________________
શ્રધ્ધાવાળો ચૌદ રાજલોકના અગ્રભાગે જાય.
ભૂતકાળમાં અરિહંત સિવાય કોઈને મસ્તક નમાવ્યું હોય તેનું પ્રાયશ્ચિત કરૂં છું. એવુ ગ઼મો શબ્દથી ભાવિક શ્રધ્ધાલુ સ્વીકારે છે.
વર્તમાન કાલે પણ અરિહંતમાંજ, પરમેષ્ઠિમાં જ રાચું એ સિવાય કોઈ મારા દેવ નથી. ભવિષ્યકાળમાં પંચપરમેષ્ઠિ સિવાય અન્ય કોઈને હું મસ્તક નમનારો ન બનું. ભવોભવ પરમેષ્ઠિનું શરણ સ્વીકારૂં !
ત્રણે કાળમાં, ત્રણે લોકમાં શાશ્વતી સ્થાપના હોયતો તે નવકાર મહામંત્રની સ્થાપનાછે.
કર્મને નહિ, કર્મની પરંપરા તોડવા માટે શ્રી નવકાર મહામંત્ર છે. દુઃખને નહિ, દુઃખની પરંપરા તોડવા માટે શ્રી નવકાર મહામંત્ર છે. મરણને નહિ, મરણની પરંપરા તોડવા માટે શ્રી નવકાર મહામંત્ર છે. જન્મને નહિ, જન્મની પરંપરા તોડવા માટે શ્રી નવકાર મહામંત્ર છે. પાપને નહિ, પાપની પરંપરા તોડવા માટે શ્રી નવકાર મહામંત્ર છે.
શ્રી નમસ્કાર મહામંત્રના વર્ણોનું ચિંતન કાચા ઘડામાં ભરેલ પાણીની જેમ
કર્મોના બંધનોને ઓગાળી દે છે.
શ્રી નમસ્કાર મહામંત્ર ના વર્ણો એ સિદ્ધ શાશ્વત બીજમંત્રોના અખૂટ ભંડોળ તુલ્ય છે. તેઓના પવિત્ર નામમંત્રનું માત્ર પદ્ધત્તિબદ્ધ સ્મરણ રૂપ જાપ જ આપણા વિકાસના સઘળા દ્વાર ખોલી આપે છે.
Jain Education International
[ ૮૨ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org