________________
::
'
' ::
નડીઆદનો સમગ્ર પરિવાર
સંયમયાત્રાએ...
રિક
'
.
.
એક જ ઘરનાં....એક નહિ...બે નહિ..પરંતુ પાંચ જણા એકી સાથે દીક્ષા અંગિકાર કરી લે ત્યારે ખરેખર એમ લાગે છે કે પિતા...માતા...મોટી દીકરી... નાની દીકરી....અને દીકરો આ બધા જ સંસાર અને રાજપાટ છોડીને જાણે રાજા ભરથરી જેમ જોગી થઈને નર્યા કષ્ટ અને ત્યાગના જંગમાં નીકળી ચૂક્યા છે...! ધર્મના પણ પરંપરાગત યા વ્યક્તિગત સંસ્કાર હોય છે...સંસારનો ત્યાગ કરવો સહેલો નથી. ઈશ્વરની જો દયા હોય તો જ આવી આકરી કસોટી સંભવી શકે...નડીઆદ શહેર આખું એક સમયે ધન્ય ધન્ય હતું. જૈન ધર્મની ધજાઓ ઉન્નત મસ્તકે હવામાં લહેરાઈ રહી હતી. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે કુશળ ઝવેરી બનીને એક તપસ્વી કુટુંબભૂમિમાં દટાયેલા પાંચ રત્નો પારખી પાડયા. એક જ પરિવારની પાંચ વ્યક્તિઓ ડાબી બાજુથી શ્રી કિરીટભાઈ, એમના ધર્મપત્ની શ્રીમતી નયનાબેન ‘ડાબી જમણી આંખ' જેવી પુત્રીઓ પારૂલ અને સેજલ તથા દુશ્મનને પણ વ્હાલો લાગે એવો દિકરો અભયકુમાર... નડીઆદના સંતરામ મંદિરના પ્રાંગણમાં ખીચોખીચ મુમુક્ષુઓથી ભરાયેલા ભવ્ય સમારંભમાં આ પરિવારે દીક્ષા અંગીકાર કરી ત્યારે હજારો પ્રેક્ષકોની આંખોમાં આંસુઓ ચમકી રહ્યાં હતાં...!
,
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org