________________
|શ્રી શાંતિનાથાય નમ: ||.
આંખોમાં ભક્તિનાં અંજન... સ્વભાવમાં સંસ્કારનાં ચંદન..
ઉરમાં વીરપ્રભુને વંદન... અનેરાં ગુણરત્નોનો ત્રિવેણીસંગમ... પરિવારજનોના મનમંદિરમાં ધર્મ-અક્ષતના સાથિયા પૂરનાર ધર્માનુરાગી શ્રેષ્ઠીવર્ય શ્રી ચંદુલાલ મગનલાલ સંઘવી (નડિયાદ નિવાસી) આદિ પરિવાર
| નડિયાદની ધર્મભૂમિ પર સમયાંતરે નરરત્નો અને સંઘરતનો નીપજ્યાં છે. આ પૂણ્યભૂમિ પરથી સંઘવી પરિવારની ત્રણ ત્રણ પેઢીએ અનંત કલ્યાણકારિણી ભાગવતી પ્રવજયના મંગલમય માર્ગે મહાભિનિષ્ક્રમણ કરીને અનેરો ઇતિહાસ સજર્યો છે.
પરિવારમાં બંધુબેલડી ચિમનલાલ અને ચંદુલાલને ઋણાનુબંધ પૂર્ણ થતાં બાલ્યવયમાં માતુશ્રીનો વિયોગ થયો. પિતાશ્રી મગનભાઈની માનસિક અસ્થિરતાના કારણવશ બંનેનો ઉછેર મોસાળમાં (નાયાડ ગામ, જિલ્લો આણંદ) થયો. ત્યાં ધાર્મિક
I વ્યાવહારિક શિક્ષણ પ્રાપ્ત કરીને ૧૫ વર્ષની વયે વડીલબંધુ ચિમનભાઈએ કાપી તીર્થમાં અને લઘુબંધુ ચંદુભાઈએ મુંબઈમાં કારકિર્દી શરૂ કરી.
સ, ૧૯૯૦ પર્યત મૂળજી જેઠા કાપડ માર્કેટમાં સર્વિસ કરીને ચંદુભાઈ ન્યાયનીતિથી વેપારીઓની ચાહના પ્રાપ્ત કરીને સ્થાયી થયા. આ વર્ષોમાં વડીલ બંધુએ નડિયાદને કર્મભૂમિ બનાવીને કરિયાણાની દુકાન કરી અને પગભર થયાં સં. ૧૯૯૫માં લધુબંધુને પોતાની પાસે તેડાવીને દુકાનની જવાબદારી સોંપી અને તેનાં લગ્નની જવાબદારી પૂર્ણ કરી, પણ તેઓ પોતે વૈરાગ્યવાસી હોવાથી લગ્નબંધનમાં ન પડતાં સાધુપણાના તીવ્ર અનુરાગી બન્યા. | ચંદુભાઈને ૩ પુત્રરત્નોની પ્રાપ્તિ થઈ અને વેપાર તથા વ્યવહારમાં સ્થિર થયા ત્યારે પોતાની કુટુંબ પ્રત્યેની ફરજ યથાર્થ રીતે પૂર્ણ થયેલી જાણીને સં. ૨૦૦૭માં પ.પૂ.આ ભશ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયમાં દીક્ષા અંગીકાર કરીને ચિમનભાઈ પ.પૂ. મુનિરાજશ્રી મણિપ્રભવિજયજી મ. તરીકે દીક્ષિત થયા અને તપસ્વી – નિર્દોષ સંયમજીવન વ્યતીત કરવા લાગ્યા.
આ બાજુ ચંદુલાલના કુટુંબમાં રાત્રિભોજન ત્યાગ, ઉકાળેલાં પાણી, હોટલ કે બજારુ ખાણી-પીણી ત્યાગ, ફ્રીજ, ટી.વી.નાં દુષણોથી દૂર ઇત્યાદિ ધર્મ સંસ્કારોથી વાસિત એવાં પરિવારજનો પૂજય દાદા મહારાજાને અવાર-નવાર વંદન કરવા જતાં. પૂજય પિતાશ્રી તેમજ પૂજય માતુશ્રી વયોવૃધ્ધ ઉંમરમાં જિનેશ્વર પરમાત્માના પૂજન, દર્શન તેમજ ચૈત્યવંદનથી વંચિત ન રહે તે હેતુથી નવસારી તપોવનના પ્રતિષ્ઠામહોત્સવમાં પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે અંજન કરલ, ૧૬મા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનનું ગૃહમંદિર સુપુત્રોએ તૈયાર કરાવ્યું. ઘર દેરાસરમાં પ્રતિમાજી પધરાવ્યાં અને તીવ્ર ધર્માનુરાગપૂર્વક નિત્ય સેવા-પૂજા, સમૂહ આરતી જયણાનું પાલન, જિનાજ્ઞાનું પાલન, પૂજય સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ આવો દરેકનો નિત્યક્રમ બની ગયો.
પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. તેમજ પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજયભુવનભાનૂસૂરીશ્વરજી મ.સા.ના પરિચય અને સદુપદેશથી-પૂજયશ્રીઓની પ્રેરણામયી વૈરાગ્ય વાણીના બળે પ.પૂ. મુનિરાજ શ્રી મણિપ્રવિજય મ.સા. (દાદા મહારાજ)ના શિષ્યરત્ન તરીકે ચંદુલાલના ત્રીજા નંબરના સુપુત્ર બિપિનભાઈ (બી. કોમ.) સંસારી સગાઈ (એગેજમેન્ટ) તોડીને સં. ૨૦૧૯માં દીક્ષિત થઈ પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વરબોધિસૂરીશ્વરજી મ.સાહેબ તરીકે વર્તમાને પ.પૂ. આ.ભ. શ્રીમદ વિજયપ્રેમસૂરીશ્વજી મ.સા.ના સમુદાયમાં વિચરીને શાસનની પ્રભાવના કરી રહ્યા છે.
સં. ૨૦૧૩માં અમલનેર મુકામે છવ્વીસ સામુહીક દીક્ષાના પ્રસંગે ચંદુલાલના જયેષ્ઠ પુત્ર કિરીટભાઈના પ્રથમ પુત્રરત્ન કુમારપાળ તથા સુપુત્રી દિવ્યાબહેન (ફોઈ-ભત્રીજા) બંને મુક્તિમાબ પ્રદાન કરનારી દીક્ષા ગ્રહણ કરીને અનુક્રમે પ.પૂ.પંન્યાસ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org