________________
શ્રી પૂનમચંદવિઠલદાસ (યશ કલગીધ)
દેશી પરિવાર
// શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમ: वलभीपुरना पनोता पुत्र, स्नेहस्निग्ध
શ્રી, સર્વધર્મ સમભાવી, અનુકંપાદાની, જીવધ્યાપ્રતિપાલક, દાનધર્મના અનુરાગ
श्रावडरत्न श्री हर्णराय पूनभयंघोशीनां ઇન્દ્રધનુની સત્કાર્યોની આછેરી ઝલક • મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયના શતાબ્દીમહોત્સવની ઉજવણીમાં મોટું યોગદાન આપીને ૯ દિવસીય મહોત્સવમાં શ્રી સંઘ સ્વામીવાત્સલ્ય, જૈન જૈનેતરનાં હજારો ઘરોમાં મીઠાઇનું બોક્સ તથા પાકિટ, શાળાનાં બાળકોને સ્કૂલબેગ, મિષ્ટ ભોજન અને વિવિધ જ્ઞાતિઓમાં ઉદાર સખાવતના લાભો લીધા. વલભીપુરમાં શેઠશ્રી પૂનમચંદ વિઠ્ઠલદાસ દોશી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવા સાથે શ્રી ગીજુભાઈ બધેકા સ્મારક બાલમંદિરની સ્થાપના કરાવવાનો લાભ લીધો. વલભીપુરમાં સાધુ-સાધ્વી વૈયાવચ્ચ, સાધર્મિક ભક્તિ તેમજ કાયમી શ્રી સંઘ સ્વામીવાત્સલ્યના લાભો લીધા. શ્રી વલભીપુર હૈ. મુ.પૂ.જૈન સંઘ સંચાલિત શેઠ શ્રી પૂનમચંદ વિઠ્ઠલદાસ દોશી પાંજરાપોળનું નિર્માણ કરીને અર્પણ કરવાનો લાભ લીધો. • વલભીપુરમાં ભવ્ય પ્રવેશદ્વાર બનાવીને ત્યાંની જનતાને અર્પણ કરવાનો લાભ લીધો. વલભીપુરની કેન્દ્રવર્તી શાળા નં.૧માં વોટરકૂલર, માનસ કન્યા -વિદ્યાલયમાં એક રૂમનું દાન, મોલમંદિરના કાર્યમાં સખાવત, સાર્વજનિક તબીબી સહાય, છાશ કેન્દ્ર, નિવાસસ્થાન પાસે ચબૂતરો, તેમજ ફૂલવાડી વિસ્તાર વૈજનાથ મંદિર માર્ગ પર ચબૂતરો, એબ્યુલન્સવાન, ઠક્કર બાપા કુમાર છાત્રાલયમાં પલંગવિતરણ, જરૂરિયાતમંદ ૧૦૦ પરિવારોને દર માસે જીવનોપયોગી ચીજોનું વિતરણ, રામદેવ મંદિર નિર્માણકાર્યમાં સખાવત, બહુચરાજી મંદિર, પાટીવાડામાં ઉદાર સખાવત, શ્રી મોરા દવે ગર્લ્સ સ્કૂલમાં બે રૂમ બાંધકામની સખાવત, દુષ્કાળ સમયે વતનમાં આવી મૂંગા પશુઓ માટે ઘાસચારા, પાણીની સગવડ માટે સંપૂર્ણ સહાય, રક્તદાન કેમ્પોનું આયોજન, મુસ્લિમ સમાજને દરગાહ બનાવવા આર્થિક સહાય, ઠેકઠેકાણે ચબૂતરા - પક્ષીગણ ઘર બનાવવાના અલભ્ય લાભો લીધા. • બોટાદ પાંજરાપોળના દેરાસર ઉપર નામ, શ્રી વાસુપૂજ્યસ્વામી | જિનાલય, સુરેન્દ્રનગરના પટાંગણમાં ‘પૂનમ પક્ષી ચણ ગૃહ'નું નિર્માણ શ્રી મણિભદ્રવીર તીર્થસ્થાન આગલોડમાં અતિથિગૃહમાં
સખાવત, ગોધરા ખાતે શ્રી ઘંટાકર્ણવીરની પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠાદિનનો કાયમી સ્વામીવાત્સલ્યનો આદેશ, ભાવનગર - આનંદનગરમાં શ્રી ઘંટાકર્ણવીરની પ્રતિષ્ઠા, અમદાવાદ નિર્મલનગરમાં શ્રી ઘંટાકર્ણવીરની પ્રતિષ્ઠાના લાભો લીધા. વિજાપુરમાં શ્રીમદ બુદ્ધિસાગરસૂરિ જૈન સમાધિમંદિરમાં પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજની શુભપ્રેરણાથી શ્રી પૂનમચંદ વિઠ્ઠલદાસ દોશી અતિથિગૃહ માટે મોટી રકમના અનુદાનનો લાભ લીધો. મહારાષ્ટ્રમાં લાતુરના ધરતીકંપ વખતે મુખ્ય પ્રધાન શ્રી શરદ પવારના હસ્તે રૂા.૧૧ લાખનો ચેક તેમજ કચ્છ ભૂજના ધરતીકંપ સમયે જોડિયા તાલુકામાં ટેનામેન્ટ તૈયાર કરી આપવાના લાભો
લીધા. • બોરીવલી યોગીનગર ઉપાશ્રય માટે ફાળો, દેવકીનગર ઉપાશ્રય માટે ફાળો, રોયલ કોપ્લેક્સમાં પાઠશાળા, આરાધના ભવન, શ્રી શાંતિનાથ જિનાલયની પ્રતિષ્ઠા જિનમંદિર નિર્માણમાં ફાળો, શંખપુર મહેસાણા જિલ્લામાં દેરાસર પાસે ગેટ બનાવવાના લાભો લીધા. મીરા રોડ - પ.પૂ. આ.ભ. શ્રીમદ યશોવર્મસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તપ, અત્તરવાયણાં, એકાસણાં, પારણાં સાથેનો આદેશ, જૈન વિદ્યાર્થીઓને ધો.૧૨ પછીના ઉચ્ચ અભ્યાસ માટેની સુવિધાયુક્ત હોસ્ટેલ, પૂનમ વિદ્યાલય, બનાવી. સમાજને અર્પણ, પી.વી. દોશી હોસ્પિટલ, પોલિયો કેમ્પનું આયોજન, જૈન દેરાસર અને ભૂમિદાન, સ્વામીનારાયણ મંદિર માટે ભૂમિદાન, વૈષ્ણવ સમાજને હવેલી માટે ભૂમિદાન, શ્રી આયપ્પા ટેમ્પલ માટે ભૂમિદાન, શ્રી દિગંબર જૈન ઉપાશ્રય માટે ભૂમિદાન, શ્રી બાલ ગોપાલ મિત્રમંડળને ભૂમિદાનના લાભો લીધા. • કાંદીવલી – દહાણુકરવાડી - ઉપાશ્રયમાં માતુશ્રી વિમળાબહેન
પૂનમચંદ દોશી વ્યાખ્યાન હોલનો લાભ લીધો. • શ્રી મહાવીરધામ (સીરસાડ)માં કાર્તિકી પૂનમે ભાતાનો કાયમી
આદેશ લીધો. • શ્રી ઉધ્વસગ્ગહર તીર્થમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ, શ્રી ચક્રેશ્વરી દેવી, શ્રી પાર્શ્વજિન યક્ષ-યક્ષિણી તથા અન્ય પ્રતિમાજીની
પ્રતિષ્ઠાનો લાભ લીધો. • શ્રી કુલપાકજી તીર્થ (હૈદ્રાબાદ)માં શ્રી અભિનંદનસ્વામી ભ. તથા
શ્રી ગૌતમસ્વામીજીની પ્રતિષ્ઠા અને અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાનનાં માતાપિતા બનવાના લાભો લીધા. ડોમ્બીવલી પાંડુરંગ વાડીમાં ઉપાશ્રયના ભૂમિદાતા તથા મદ્રાસ મુકામે જૈન ફેરના સ્પોન્સરનો લાભ લીધો:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org