SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ચતુર્વિધ શ્રીસંઘનો પાયો સ્વયં તીર્થંકર પરમાત્મા હોય છે ચોવીસ તીર્થંકરો શ્રી અમરચંદ્રસૂરિજીએ રચેલા ચરિત્રો : પ્રકાશક શ્રી જૈન આત્માનંદ સભા રજૂઆત : શ્રી દિવ્યકાંત સોત મોક્ષમાર્ગ બતાવી ભવ્ય જીવો પર ઉપકાર કરનારા શ્રી તીર્થકર ભગવાન Jain Education International ૫૧ તીર્થ એટલે પ્રવચન, તીર્થ એટલે સંઘ. આ પ્રવચન દ્વાદશાંગીને સ્થાપે છે. અથવા સંઘની સ્થાપના કરે તે તીર્થંકર કહેવાય. જગતમાં શ્રેષ્ઠતમ પદવીધારી કોઈ હોય તો તે છે તીર્થંકર. ત્રણેય લોકના તમામ જીવોને તારી દેવાની શુભ અને શુદ્ધ ભાવનામાંથી તે પ્રકર્ષ પદનો પ્રાદુર્ભાવ થાય છે. આમેય તીર્થંકરોનાં જીવદળ સામાન્ય જીવોનાં જીવદળ કરતાં અનોખાં હોવાથી પૂર્વભવમાં પણ તીર્થંકરોના જીવાત્માની લાક્ષણિકતા છલકાતી જોવા મળે છે અને તીર્થંકર પદવીના ચરમ ભવથી પૂર્વનો ત્રીજો ભવ તેમના માટે તીર્થંકર નામકર્મની નિકાચનાનો હોય છે. વીસ સ્થાનક પદમાંથી એક, બે યાવત્ બધાં પદની આરાધના દ્વારા તીર્થંકર નામકર્મ ઉપાર્જિત થાય છે. અને આગલા ત્રીજા ભવથી જ વિપાકોદય પૂર્વેનો પ્રદેશોદય પ્રારંભ થઈ જાય છે. છેલ્લા ભવમાં તો તેમના જીવાત્માને કૈવલ્યજ્ઞાન પ્રગટતાં જ તીર્થંકર કર્મનો વિપાકોદય પણ અનુભવગોચર થાય છે. તેથી જ વીતરાગી બનેલા તે તીર્થપતિઓ પોતાના પુણ્યાનુબંધી પુણ્યનો અઘાતી વિભાગ ભોગવવા એક કરોડ જેટલા દેવતાઓની સેવા પામે છે, સાથે ચાર અતિશય અને આઠ મહાપ્રાતિહાર્ય ઉદય પામે છે. તેમની મધુરી દેશનામાં પણ વાણીના પાંત્રીસ ગુણો ખીલે છે. આવશ્યક નિર્યુક્તિમાં પ્રત્યેક તીર્થંકર વિશે ૭૨ પ્રકારે માહિતી છે. સપ્તતિશત સ્થાનકમાં ૧૭૦ પ્રકારે માહિતી છે તે સિવાય ચોસઠ ઠાણાની પૂજા, પ્રવચન સારોદ્ધાર આદિમાં પણ તીર્થંકરના બોલ મળે છે. તીર્થંકર પરમાત્માના જીવનકવનની વાતો પણ કર્ણને પવિત્ર કરનારી હોય છે. તેમના જીવનમાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એમ પાંચ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy