________________
૮૪૪
ઘણાં કામોમાં મદદ કરી છે, અને કરી રહ્યા હતા. ધાર્મિક પ્રસંગો ઘણા નાના મોટા તેમના જીવનમાં ઉજવાય છે. તેમાં ખાસ કરી શ્રી સિદ્ધાચલજીનો છ'રી પાળતો સંઘ, નવ્વાણું યાત્રા, બે વખત પાલિતાણામાં ચાતુર્માસ, ઉપધાનતપ, તેમના ભત્રીજા ઈદ્રવદન તથા ભત્રીજી બેન મંજુલાબેનના દીક્ષા પ્રસંગો, તેમના પિતાશ્રીના સ્મરણાર્થે ઉજવેલ ઉજમણાનો પ્રસંગ તથા સં. ૨00૫ની સાલમાં ૧૩ માસ પાલિતાણા સળંગ રહી નવ લાખ નવકારનો જાપ કર્યો હતો. આ બધા વિશિષ્ઠ પ્રસંગો હતા.
રાધનપુરના મહૂમ નવાબસાહેબ સાથે ઘણા જ નિકટ- ગાઢ સંપર્કમાં આવવાથી અનેક ધાર્મિક તથા સામાજિક ઉપયોગી કાર્યો થઈ શકેલ. મહૂમ તથા હાલના નવાબ સાહેબની પણ સારી એવી લાગણી સંપાદન કરી હતી. તેમના કુટુંબમાં તેમના સ્વ. લઘુબંધુ કાન્તિભાઈનાયુવાન પુત્ર તથા પુત્રીએ સંસારત્યાગ કરી જૈન દીક્ષા અંગીકાર કરી એક ઉજ્વલ દષ્ટાંત પૂરું પાડેલ છે. તે પૂ. દીક્ષિતો પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી તથા પૂ. સાધ્વીજી મહાનંદાશ્રીજી નામે કુટુંબના સંસ્કાર તથા ધાર્મિક જીવનની સુવાસ ફેલાવી રહ્યા છે. તા. ૩૧-૧૨-૧૯૭૭ના રોજ ૯૧ વર્ષની વયે સમાધિપૂર્વક નિધન થયેલ. નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થમાં યોગદાન આપનાર
શ્રી દીપચંદ જૈન રાજસ્થાનના ઝાલાવડ જિલ્લાના નાગેશ્વર ઉર્જેલના શ્રી પન્નાલાલ જૈનનાં ધર્મપત્ની શ્રીમતી ઇન્દરભાઈ જૈનની પુણ્યકક્ષિએ વિ.સં. ૧૯૮૯ની વસંતપંચમીના દિવસે એક પુત્રરત્નને જન્મ આપ્યો. ભવિષ્યમાં નામ અને કામ ઊજળું કરનાર આ પુત્રને નામ આપવામાં આવ્યું દીપચંદ. કહે છે પુત્રના લક્ષણ પારણે પરખાઈ જાય છે.'—એ ન્યાયે બચપણથી જ માતાના ઊજળા અને ઉચ્ચ સંસ્કાર અને ધાર્મિકતાને દીપચંદે ગ્રહણ કરવાનો આરંભ કરી દીધો.
હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ દીપચંદભાઈએ વ્યવસાયમાં ઝંપલાવ્યું. અનાજનો વેપાર તેમજ વસ્ત્ર અને ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યાં.
- લગ્નજીવન દરમ્યાન એમનો મોહનલાલ અને ધર્મચંદ નામે બે પુત્રો અને પાર્વતીબાઈ તથા દુર્ગાદેવી નામે બે પુત્રીઓનો સંસાર હતો.
જીવનમાં પ્રતિક્રમણ વગેરે ધાર્મિક વિધિઓ નિરંતર કરતા રહ્યા છે. અનેક ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ પડેલા
ચતુર્વિધ સંઘ છે. એમણે કરેલાં ધાર્મિક અને સામાજિક કાર્યો દ્વારા જિનશાસનમાં હંમેશાં એમનું નામ ગુંજતું રહ્યું છે.
ધાર્મિક ક્ષેત્રે જોઈએ તો જગપ્રસિદ્ધ નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થના અકલ્પનીય વિકાસ અને નિર્માણમાં એમનું ઘણું યોગદાન તે ઘોર અન્ય છે. ક્ષેત્રનાં અન્ય મંદિરો તથા ઉપાશ્રયભવનોનાં નવનિર્માણ એમને આભારી છે. અનેક ઐતિહાસિક સ્થાપત્યોનાં એમના જીર્ણોદ્ધાર તેમજ વિશાળ ધર્મશાળાઓના નિર્માણમાં એમનું મહત્તમ યોગદાન રહ્યું છે. શ્રી નાગેશ્વરથી શત્રુંજય મહાતીર્થના ઐતિહાસિક સંઘના સંઘપતિ પણ તેઓ રહી ચૂક્યા છે.
ક્ષેત્રના સામાજિક વિકાસમાં યોગદાન આપવામાં પણ દીપચંદભાઈએ પાછું વાળીને જોયું નથી. વિદ્યાલય અને ચિકિત્સાલય-ભવનોનાં નિર્માણ, નાના-મોટા પુલો, ડામરમાર્ગો વગેરેનું રાજકીય સરકાર દ્વારા નિર્માણ, પોતાના વિસ્તારની જનતાને મફત સારવારની સુવિધા પ્રાપ્ય બનાવવી, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય, બેરોજગારોને કામ, નાગેશ્વર ઉર્જેલમાં માર્કેટનિર્માણ વગેરે એમનાં ઉજ્વળ કાર્યોની બોલતી તસ્વીરો છે.
શ્રી દીપચંદભાઈ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ–પેઢી અને શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પબ્લિક ચેરિટી ટ્રસ્ટના સચિવ પદે સેવા આપે છે. માનવસેવા જ જેનું પરમ લક્ષ્ય છે એવા શ્રીમતી સીતાબાઈ દીપચંદ જૈન ચેરિટી ટ્રસ્ટના પણ તેઓ અધ્યક્ષ છે. તેઓ શ્રી જિનકુશલ ગુરુ, દાદાવાડીના ન્યાસધારી અને શ્રી મહાવીર વિદ્યાલય, આલોટના સંચાલકપદે પણ સેવા આપે છે.
શ્રી દીપચંદભાઈ શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ, ઝાલાવાડના સંયોજક છે. અને ભા.રે.કા.સો., રાતલામના સદસ્ય પણ છે. શ્રી સિદ્ધાચલ પટ્ટમંદિર, નાગેશ્વર વગેરે કેટલાંય ક્ષેત્રોમાં સંસ્થાપકરૂપે એમણે સક્રિય યોગદાન આપ્યું ચે.
સમાજ-સેવાક્ષેત્રે ઉલ્લેખનીય ભૂમિકા ભજવવા બદલ રાજસ્થાન સરકારે “ભામાશા સન્માન'થી એમને નવાજ્યા છે. સમાજસેવાનાં કાર્યો અર્થે કૃતજ્ઞતા દર્શાવવાના લઘુપ્રયાસરૂપે અ.ભા. જૈન શ્વેતામ્બર શ્રીસંઘ દ્વારા “દીપજ્યોતિ' અભિનંદન ગ્રંથ અર્પણ કરી એમને સમ્માનિત કરાયા છે.
ધાર્મિક ક્ષેત્રમાં અનેક સંઘો દ્વારા પ્રશસ્તિપત્ર અર્પણ કરી એમનું સમ્માન કરાયું છે.
જિનશાસનની અમૂલ્ય સેવાઓ બદલ સમગ્ર જૈન સમાજ તરફથી “ર્જનરત્ન' પદ પ્રદાન કરી એમનું સન્માન કરાયું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org