણની રચના કરી પ્રભુએ માર્મિક ધર્મદેશના આપી. અનેક આત્માઓએ સર્વવિરતિ દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો. વરદત્ત આદિ અગિયાર ગણધરોની સ્થાપના થઈ.
Jain Education International
૧ ( ૨ For Private & Personal Use Only
www.jainelibrary.org