________________
૮૧૨
પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ઇન્કમટેકસના કાયદા અંગે ગુજરાતીમાં સૌ પ્રથમ તેઓએ પુસ્તક બહાર પાડેલ.
તેઓશ્રી જીવદયાના હિમાયતી હતા. તેમણે સને ૧૯૪૮માં સરકારે રચેલ વાંદરાટોળીના કાર્યક્રમને નિષ્ક્રિય બનાવવામાં ફાળો આપેલ. તે જ અરસામાં અમદાવાદમાં ગૌવધ વિરોધની ચળવળમાં સક્રિય ભાગ લીધો. પશુ પ્રત્યે ઘાતકી– નિવારણ મંડળની કારોબારીમાં તેઓ વરસો સુધી સભ્ય હતા. પોતાની માતૃભૂમિ ચૂડામાં પશુદવાખાનું મોટું દાન આપી ચાલુ કર્યું, જે પશુદવાખાનામાં આજે વર્ષે પાંત્રીસસો (૩૫૦૦) મૂંગાં પ્રાણીઓ લાભ લે છે. ચૂડામાં પંખીઓ માટે ચબૂતરો કરાવેલ છે. તેઓનો નિયમ હતો કે દરરોજ સવારે ચબૂતરામાં આઠ શેર અનાજ નાખીને પછી જ દાતણ કરવું, જે તેઓના વારસદારોએ ચાલુ રાખેલ છે. ગરીબ પ્રત્યે તેમને અનહદ હમદર્દી હતી. ગરીબોને તેઓ હંમેશાં મદદ કરતા હતા.
સાબરમતીના પોતાના રહેવાના નિવાસસ્થાને દેરાસર બાંધી સવાતેર ફૂટની ઊંચાઈના શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરેલ છે. આબમાં શ્રી દેલવાડાનાં દેરાસરોમાં શ્રી મા વોર સ્વામીના દેરાસરમાં મૂળનાયકની જમણી અને ડાબી બાજુએ શ્રી આદીશ્વર પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુ તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુને બિરાજમાન કરેલ છે. તેઓ તા. ૧૯-૮-૬૯ના રોજ સવારે અચાનક સ્વર્ગવાસી થયા. શ્રી સાબરમતી રામનગરના શ્રીસંઘે તેમના ફોટાની માંગણી કરતાં શ્રી વર્ધમાનતપ આયંબિલ ખાતામાં તેમનો ફોટો વારસદારોએ મુકાવેલ છે. તેઓશ્રીના આત્માના કલ્યાણાર્થે વારસદારોએ ભાગીદારી યોજિત શ્રી પાલિતાણા મુકામે સં. ૨૦૨૯માં શ્રી ઉપધાનતપ કરાવેલ છે. પ્રભુ તેઓશ્રીના આત્માને શાશ્વત શાંતિ અર્પે.
ચતુર્વિધ સંઘ શાહ રતનશી જેઠાભાઈ જેમનો જન્મ મહારાષ્ટ્રના મસૂર જેવા નાના ગામમાં થયો તેમની કર્મભૂમી મુંબઈ તથા સાંગલી રહ્યા. મહારાષ્ટ્રના મહાનગર સાંગલીની હળદર, તેલીબિયાં, અનાજ, ખાંડ તથા ગોળ, તેલ ઇત્યાદિ વ્યાપારમાં પ્રસિદ્ધ વ્યાવસાયિક ગામથી . સફળતા મળતાં જ પોતાની પેઢી શાહ રતનશી ખીમજી એન્ડ કંપની-કાર્ય ખ્યાતિને દેશભરમાં ફેલાવી શક્યા છે અને સમર્થ આગેવાન, સમર્થ વ્યવસાયકાર તરીકે નામના મેળવી ગયા છે.
રતનશીભાઈ સાથે સાથે સાંગલીના સર્વાગ વિકાસ માટે પ્રયત્નશીલ રહ્યા છે. શૈક્ષણિક કાર્યમાં સાંગલીમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, લૉ કોલેજની સંચાલક સંસ્થા (ડાયરેક્ટર બોર્ડમાં) સર્વોદય વિદ્યાલય સાંગલી કારભારી સમિતિસ્તંભ તથા મહાજન એસોસિએશન લિ, સાંગલીના પ્રમુખપદે દિસ્થાયસેસ ઓઇલ સિસ એનજેન લિ. સાંગલીના ડાયરેકટરબોર્ડમાં, લબ્ધિ જૈન પાઠશાળાના અધ્યક્ષશ્રી પદે તથા કોઠારા (કચ્છ) સાર્વજનિક દવાખાનાના ટ્રસ્ટી તરીકે સેવા આપેલ છે. શ્રી પાર્શ્વનાથ જૈન દહેરાસર સાંગલીના અધ્યક્ષ તરીકે સેવા આપેલ છે. ગુજરાતી સેવા સમાજ સાંગલી (બાલમંદિરથી મેટ્રિક) સુધી મફત શિક્ષણ તથા (એસ. ડી. ટી. મહિલા મહાવિદ્યાલય ચલાવે છે.) તેના પંદર વર્ષ અધ્યક્ષ રહી ચૂક્યા છે. જગવલ્લભ પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર કુંભોજગિરિ તીર્થે અધ્યક્ષ તરીકે પંદર વર્ષ રહી ચૂક્યા છે. શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પૈકી અમદાવાદના અખિલ ભારતીય પ્રાદેશિક પ્રતિનિધિ તરીકે વીસ વર્ષ કામ કરેલ છે. ધાર્મિક સામાજિક કાર્યમાં પણ વડીલોનાં નામે ઉપાસિક ધાર્મિક કાર્યક્રમ માટે હૉલનાં નામ આપેલ છે. તે ઉપરાંત વાડી (મંગલ કાર્યાલય) માટે સારી એવી રકમ આપીને જેઠાભાઈવાડી સાકાર બનાવી છે.
શ્રી રતિલાલ મોનજીભાઈ ધર્માનુરાગી શ્રી રતિલાલભાઈનું જીવનકવન સ્વચ્છ અને નિરભ્રદર્પણ સમું જોવા મળે છે. મૂળ જામનગર તરફના અને તે પછી રાજકોટના વતની ગણાયા.
નાની ઉંમરથી જ સુવ્યવસ્થિત કાર્યપ્રણાલિકામાં માનનારા શ્રી રતિલાલભાઈએ જીવનની એકપણ ક્ષણ નકામી જવા દીધી નથી, હાથ ઉપર લીધેલું કામ ક્યારેય અધૂરું મૂક્યું નથી. તેમના વ્યક્તિત્વમાં સાત્ત્વિકતા, સમદર્શિતા અને નિમહીપણાનો સુભગ સમન્વય જોવા મળ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org