________________
શ્રી પંચ-પરમેષ્ઠી-ભગવંતોને નમસ્કાર સ્વરૂપ પ્રધાન વિનયગુણના પાલન વિનાનું જ્ઞાન, ધ્યાન કે સંયમ, સર્વપ્રધાન મોક્ષ આપવાને સમર્થ થઈ શકતું નથી. ગુણ-બહુમાન :
શ્રી પંચ-પરમેષ્ઠી-નમસ્કાર એ જેમ પ્રધાન વિનય-ગુણના પાલન સ્વરૂપ છે, તેમ ગુણોના બહુમાન સ્વરૂપ પણ છે.
ગુણ-બહુમાન એ ચિત્તની અચિજ્ય-શક્તિયુક્ત ધર્મ છે. ગુણબહુમાનના આશયવાળું ચિત્ત થોડા જ સમયમાં સર્વ પ્રકારની અશુદ્ધિ અને અહંકારાદિ-દોષોથી રહિત બની જાય છે.
કાચી માટીના ઘડામાં ભરેલું પાણી જેમ પ્રતિક્ષણ ઘટનો નાશ કરનારું થાય છે, તેમ ચિત્તરૂપી કુંભમાં રહેલું ગુણ-બહુમાનરૂપી જળ, ચિત્તના દોષો અને મલિનતાનો પ્રતિક્ષણ ક્ષય કરનારું થાય છે. ( ગુણ-બહુમાનને ધારણ કરનાર માનસિક ભાવ જેમ અચિન્ય પ્રભાવ-સંપન્ન છે, તેમ ગુણ-બહુમાનને વ્યક્ત કરનારી વાચિક અને કાયિક ચેષ્ટાઓ પણ પ્રભાવસંપન્ન બની જાય છે. સર્વોત્કૃષ્ટ મંગલઃ
શ્રી પંચ-પરમેષ્ઠી-નમસ્કારમાં ત્રણ વસ્તુઓ રહેલી છે. મનથી નમવાનો ભાવ. વચનથી નમવાનો શબ્દ. કાયાથી નમવાની ક્રિયા.
એ રીતે ભાવ, શબ્દ અને ક્રિયારૂપ ત્રિવિધ ક્રિયાથી યુક્ત “શ્રી પંચપરમેષ્ઠી નમસ્કાર' પાપધ્વંસ અને કર્મક્ષયના અનન્ય કારણરૂપ બની જાય છે. તેથી તે સર્વોત્કૃષ્ટ મંગળ-સ્વરૂપ છે. તેથી શ્રી પંચ-પરમેષ્ઠી-નમસ્કારની ચૂલિકામાં ફરમાવ્યું છે કે –
एष पञ्च-नमस्कार : सर्वपाप-प्रणाशनः । मंगलानां च सर्वेषां प्रथमं भवति मंगलं ।
[૪૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org