________________
બીજા દિવસે બ્રહ્મદત્તરાજાને ત્યાં પ્રભુનું પારણું થયું. પંચદિવ્યોપ્રગટ થયા.
છદ્મસ્થપણામાં સાડા અગિયારમાસ વિચરી સુંદર સાધના કરી પરમાત્મા પુનઃ રાજગૃહી નગરીના નિલગુહા ઉદ્યાનમાં પધાર્યા. ચંપકવૃક્ષની નીચે કાઉસ્સગ ધ્યાને રહ્યા ફાગણ વદ બારસ (મહાવદ બારસ) ના દિવસે ઘાતિકર્મનો ક્ષય થતા કેવલજ્ઞાન ઉત્પન્ન થયું...!
દેવતાઓએસમવસરણની રચના કરી બસો ચાલીસ ધનુષ્ય ઉંચા અશોકવૃક્ષની નીચે પ્રભુએ દેશનાનો પ્રારંભ કર્યો. યતિધર્મના દસ પ્રકાર, શ્રાવકના બાર વ્રતો માર્ગાનુસારીનાપાંત્રીસગુણ આદિઉપરપ્રભુએ વિશદવિવેચન કર્યું.
ધર્મદેશના સાંભળી અનેક આત્માઓએ સર્વવિરતિ-દેશવિરતિધર્મનો સ્વીકાર કર્યો. ઈન્દ્રઆદિઅઢારગણધરોની સ્થાપના થઈ.
મુનિસુવ્રત સ્વામિના શાસનમાં બળદના વાહનવાળો વરૂણ નામે યક્ષ અને ભદ્રાસન ઉપર બેસનારીનરદત્તાનામે શાસનદેવીથયા.
મુનિસુવ્રત સ્વામિ વિચરતા એક દિવસ ભરૂચ નગરમાં પધાર્યા. ત્યાંના રાજા જિતશત્રુ પોતાના પ્રિય અશ્વ ઉપર બેસી પરમાત્માની દેશના સાંભળવા આવ્યા. પ્રભુની દેશના બધા એકીટસે સાંભળી રહ્યા છે. રાજાનો અશ્વ પણ કાન ઉંચા રાખી સ્વામિની દેશના સાંભળવામાં મગ્ન થયેલો છે. પરમાત્માની દેશના પૂર્ણ થયા બાદ ગણધરભગવંતે પ્રભુને પૂછ્યું.
‘ભગવંત! આ સમવસરણમાં અત્યારે કોણ ધર્મ પામ્યું?
Jain Education International
For Pi Se Personal Use Only
www.jainelibrary.org