________________
શ્રીમલ્લિનાથ સ્વામિચરિત્ર
જંબૂદ્વીપના અપરવિદેહમાં સલિલાવતી વિજયમાં વીતશોકા નગરીમાં શત્રુઓના બલને હણવામાં સમર્થ બલ નામે રાજા હતો. તે રાજાની ધારિણી નામે પટ્ટરાણીની કુક્ષિએ કેસરી સિંહનીસ્વપ્નથીસૂચિતમહાબલનામે પુત્રનો જન્મથયો.
યુવાવસ્થાને પામેલા મહાબલકુમારના કમલશ્રી આદિ ૫૦૦ રાજકન્યાઓ સાથે લગ્ન થયા.
મહાબલકુમારને અમલ, ધરણ, પૂરણ, વસુ, વૈશ્રવણ અને અભિચન્દ્ર એ છે મિત્રો હતા. સાતે મિત્રોની મૈત્રી અદ્ભુત હતી...! મહાબલકુમાર સહિત સાતે મિત્રોએ વરધર્મમુનિની પાસે વૈરાગ્યપામીદીક્ષા અંગીકાર કરી.
સંયમની સાધનામાં સાતે મિત્રોએ નિર્ણય કર્યો છે “જે આરાધના તપશ્ચર્યા કરવી એ બધાએ સાથે જ કરવી કોઈએ પણ તપશ્ચર્યામાંઅલગ પડવુનહીં..”
મહાબલ મુનિ બધાથી મને વધારે ફળ મળે એમવિચારીતપશ્ચર્યાના પારણાના દિવસે “આજે મને ઠીક નથી, ક્ષુધા નથી” આદિ કહી પારણું કરે નહીં અને છ એ મિત્રો કરતાતપશ્ચર્યાઅધિકકરે.
માયા દ્વારા છ એ મિત્રોથી અધિક તપશ્ચર્યા કરી સાથે ઉત્કટ ભાવના દ્વારા વીશસ્થાનક તપની આરાધના થી તીર્થંકર નામકર્મની નિકાચના કરી પણ માયા મિશ્રિતતપધારાસ્ત્રીવેદનુઆયુષ્યબાંધ્યું.!
૧૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org