________________
હે કૃષ્ણ વાસુદેવ ! તું વ્યર્થ ચિંતા કરે છે આ નેમિકુમાર તો બાવીસમાં તીર્થકર ભગવંતછે. કુમારાવસ્થામાંજ સંયમગ્રહણ કરવાના છે.
આ સાંભળી કૃષ્ણ વાસુદેવને શાંતિ તો થઈછતાં પણ નેમિકુમારલગ્ન કરે તે માટે સમજાવવામાટે પોતાની આઠે પટ્ટરાણીઓને કહ્યું.
સમુદ્રવિજય મહારાજા મહારાણી શિવાદેવીનો પણ નેમિકુમારને લગ્ન કરવા માટે ખૂબ આગ્રહ હતો. અનેક રાજકન્યાઓ નેમિકુમાર સાથે લગ્ન કરવા ઉત્સુક હતી.
કૃષ્ણ વાસુદેવની સત્યભામા, રૂકમણી, સુસીમા, પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, જાંબવતી આઠે પટ્ટરાણીઓનેમિકુમારનેસરોવરમાં ક્રીડાથે લઈ ગઈ!
નેમિકુમારતો આ બધાથી અલિપ્ત જ હતા છતાં બધાનું માન સાચવવા ક્રીડામાં જોડાયા. કૃષ્ણ વાસુદેવની આઠે પટ્ટરાણીઓ એ વિવિધ રીતીએ જીવનમાં સ્ત્રીનું મહત્વ સમજાવીનેમિકુમારનેલગ્ન માટે ખૂબ આગ્રહકર્યો...!
નેમિકુમારતો આ બધા પ્રસંગમાં મૌન જ રહ્યા.. “નનિષિદ્ધ અનુમતમ્” એમ સમજી નેમિકુમારલગ્ન માટે તૈયારજ છે મૌનને સંમતિ માની લીધી. સમગ્ર નગરમાં ઉદ્ઘોષણા કરાવી દીધી. સમગ્ર રાજમહેલમાં ઉત્સાહનો સંચારથઈગયો એ જ સમયે મથુરા નગરીના રાજવી ઉગ્રસેનની દેવાંશી રાજકન્યા રાજિમતિનું માંગુ નેમિકુમાર માટે આવ્યું.
રાજિયતિ જેવી સર્વગુણ સંપન્ન રાજકન્યા પોતાની પુત્રવધુ બનશે એ જાણી સમુદ્રવિજય-શિવાદેવીઆદિબધા આનંદમાં આવી ગયા.
નેમિકુમારના લગ્ન માટે કૌટુકિ જ્યોતિષિને બોલાવી તાત્કાલિક શુભ દિવસ પૂછવામાં આવ્યો..જયોતિષિમહારાજા સમુદ્રવિજયતથા કૃષ્ણ વાસુદેવને કહેછે.
Jain Education International
- ૧૮૮ For Private & Personal use only
www.jainelibrary.org