________________
૮૪૬ જરૂરિયાત પ્રમાણે ઉદારતાથી વાળે છે. અંધેરીમાં લહેરચંદ ઉત્તમચંદ આર્ટ્સ કોલેજ તેઓની ચાલે છે.
આવા એક સફળ ઉદ્યોગપતિ, બાહોશ વહીવટકર્તા અને દૃષ્ટિમાં સમયાનુરૂપ ફેરફાર કરવાના હિમાયતી શ્રી પ્રતાપભાઈનું વલણ ધાર્મિક તેમ જ સમાજ-ઉત્કર્ષનાં કાર્યો તરફનું વધુ ને વધુ થાય એ ખૂબ આવકારદાયક બાબત ગણાય. તેઓશ્રીના કુટુંબમાં નિરભિમાનતાની, સુકૃત્યની જે પરંપરા ચાલી રહી છે તે ઉત્તરોત્તર વિકસતી રહે અને સમાજને તેઓશ્રીની શક્તિનો વધુ ને વધુ લાભ મળે એવી શુભ ભાવના રાખીએ છીએ.
વ્યાપકક્ષેત્રના અગ્રણી શ્રી પ્રભુદાસ રતિલાલ શાહ “આરતી'વાળા
એક મધ્યમવર્ગીય સામાન્ય જૈન ધર્મનિષ્ઠ કુટુંબમાં જન્મેલ શ્રી પ્રભુદાસ રતિલાલશાહને નાની ઉંમરમાં અભ્યાસ અધુરો મૂકી ધંધામાં જોડાવું પડેલ. નાની કરીયાણાની દુકાન શરૂ કરી ૧૭ વર્ષની ઉંમરે જીવન નૈયા શરૂ કરી.
અનેક તડકા છાયા જોઈ ધર્મમાં અપાર શ્રદ્ધાથી શંખેશ્વર પાર્શ્વનાથના દર્શનાર્થે શરૂ કરેલ રૂા. દસ જેવી નાની રકમ પણ ન હાથમાં આવે ત્યારે શંખેશ્વર જઈ ન શકાય તો આખો દિવસ નિરાશામાં પસાર કરે. ગમે તેમ શ્રમ કરી રૂા. ટીકીટ ભાડુ ભેગું થાય એટલે તુરત શંખેશ્વર દર્શનાર્થે ઊપડી જાય. તે નિયમ એટલે દર મહિને એક વખત શંખેશ્વર જવાનો પચાસ વર્ષથી નિયમ આજ સુધી પાળ્યો છે અને હવે તેમના સંતાનો આ નિયમને અનુસર્યા છે.
કાપડની પરચૂરણ દુકાનથી શરૂ કરી “આરતી’ નામને ભાવનગરમાં સાડીઓનો વિપુલ જથ્થો લાવી શ્રેષ્ઠ સાડીઓ વેચનાર તરીકે જાણીતા થયા.
ગૃહ ઉપયોગી દરેક વસ્તુઓનો A To Z સ્ટોર શરૂ કરી વિશાળ પાયા ઉપર ધંધો વિકસાવી સંતાનોને ધંધામાં જોડી એક અગ્રગણ્ય ઉદ્યોગપતિ તરીકે શીપ બ્રેકીંગ અને ઓક્સીજન પ્લાન્ટની ફેક્ટરી શરૂ કરી ભાવનગરમાં આગેવાન વેપારી તરીકે ખ્યાતિ પામ્યા.
ધર્મપત્નિ શાંતાબહેનની પ્રેરણા, સાથ અને સહકાર બહુ ઉપયોગી થયેલ. ધંધાના વિકાસમાં હિંમતથી આગળ વધવા હંમેશા પ્રોત્સાહન મળતાં અને ચારે પુત્રોએ પ્રભુદાસભાઈના માર્ગદર્શન નીચે ધંધામાં હરણફાળ ભરી A To Z ગૃહઉપયોગી
ચતુર્વિધ સંઘ વસ્તુ ભંડાર, સમગ્ર શહેરના શણગાર જેવો ‘આરતી’ સાડી શોરૂમ અલંગનો શીપ બ્રેકીંગ બીઝનેસ, ઓકસીજન પ્લાન્ટ વગેરે ધંધામાં પ્રગતિની વણથંભી કૂચ શરૂ રાખી ભાવનગર પછી સુરત જેવા વિશાળ ક્ષેત્રમાં ઘણી ગૃહ ઉપયોગી વસ્તુઓની સાઉથ ગુજરાતની એજન્સીઓ મેળવી વિશાળ સંયુક્ત પરિવાર ‘આરતી’નું નામ ગુંજતું કર્યું અને કમાયેલી લક્ષ્મીનો ઉપયોગ સારા ધાર્મિક કાર્યોમાં કરી સંતાનોમાં ધર્મના તથા સામાજિક કાર્યો કરવાના સંસ્કારોનું સિંચન કરેલ છે.
અનેક સંસ્થાઓના કીર્તિસ્તંભ સંઘપતિ શ્રી પોપટલાલ ધારશીભાઈ
સોરઠ-ગોહિલવાડ-ઝાલાવાડ-હાલાર-કંઠાળ વગેરે વિભાગોમાં વહેંચાયેલ એ કાઠિયાવાડના લીલાછમ એવા હાલર પ્રાંતથી અને તેમાં આવેલ દેવનગર સરખા જામનગરનવાનગરના વિખ્યાત નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. અમુક સૈકાઓ થયાં જ વસવાટ છતાં એક પછી એક થતા રાજ્યકર્તા રાજવીઓની બાહોશીથી આ શહેર દરેક બાબતમાં ઘણું જ આગળ વધ્યું છે.
જિનમંદિરાદિ ધર્માલયોથી સુશોભિત આ. જામનગરમાં વસતા અનેક જેનો પૈકી ઓસવાલ વંશ વિભૂષણ ધર્મપરાયણ શ્રેષ્ઠીવર્ય શ્રીમાનું ધારશીભાઈ દેવરાજભાઈના ધર્મમૂર્તિ સમા સહધર્મચારિણી રળિયાતભાઈની રત્નકુક્ષિ દ્વારા સં. ૧૯૩૪માં પોપટભાઈનો જન્મ થયો. બાલ્યાવસ્થામાં પરિમિત વિદ્યાભ્યાસ છતાં પુત્રમાં બરાબર ઉતરેલા ધર્મસંસ્કારીતા રૂપી માતપિતાના અમૂલ્ય વારસાએ અલ્પવિદ્યાભ્યાસમાં પણ ખૂબ વિકાસ કર્યો અને તેથી જ યોગ્ય વયે મુંબઈ જવાનું થતાં વ્યાપારાદિની ધમધોકાર ચાલુ પરિસ્થિતિમાં પણ દેવદર્શન–પ્રભુપૂજનગુરુવંદન-વ્યાખ્યાનશ્રવણ-વ્રત-પચ્ચખાણનૌઃ૯૬૨૯૧.દ૨ નિયમોથી વંચિત ન રહેતાં આપબળથી કરેલી લાખોની કમાણીમાં માતાપિતાએ અર્પણ કરેલા અને સર્વરોના સંસર્ગથી પુષ્ટ થયેલા ધર્મવારસાને શ્રીમાન પોપટભાઈએ બરાબર સાચવી રાખ્યો. મોક્ષમાર્ગ સમારાધક સુવિહિત સાધુ મુનિવરોના સંસર્ગમાં આવતા જતા, જૈન સમાજમાં જેઓનું દાર્શનિક વિજ્ઞાન અજોડ ગણાય છે, આગમના જેઓ અખંડ અભ્યાસી છે, જેઓની તલસ્પર્શીની તેમજ તત્ત્વોનો નિષ્કર્ષ પ્રદર્શિત કરનારી મનમોહક વ્યાખ્યાનપદ્ધતિએ જૈન-જૈનેત્તર વિદ્વાનોને મુગ્ધ કર્યા છે, શાસન અને તીર્થોના સંરક્ષણાર્થે આજ સુધીમાં જેઓએ પ્રાણાંત કષ્ટો પણ સહન કર્યા છે તે પરમતારક આગમોદ્ધારક
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org