SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૨૮ અસાધ્ય માંદગીથી શેઠશ્રી મનસુખલાલ મોક્ષગતિ પામતાં સમગ્ર પરિવાર શોકમગ્ન બની કરુણ વિલાપ કરવા લાગ્યો. શ્રી ભાગવતી દીક્ષા અંગીકારની શુભભાવના :-—પોતાને જીવનમાં સંયમ ધર્મની પ્રાપ્તિ થાય નહીં ત્યાં સુધી ઘી– નો ત્યાગ કર્યો. હવે આ કુળદીપિકા ત્યાગને પંથે જવા તૈયાર થઈ છે. તેમ સમજી સમગ્ર પરિવારે અનુમતિ આપી તથા ચંદુબેનના પરિવારે પણ દીક્ષા માટે અનુમતિ આપી. શ્રી કચ્છ વાગડ દેશઉદ્ધારક વિરલ વિભૂતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં શ્રી હઠીભાઈની વાડી અમદાવાદમાં બંને સહેલીઓની શ્રી સંવત ૧૯૯૬ના અષાઢ સુદ-૭, ગુરુવારે ખૂબ જ ધામધૂમથી શ્રી અઠ્ઠાઈ મહોત્સવ કરી શ્રી જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ગં.સ્વ. શ્રી ચાંદુબહેનને સાધ્વીશ્રી ચતુરાશ્રીજીના સુશિષ્યા સાધ્વી શ્રી ચંદ્રોદયાશ્રીજી તરીકે તથા ગં.સ્વ. શ્રી વિજયાબાને સાધ્વી શ્રી ચંદ્રરેખાશ્રીજી નામ આપી વિધિ સંપન્ન થઈ. પ્રથમ ચાતુર્માસ ધર્મનગરી અમદાવાદમાં કરેલ. તેઓશ્રીનું એકાંતર પાન્સોહ આયંબિલનું શુભ પારણું ગારિયાધારમાં શ્રી સંવત ૨૦૨૪ના મહા સુદિ–૩ના રોજ વિશાળ જૈન-જૈનેતરોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવેલ. સાધ્વીશ્રી ચંદ્રરેખા મહારાજ સા.ને અમદાવાદ, વેરાવળ, પાલિતાણા, ગારિયાધાર, ભાવનગર, બોટાદ, ભૂજપુર, ભચાઉ, માંડવી, રાપર વ. ક્ષેત્રોમાં ચાતુર્માસ કરી પાવન કરેલ છે. શ્રી સંવત ૨૦૫૬ના વૈશાખમાં ગારિયાધારમાં શ્રી શાંતિનાથજી જૈન જિનાલયની ૧૬૦ મી સાલગીરી નિમિત્તે શ્રી કચ્છ વાગડ દેશ ઉદ્ધારક પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી, પ.પૂ. સાધ્વી શ્રી ચંદ્રરેખાશ્રીજી, પ.પૂ. સાધ્વીશ્રી લક્ષજ્ઞાશ્રીજી, શ્રી દિવ્યાશ્રીજી મ.સા. આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં શાહ દિયાળજી આણંદજીના સંપૂર્ણ આદેશથી શ્રી જૈનસંઘના સહયોગથી ત્રિદિવસીય મહોત્સવમાં શ્રી જૈનસંઘના ઇતિહાસમાં સૌ પ્રથમ જીવદયાની ટીપમાં અતિભારે આર્થિક યોગદાન તથા શ્રી જિનેશ્વર ભગવાનનાં ચરણોમાં ભારે સુવર્ણ દાન પ્રાપ્ત થયેલ. આ ધાર્મિક અનુષ્ઠાન અત્રેના શ્રી જૈનસંઘના સુવર્ણ અક્ષરથી અંકિત થયેલ છે. પ.પૂ. સાધ્વીશ્રી ચંદ્રરેખાશ્રીજી મહારાજ સાહેબ હાલ ૧૪૦ શિષ્યા-પ્રશિષ્યાઓના સાચા અર્થમાં માતૃત્સલ્યા ગુરુણી બની ૯૪ વર્ષની જૈફ વયે પાંસઠ વર્ષના સંયમી જીવનમાં પ્રવેશી એકદમ તંદુરસ્ત તબિયતમાં સૌરાષ્ટ્રમાં વેરાવળ બંદરમાં Jain Education International For Private ચતુર્વિધ સંઘ ચાતુર્માસ કરી વિહારમાં છે. સંકલન-રજૂઆત :—શાહ બિપિનચંદ્ર, શાંતિલાલ, રાયચંદભાઈ, ગારિયાધાર. શાસનસમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પૂજ્યો સરળસ્વભાવી પૂ.શ્રી પુષ્પાશ્રીજી મ.સા.નાં શિષ્યા પરમહિતસ્ત્રી પૂ.શ્રી દેવેન્દ્રશ્રીજી મ.સા.નાં શિષ્યા મધુરભાષી પૂ.શ્રી હર્ષપ્રભાશ્રીજી મ.સા.નાં શિષ્યા પૂ. સાધ્વીજી વિશ્વપ્રજ્ઞાશ્રીજી મ. (સંસારીપક્ષે ધીરુભાઈનાં ફઈબાની દીકરીબહેન) જેઓએ સં. ૨૦૨૩માં મહાવદ ૭ના પાલિતાણા નવ પૂ. આચાર્ય ભ.ની નિશ્રામાં દીક્ષા લઈ સુંદર સાધના કરી રહ્યા છે. બે અઠ્ઠાઈ, ક્ષીરસમુદ્ર, ૧૬ ઉપવાસ, વરસી તપ, નવપદની ઓળી, વર્ધમાન તપની ૨૯ ઓળી, ૨૪ ભગવાનનાં એકાસણાં વ. તપની આરાધના, ૬ શિષ્યા-૫ પ્રશિષ્યાઓને સંયમનું દાન આપેલ છે. શિષ્યા : પૂ.સા. કીર્તિપ્રજ્ઞાશ્રીજી, પૂ.સા. હિતપૂર્ણાશ્રીજી, પૂ.સા. યશપ્રજ્ઞાશ્રીજી, પૂ.સા. હંસપ્રશાશ્રીજી, પૂ.સા. તેજસ્પ્રશાશ્રીજી, તીર્થપ્રશાશ્રીજી તથા પ્રશિષ્યા : કુશલપ્રશાશ્રીજી, રમ્યધર્માશ્રીજી, સિદ્ધપ્રશાશ્રીજી, મૈત્રીપ્રજ્ઞાશ્રીજી અને નિસર્ગપ્રજ્ઞાશ્રીજી. પૂ. સાધ્વી કીર્તનપ્રજ્ઞાશ્રીજી મ. તથા પૂ.સા. સિદ્ઘપ્રશાશ્રીજી મ.સા. બન્ને ધીરુભાઈની સંસારીપક્ષે પુત્રીઓ છે. પૂ. કીર્તનપ્રશાશ્રીજીની દીક્ષા સં. ૨૦૩૨માં મહા વદ૮ના તળાજા થયેલી વરસી તપ, સિદ્ધિતપ, અષ્ટાપદ તપ, ધર્મચક્ર તપ, વીશસ્થાનક તપ, માસક્ષમણ, ૧૫ ઉપવાસ, ૯ ઉપવાસ, ૧૧ ઉપવાસ, અટ્ટાઈ, વર્ધમાનતપની ૪૮ ઓળી આદિ તપસ્યાની આરાધના કરેલ છે. પૂ.સા. સિદ્ધપ્રજ્ઞાશ્રીજીએ પણ અટ્ટાઈ, ૯ ઉપવાસ, વરસી તપ, વીશસ્થાનક તપ, વર્ધમાન તપની ૩૬ ઓળી કરેલ છે. પૂ.સા. રમ્યધર્માશ્રીજી જેઓ ધીરુભાઈના સંસારી પક્ષે બહેનની દીકરી છે. એમની દીક્ષા સં. ૨૦૪૬ મહા સુ. પના પાલિતાણા થયેલ છે. પૂ.સા. રમ્યધર્માશ્રીજી તથા પૂ.સા. સિદ્ધપ્રજ્ઞાશ્રીજી આ બંને પૂ.સા. કીર્તનપ્રજ્ઞાશ્રીજીનાં શિષ્યા છે. (૧) સાધ્વીજી વિશ્વપ્રજ્ઞાશ્રીજી મ.સા. : હાલ દીક્ષાપર્યાય-૩૮ વર્ષ, ધીરૂભાઈની ફઈબાની દીકરી, સંસારી નામ–વિમળાબહેન, પિતા–ગોપાળજીભાઈ, માતા-કુસુમબહેન (કસુંબાબહેન), ગામ–સોનગઢ, હાલ-કોલ્હાપુર, કુલ તપસ્યા Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy