________________
30)
નારા લગાવતી
હોય
તો લો
શ્રી નમસ્કાર મહામંત્રના જાપ વખતે આપણી વૃત્તિઓને માત્ર તે તે વર્ગો ઉપર કેન્દ્રિત કરીએ તો અખૂટ શક્તિનો પ્રવાહ તે વર્ગોમાંથી આત્માની અંદર રેલાય છે. સ્વાનુભવ સત્ય આ તથ્ય છે.
તેથી જા૫ વખતે હોઠ-જીભ-કે-શરીરનો કોઇપણ અવયવ સ્કૂલ રીતે કે આપણી જાણમાં સૂક્ષ્મ રીતે પણ ન હાલે તેવા સ્થિર થઈને બેઠા પછી સામે શ્રી નમસ્કાર મહામંત્રના ૬૮ વર્ણો સફેદ ફટિકના કલ્પી શકે તેવું ચિત્ર સામે રાખી તેના એકેક અક્ષર ઉપર દ્રષ્ટિ સ્થિર રાખી કક્કો ઘૂંટતા પ્રાથમિક શાળાના નિશાળીઆની જેમ તે વર્ણ લખવાની પદ્ધતિ પ્રમાણે આપણી દ્રષ્ટિને તે વર્ગો ઉપર ફેરવતા રહી આખું પદ વાંચવું રહ્યું. પછી થોડીવારે તે પદ સામે એકધારું જોવું. તેમાં અનંત ઉપકારી પાંચ પરમેષ્ઠિઓ આ અક્ષર દેહ દ્વારા મારી સામે વ્યક્ત થઈ રહ્યા છે. તેઓમાં રહેલો અનંત કરુણાનો ભંડાર અને સૌમનસ્યના ભાવનો પ્રવાહ આ અક્ષરો રૂપી નળ દ્વારામારા આત્મામાં રેલાય છે એવો ભાવ કલ્પવો.
પછી બીજું પદ લેવું. તેજ દ્રષ્ટિ ફેરવવા પૂર્વક લખવાની કલ્પના કરી પ્રથમ પદ સાથે બીજા પદની ધારણા દઢ કરવી ત્યાં પણ દ્રષ્ટિ થંભાવી. અંતરંગ આત્માના પ્રદેશે લાગેલા કર્મના અશુભ તત્વો, ધોધ બંધ આવી રહેલ વિશુધ્ધ આત્મ સ્વરૂપના પ્રવાહની શક્તિઓથી ધકેલાઇ રહેલા છે.
આવી ભાવના દરેક પદે વધતી ભાવવી. આ રીતે આખો નવકાર જ્યારે પુરો થાય ત્યારે આપણા અંતરમાં ડોકીયું કરવું. “ક્યાંય ખૂણે ખાંચરે પણ શ્રી નવકારના અક્ષરો દ્વારા ફેલાયેલા-પંચ પરમેષ્ઠિઓની અંગત કરુણા-સૌમનસ્ય આદિરૂપ આત્મશક્તિઓનો પ્રવાહ નથી પહોંચ્યો અને રાગાદિમલોના પડલ તેમના તેમજ બાજેલાં છે કે?” આવું જોઈ તપાસી ફરીથી શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ કરવો આ રીતના જાપથી અંતરંગ આત્મશક્તિઓના વિકાસ ને આડે આવનારા રાગાદિ સંસ્કારને નિ:શેષ થઇ જવાની સ્થિતિ સ્વત: ઉત્પન્ન થાય છે. માટે આવા ગુરુ નિશ્રાથી મળતા વિવેક અને અનુચિંતન સાથે શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ કરવો હિતાવહ છે.
[૧૧૮].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org