________________
જયાં સંસારની રખડપટ્ટીના કારણભૂત કર્મોનો સર્વથા અભાવ હોવાથી જન્મ-જરા-મરણ રૂપ ભવચક્રમાં ભટકવાનું હોતું નથી, સંસારની કોઈપણ ઉપાધિ ત્યાં હોતી નથી. ત્યાં પહોંચ્યા ત્યારથી અનંતકાળ સુધી અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ, અનંત વીર્ય આદિ અનંત ગુણોની રમણતા હોવાથી પોતાના સ્વાભાવિક આનંદમાંજ મગ્ન રહેવાનું હોય છે.
આવું સિદ્ધિપદ આપણે મેળવવાનું છે. અને તે મળે તે માટે તેઓએ ભૂતકાળમાં પોતાના જીવનમાં ઉતારેલી અરિહંત પરમાત્માની આજ્ઞાનું પાલન આપણે કરવાનું છે. સિદ્ધિપદમાં આપણો કાયમી વાસ થાય તે માટે આ પદમાં શ્રી સિદ્ધ પરમાત્માને ભાવપૂર્વક નમસ્કાર કરાય છે.
એટલે કે...જન્મ, જરા, મરણાદિના ભયંકર દુઃખો ઉપજાવનાર અને ચાર ગતિ રૂપ સંસારમાં ભટકાવનાર અનાદિકાલીન આઠે કર્મોનો સમૂળ ક્ષય કરી જન્મ, જરા, મરણાદિ દુઃખોથી વિપ્રમુક્ત બની નિર્મળ વિશુધ્ધ આત્મ સ્વરૂપને વરેલા આત્માના સાહજિક અનંત-સુખને ભોગવનારાઅજરામર શાશ્વત-પરમ પદ રૂપ મોક્ષમાં બિરાજમાન થયેલ શ્રી સિદ્ધિગતિને પામેલા કૃતકૃત્ય પરમાત્મ સ્વરૂપ..........
શ્રી સિદ્ધભગવંતોને નમસ્કાર થાઓ !!! | મો મારિયાdi ..
ત્રીજા પદે શ્રી આચાર્ય ભગવંત છે.
જેઓ શ્રી તીર્થંકર પરમાત્માની ગેરહાજરીમાં શાસનનું સુકાન સંભાળે છે. અર્થાત્ દરેક રીતે શાસનની દેખરેખ રાખી તેની સુરક્ષા જવાબદારીને સુંદર રીતે અદા કરે છે. પોતે અરિહંત પરમાત્માની આજ્ઞામાંજ રહે છે અને અનેક ભદ્રજીવોને તેમની આજ્ઞામાં જ રહેવાનું ફરમાવે છે. તીર્થકર દેવોના ઉપદેશને અક્ષરશઃ આચારમાં સ્વયં મૂકે છે અને અનેક જીવોને ધર્મ પમાડે છે. તીર્થંકર પરમાત્માની ગેરહાજરીમાં તેઓ તીર્થંકર પરમાત્મા જેટલાજ આપણા ઉપકારી છે. વીતરાગ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાનું જે સામર્થ્ય તેમને
[ ૩ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org