SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ કરી રહેલા અને નૂતન હિન્દી સાહિત્યનું અવિરત સર્જન કરનારા પૂજ્ય ગણિવર્યશ્રી રત્નસેનવિજયજી મ.નાં ચરણોમાં ભાવભરી વંદના. દેહુરોડમાં સપરિવાર દીક્ષા-મહા સુદ ૬, સં. ૨૦૫૯. (૧) કેસરીમલ ખેમચંદજી મુ. કીર્તિરત્ન વિ. ગણિવર્યશ્રી રત્નસેનવિ. (૨) પ્રફુલ્લકુમાર કેસરીમલજી મુ. પ્રશાંતરન વિ. મુ. કીર્તિરત્ન વિ. (૩) ચંદાબહેન કેસરીમલ સા. સંયમલીનાશ્રીજી સા. નિર્મલરેખાશ્રી (૪) નિકિતાકુમારી સા. શ્રી મોક્ષલીનાશ્રીજી સા. ધૂપમલીનાશ્રીજી સૌજન્ય : સુરેન્દ્ર જે-૪૭ કોલભાટ લેન, મુંબઈ- ૨ પૂજ્ય પંન્યાસશ્રી રાજહંસવિજયજી મ.સા. મૂળ વતન તો ખેરાળુ પાસે લુણવા (મંડાલી), પણ રહેતા હતા મુંબઈ, બોરીવલીમાં ધાર્મિક સંસ્કારથી ધમધમતા દોલતનગરમાં. દેરાસુર અને ઉપાશ્રયની નજીકમાં જ પોતાનું ઘર. દેરાસર-ઉપાશ્રયમાં ગવાતા બોલાતા શબ્દો અનાયાસે પણ શ્રવણ ગોચર થયા કરે. પિતા ચંદુલાલભાઈ અને માતા મંજુલાબહેન શીલ, સંસ્કાર અને સગુણથી દીપતું કુટુંબ. તેમના ઘેર મંજુલાબહેનની કુક્ષિએ વિ.સં. ૨૦૧૮માં એમનો જન્મ. પોતાના ચાર ભાઈઓમાં તેમનો નંબર ત્રીજો. બાલ્યવયથી જ જીવનમાં પ્રબળ ધાર્મિક સંસ્કાર, સાધુ પાસે જવું, તેમની પાસે બેસવું. તેમની વાતો-ઉપદેશ સાંભળવો, તેમને ગોચરી વહોરવા લઈ જવું અને તેમની ભક્તિ કરવી આ બધું બહુ ગમે. દર્શન- પૂજા-સામાયિક-પ્રતિક્રમણ અને ધાર્મિક અભ્યાસ નિયમિત રીતે કરતાં તેમણે વ્યાવહારિક અભ્યાસ પણ મેટ્રિક સુધી કર્યો, પણ મન સંસારમાં માને નહીં. ઊંડે ઊંડે રહેલી સંયમની પ્રીતિ એમના આત્માને ઢંઢોળ્યા કરતી. દોલતનગરમાં પધારતા પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય, ઉપદેશ તો હતો જ પણ વિશેષ કરીને પૂજ્ય મુનિશ્રી પ્રદ્યુમ્ન વિજયજી મ. (હાલ આચાર્યશ્રી)ના સમાગમથી ભાવના વધુ દઢ બની. વિહારમાં પણ સાથે રહી ધાર્મિક અભ્યાસ સાથે સંયમની તાલીમ મેળવી. વિ.સં. ૨૦૩૪ના મહા સુદ-૨-ના પ્રબળ પુરુષાર્થ ફોરવી, સંયમ સ્વીકારી પૂ. મુનિશ્રી પ્રદ્યુમ્ન વિજયજી મ.ના શિષ્ય થયા. આ દીક્ષામાં સ્વ. પૂ. આચાર્યશ્રી વિજય ધર્મધુરંધરસૂરીશ્વરજી મ.શ્રીએ ખૂબ જ રસ લીધો હતો. સંયમની શુદ્ધ આરાધનાપૂર્વક ન્યાય-વ્યાકરણસાહિત્ય-આગમ નાદિનો અભ્યાસ કર્યો. પોતાના શિરચ્છત્ર ચતુર્વિધ સંઘ ત્રણ-ત્રણ વડીલ પૂજ્યોની છાયા-પ્રેરણા અને આશીર્વાદથી પોતાના જીવનનું સારું ઘડતર કર્યું. વયોવૃદ્ધ મુનિરાજશ્રી હીરવિજયજી મહારાજની નાદુરસ્ત તબિયતનાં વર્ષોમાં ખૂબ જ લાગણીપૂર્વક વર્ષો સુધી સેવા કરી હતી. વ્યાખ્યાનશક્તિ પણ અસરકારક છે અને બાળકોમાં ધાર્મિક સંસ્કારનાં સિંચન તથા અભ્યાસ કરાવવાની તીવ્ર ધગશ ધરાવે છે. તેમનાં માતુશ્રીએ પણ સંયમ સ્વીકારી સાધ્વીજી પઘલતાશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી મોક્ષલતાશ્રીજીના નામે ચાર વર્ષ સુંદર આરાધના કરી પોતાના આત્માનું કલ્યાણ કર્યું. જન્મ : સં. ૨૦૧૮ માગશર વદિ-૧૧, મુંબઈબોરીવલી-દોલતનગર. દીક્ષા : સં. ૨૦૩૪, મહા સુદિ-૨, અમદાવાદપાંજરાપોળ. કે ગણિ પદ : સં. ૨૦૫૫, માગસર સુદ-૧૦, આંબાવાડી–અમદાવાદ. * પંન્યાસ પદ : સં. ૨૦૫૯, વૈશાખ સુદિ-૬, કાંકરિયા-અમદાવાદ. * ગુરુ : પૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ. સંયમપર્યાયનાં ૨૫ વર્ષ ગુરુનિશ્રામાં રહી પૂર્ણપણે ગુરુને સમર્પિત બની રહ્યા. ગુરુઆજ્ઞા તહત્તિને જીવનમંત્ર બનાવી ગુરુભગવંતના સાહિત્યોપાસના વગેરે દરેક કાર્યોમાં સંપૂર્ણ સહાયક બન્યા. તેમના શિષ્ય મુનિ શ્રી મલયગિરિવિજયજી પણ ગુરુનાં પગલે-પગલે ગુરુનિશ્રામાં રહીને જ્ઞાન-દર્શન-ચારિત્રની સુંદર આરાધના કરે છે. સૌજન્ય : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરની પેઢી દોલતનગર બોરીવલી-મુંબઈ ૪000૬૬ પૂ. મુનિ શ્રી સોમસુંદરવિજયજી મ.સા. ૫.પૂ. મુનિ શ્રી સોમસુંદરવિજયજી મ.સા.નો જન્મ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ ગામે પિતા શ્રી કુબડિયા જ્ઞાતિના લીલાધરભાઈ તથા માતુશ્રી જાસુબહેનની કુક્ષિએ પુત્રરત્ન રૂપે વિ.સં. ૨૦૧૪ના પોષ સુદ-૧૫, ઈ.સ. ૧૯૫૮ના રોજ થયો. માતાપિતાએ સુરેશકુમાર નામ પાડ્યું વિ.સં. ૨૦૩૭ના વૈશાખ સુદ-૭, ઈ.સ. ૧૯૮૧ના શુભ દિને (ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગ-૯-૩૫) સાબરકાંઠાના ટીંટોઈ તીર્થમુહરિ–પાર્શ્વનાથ (જગચિંતામણિ સૂત્રમાં) મુકામે સંસારતારક દીક્ષાગુરુ પ.પૂ. મુનિ શ્રી મહાયશવિજયજી મ.સા. (હાલ આચાર્ય)ની નિશ્રામાં દીક્ષાદાતા પ.પૂ.આ. શ્રી વિજયદેવસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy