________________
શ્રી સુવિધિનાથ ચરિત્ર પુષ્કરવચનામે શ્રેષ્ઠ દ્વીપાર્ધના પૂર્વ વિદેહમાં પુષ્કળ ધન ધાન્યના સંચયભૂત એવી પુષ્કલાવતીવિજયમાં પુંડરીગીણી નગરીમાં મહાપદ્મનામે મહાન રાજવી રાજ્ય કરી રહ્યો છે. | ઉત્તમબુદ્ધિવાળા મહાપદ્મ રાજવી જગનંદ નામના મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી વીશસ્થાનક તપ આરાધી તીર્થંકર નામકર્મ નિકાચના કરી સમાધિમરણ પામી વૈજયંત નામે અનુત્તર વિમાનમાં દેવ થયા. તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવન પામી આ જ જંબુદ્વીપના દક્ષિણાદ્ધ ભરત ક્ષેત્રમાં કાકંદી નગરીમાં સુગ્રીવ રાજાને ત્યાં સર્વસ્ત્રીઓમાં શિરોમણી રામાદેવીની કુક્ષિએ ફાગણ વદ નવમી (મહા વદ નવમી)નાદિવસેમૂલનક્ષત્રમાં પ્રભુનું ચ્યવનથયું.
મહાદેવી રામાએ ચૌદ મહાસ્વપ્નો નિહાળ્યા. માગસર વદ પંચમી (કારતક વદ પંચમી)ના દિવસે મૂલ નક્ષત્રમાં મગરનાં ચિહ્નવાળા શ્વેત વર્ણવાળા એવા પ્રભુનો જન્મથયો.
પ૬ દિકુમારીકાઓ અને ૬૪ ઈન્દ્રોએ પ્રભુનો અપૂર્વ જન્મમહોત્સવ ઉજવ્યો સુગ્રીવ રાજાએ પ્રભુનો જન્મ મહોત્સવ સુંદર ઉજવ્યો પ્રભુ ગર્ભમાં હતા ત્યારથી જ માતા-પિતા વિધિમાં કુશલ બન્યા તેથી સુવિધિ અને પુષ્પના દોહદથી પ્રભુને દાંત આવ્યા તેથી પુષ્પદંતએ પ્રમાણે સ્વામિનું બીજુ નામ પાડ્યું.
પચાસ હજાર પૂર્વ સુવિધિકુમારે અવસ્થામાં પસાર કર્યા. પચાસ હજાર પૂર્વ અને ૨૮ પૂર્વાગ જેટલો સમય તેમણે રાજ્યઅવસ્થામાં પસાર કર્યો. અંતે લોકાંતિકદેવોની વિનંતિથી વાર્ષિકદાનનો પ્રારંભ કર્યો.
છ8 તપના તપસ્વી પ્રભુએ માગસર વદ છઠ્ઠ (કારતક વદ છઠ્ઠ)ના દિવસે મૂલ નક્ષત્રમાં સુરપ્રભા નામની શિબિકામાં બિરાજમાન થઈ હજારો સુર-અસુરમનુષ્યોની પર્ષદામાં ૧OOO રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી ત્યાં જ સ્વામિને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજા જ દિવસે શ્વેતપુર નગરમાં પુષ્પ રાજાને ત્યાં પ્રભુએ પરમાન્સથીપારણું કર્યું પાંચદિવ્યોપ્રગટથયા.
૮૮ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org