________________
શ્રી અરનાથ સ્વામી ચરિત્ર
જંબુદ્વીપના પૂર્વ વિદેહક્ષેત્રમાં સીતા નદીના તટ ઉપર વત્સ નામના વિજયમાં સુસીમા નામે નગરીમાં સર્વ પ્રકારના ધનથી સમૃદ્ધ ધનપતિ નામે રાજા હતો સુસીમા નગરીની પ્રજા સર્વ પ્રકારે સુખી હતી ધર્મવાન ધનપતિ રાજાએ સંવર મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી વીશ સ્થાનકની આરાધના કરી તીર્થંકર નામકર્મની નિકાચના કરી સમાધિમરણપામી નવમા ત્રૈવેયકમાં મહદ્ધિક દેવ તરીકે થયા. નવમાં ત્રૈવેયકમાંથી ચ્યવન પામી આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમાં સુદર્શન રાજાની મહાદેવી પટ્ટરાણીની કુક્ષીએ ફાગણ સુદ બીજના દિવસે રેવતી નક્ષત્રમાં પ્રભુનુ અવતરણ થયું. મહાદેવી માતાએ તીર્થંકર અને ચક્રવર્તીપણાને સૂચવતાચૌદ મહાસ્વપ્નોનિહાળ્યા.
માગસર સુદ દસમીના દિવસે રેવતી નક્ષત્રમાં પ્રભુનો જન્મ થયો. ૫૬ દિકુમારીકાઓ અને ૬૪ ઈન્દ્રોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુનો અપૂર્વ જન્મમહોત્સવઉજવાયો.
સુદર્શન મહારાજાએ પુત્રનો જન્મમહોત્સવ ઉજવી માતાએ સ્વપ્નમાં અર (ચક્રના આરા) જોયેલા તેથી પ્રભુનુ અર નામપાડ્યુ. ૩૦ ધનુષની કાયાવાળા પ્રભુ ૨૧૦૦૦ વર્ષ સુધી કુમાર અવસ્થામાં ૨૧૦૦૦ વર્ષ મંડલિક અવસ્થામાં રહ્યા ત્યાર બાદ શસ્ત્રાગારમાં ચક્રરત્નની ઉત્પત્તિ થવાથી પ્રભુએ છ એ ખંડ સાધી દિગ્વીજય કર્યો. ૨૧૦૦૦વર્ષ ચક્રવર્તી પણામાં જ પસાર થયા. લોકાંતિક દેવોની વિનંતીથી વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો. પ્રભુએ પોતાના પુત્ર અરવિંદને રાજ્ય સોંપ્યુ. વૈજયંતિ શિબિકામાંઆરૂઢથઈપ્રભુસહસ્ત્રાપ્રવનમાંપધાર્યા.
Jain Education International
For Priva3sonal Use Only
www.jainelibrary.org