________________
તવારીખની તેજછાયા
૫૦૧ ઘરની સામે શ્રાવિકાનો ઉપાશ્રય હતો. કમળાબહેનને સામાયિક કર્યા વગર ચેન પડે નહીં. ઉપાશ્રયમાં જ ઘોડિયું રાખેલું. કમળાબાનું સામાયિક ચાલતું હોય અને ઘોડિયામાં છોકરું રડે તે વખતે ઉપાશ્રયમાં જતી-આવતી બહેનો બાળકને હીંચકો નાખે અને આમ કમળાબાનું સામાયિક થતું. ઉપાશ્રયના શુદ્ધ પરમાણુથી પોષાયેલા આ દીકરાઓ ભવિષ્યકાળના શાસનધોરી બન્યા.
સમય વીતતો જાય છે. અમદાવાદમાં પ.પૂ. બાપજી મહારાજની નિશ્રામાં ઉપધાન તપમાં જોડાયાં. ઉપધાનમાં તબિયત ઘણી લથડી ગઈ. ડબલ ન્યુમોનિયામાં સપડાયાં. બે-ચાર નીવી તો ફક્ત મગનું પાણી વાપરીને કરી. શરીર વઘારે અશક્ત થતું ગયું. ડૉકટરોએ અને પૂજ્ય મહારાજશ્રીએ પૌષધ પરાવવાની વાત કરી, પણ મક્કમ મનનાં કમળાબા એકના બે થયાં નહીં. છઠ્ઠની સાતમ કોઈ કરનાર નથી, પૌષધ પારીને ઘેર જઈશ પણ જો આયુષ્ય પૂરું થયું હશે તો ત્યાં પણ મરવું તો પડશે જ. એના કરતાં વિરતિમાં રહીને મૃત્યુને આવકારવું શું ખોટું? વિરતિમાં જઈશ તો મારા નામે “જય જય નંદા, જય જય ભદ્રા'નો નાદ ગવાશે, મૃત્યુ મહોત્સવ બનશે. એની મક્કમતાને સહુ વંદી રહ્યાં અને ઉપધાન તપ ચડતા પરિણામે પૂર્ણ કર્યા.
સંસારી જીવનમાં પણ વયોવૃદ્ધ સાસુ-સસરાની સેવા-ચાકરી સંપૂર્ણ આદરભાવથી કરતાં અને રોજ નિર્ધામણા કરાવી સમાધિ આપતાં. સાસુ-સસરાની સેવા કરી અંતરના આશીર્વાદ મેળવ્યા.
એમના ભલાભોળા સ્વભાવ અને સદાચારની સુવાસ એવી ફેલાઈ હતી કે આજુબાજુમાં રહેતી બહેનો પોતાની બચતની રકમ કમળાબાને સાચવવા આપી જતી. ઘરના અને બહારના વ્યવહારમાં કમળાબાની વાતનું વજન પડતું. એના બોલનો તોલ થતો.
હૉસ્પિટલના બિછાનેથી પણ કમળાબા પોતાના દીકરાઓને સ્તવન અને સઝાય શીખવતાં. અત્યારે સંઘવી કુળમાં જે સ્તવનો અને સઝાયોનો વારસો ઊતરી આવ્યો છે તે કમળાબાની દેણ છે.
બધી જ વાતનું સુખ છે, પણ એક વાતે ચેન નથી. એનું મન બેચેન છે. પોતે સંયમ લઈ શક્યાં નહીં એનું એમના હૈયે ભારે દુઃખ છે. “હું તો હવે સંયમ લઈ શકવાની નથી, પરંતુ મારા છ સંતાનોમાંથી એકાદને પણ હું સાધુવેશમાં જોઉં તો જીવતર ધન્ય બની જશે; મારું જીવવું લેખે લાગશે.”
જોગાનુજોગ, પોતાના પાંચમા દીકરા શ્રી સુરવિદચંદ (હાલના પૂ. આ. શ્રી વિ. ચંદ્રોદયસૂરીવશ્વરજી)ને સોળ વરસની ભરયુવાનવયે સંયમ પંથે જવાના કોડ જાગ્યા. મા તો રાજી રાજી થઈ ગયાં, પણ રાજકુંવર જેવા દીકરાને ઘરનાં સૌ દીક્ષાની રજા કેમ આપે? પરંતુ પૂર્વભવમાં જબરદસ્ત આરાધના કરીને આવેલો એ દીકરો એકનો બે થતો નથી.
જ્યોતિષીઓનું માર્ગદર્શન લેવાનું નક્કી થયું. મોટા જ્યોતિષીઓને તેડાવ્યા. કુટુંબ આખું ભેગું થયું છે. એક બાજુ મા અને એનો દીક્ષાર્થી દીકરો છે. બીજી બાજુ આખું કુટુંબ છે. જ્યોતિષીઓનું એકએક વચન લાખેણું ગણાવાનું હતું. જ્યોતિષીઓનાં કથનથી દીક્ષાની ગતવિધિ નક્કી થવાની હતી.
જ્યોતિષીઓએ ભવિષ્ય ભાખ્યું કે આ છોકરાના નસીબમાં દીક્ષા નથી, તેમ છતાં પણ જો એ દીક્ષા લેશે તો દસ વરસમાં સંસારમાં પાછો આવી જશે. વળી, આ વર્ષ તો વિ. સં. ૨૦૦૦ની સાલનું છે એટલે કે ત્રણ મીંડાનું વરસ છે. દીક્ષા લેશે તો મીડું વાળી દેશે.
ઘરવાળાને તો આવો જ જવાબ જોઈતો હતો. હવે તો કમળાબા સમજી જશે અને દીક્ષાની વાત પર પૂર્ણવિરામ મૂકાઈ જશે, પણ શાસન અને ધર્મ જેની રગેરગમાં વ્યાપેલાં હતાં તેવાં કમળાબા આટલી વાતથી ઢીલા શું કામ પડે? એણે તો જવાબ આપ્યો, “મારો દીકરો દસ વરસે પાછો આવશે ત્યાં સુધી તો દીક્ષા પાળશે ને? એક દિવસનું પણ ચારિત્ર અને સાધુવેશ ક્યાં છે? મારા સંસ્કાર પામેલો દીકરો પાછો આવશે જ નહીં અને છતાં કર્મવશ કદાચ આવશે તો મારો ખોળો મોટો છે. મારા પાછા ફરેલા દીકરાને મારા ખોળામાં સમાવી લઈશ.”
કમળાબાની મક્કમતા પર સહુ ઓવારી ગયાં અને મનોમન એમની ભાવનાને વંદી રહ્યાં અને સોળ વરસના સુરવિંદચંદને કુટુંબીજનોએ ભારે હૈયે દીક્ષાની રજા આપી.
વરસીદાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો. કમળાબાને ૧૦૨ ડિગ્રી તાવ હતો. શરીરમાં તાપ ધખે છે, મનમાં હોંશની ધૂણી ધખે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org