________________
તવારીખની તેજછાયા
જાણવામાં આવ્યું. જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક પોતાના જ્ઞાનરૂપી પ્રકાશથી સમસ્ત વિશ્વના અજ્ઞાનરૂપી અંધકારને હટાવશે. ચંદ્ર જેવી શીતળતા અને પુષ્પ જેવી સુગંધ ફેલાવનાર સમસ્ત સંસા૨ને સુવાસિત કરી જશે. પૂર્ણિમાના ચંદ્રની જેમ તેજસ્વી આ બાળકનું નામ તેના પરિવારજનોએ પૂનમચંદ રાખ્યું. બાળપણથી જ પૂનમચંદ મેઘાવી અને ખંતિલા હતા. માતા-પિતા દ્વારા પ્રાપ્ત ધાર્મિક સંસ્કારોથી જીવનમાં વૈરાગ્યના રંગે રંગાયા. કર્ણાટકના બીજાપુર શહેરમાં વિશાળ વેપાર હોવા છતાં પણ આપનું મન વિતરાગી બની ગુરુ−દેવની સાધનામાં રત રહ્યું. પૂ. આચાર્યદેવશ્રી ભૂપેન્દ્રસૂરિજી મ.સા.ની દિવ્યવાણીનું શ્રવણ કરી સંસારમાંથી મુક્ત થઈ ચારિત્રગ્રહણ કરવાની ભાવના પ્રબળ બનાવી અને ધીરે ધીરે સંસારની અસારતાથી વૈરાગ્યવૃત્તિ વધતી ગઈ. પોતાની વૃત્તિ-ઇચ્છાથી માતા-પિતાને અવગત કરી તેમની આજ્ઞા પ્રાપ્ત કરી. વિ.સં. ૧૯૯૮ના અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે પૂજ્ય તપસ્વી મુનિ પ્રવર શ્રી હર્ષાવિજયશ્રી મ.સા.નાં કરકમળો દ્વારા ભીનમાલ નગરમાં ભવ્ય સમારોહ વચ્ચે દીક્ષા પ્રાપ્ત કરી. દિક્ષિત થતાં આપે નામ પૂ. મુનિશ્રી હેમેન્દ્રવિજયજી ધારણ કર્યું. ૧૫ વર્ષની અવિરત સેવા આપના ગુરુ શ્રી હર્ષવિજયજીની કરી, આપે ગુરુશ્રી હર્ષવિજયશ્રીના દેવલોક ગમન બાદ ક્રમશઃ પૂ. આચાર્ય શ્રી યતીન્દ્ર સૂરીશ્વરજી મ. તથા પૂ. કવિરત્ન આચાર્યશ્રી વિદ્યાચન્દ્રસૂરિજીના સાન્નિધ્યમાં અધ્યયન કરી વિદ્વત્તા પ્રાપ્ત કરી. ગ્રંથો, આગમો તથા જ્યોતિષ જેવા અનેક વિષયોમાં આપ પારંગત થયા. પૂ. આચાર્યશ્રી વિદ્યાચંદ્ર સૂરિજી મ.સા.ની ૨૫ વર્ષ સુધી સન્નિષ્ઠ સેવા કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. પૂ. આચાર્યશ્રી વિદ્યાચન્દ્રસૂરિજીએ પોતાના અંતિમ સમયમાં આપને પાસે બોલાવી સમસ્ત મુનિમંડળ સમક્ષ આ ગચ્છ સંભાળવાની આપને વાત કરી હતી અને એ ફળીભૂત થઈ. વિ.સં. ૨૦૪૭ માઘ સુદ નવમને પવિત્ર દિવસે મુનિમંડળ અને ત્રિસ્તુતિક સંઘે મળી પારગાદી નગર આહોરમાં ભવ્યાતિભવ્ય આયોજનપૂર્વક પંચપરમેષ્ઠીમાં તૃતીય આચાર્ય પદ પર આપને પદાસીન કર્યા અને સમસ્ત ત્રિસ્તુતિક ગચ્છના ગૌરવરૂપે આપ ગચ્છાધિપતિ પદ પર પણ અલંકૃત થયા.
આચાર્યશ્રી હેમેન્દ્રસૂરિજી મ.સા. બની આપે અહર્નિશ ગામો-શહેરોમાં પરિભ્રમણ કરી જિનશાસનની પતાકા લહેરાવતાં પ્રાણીમાત્રના કલ્યાણની ભાવના સાથે સમાજ અને રાષ્ટ્રને આપની દિવ્યવાણીના ઓજ દ્વારા લાભાન્વિત કરવાનું યશસ્વી કાર્ય કર્યું. જિનશાસનના આવા ઉચ્ચાસન પર બિરાજમાન હોવા છતાં પણ આપ નિરભિમાની, સૌમ્ય, ચંદ્રસમાન શીતળ
Jain Education International
૫૩૧
બની રહ્યા. દરેકનું મન જીતી લેનાર આપ દિવ્ય વિભૂતિ બની રહ્યા. આચાર્ય પદ ધારણ કર્યા બાદ સંપૂર્ણ જૈન સમાજના આત્મિક ઉત્થાન હેતુ સજાગ રહી આપે ગામેગામ ભ્રમણ કરી અનેક પ્રભાવી કાર્યો આપના વરહસ્તે કર્યા. આપના જીવનમાં આપે અનેક અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉદ્યાપન, છ'રીપાલક સંઘ, ઐતિહાસિક ચાતુર્માસ તથા ૫૦થી પણ વધુ આત્માઓને દીક્ષા આપી તેઓને મોક્ષમાર્ગના પથિક બનવામાં રાહબર બની રહ્યા.
આપે અનેક ચાતુર્માસમાં ભીનમાલ નિવાસી શા. સુમેરમલજી હંજારીમલજી લૂક્કડ દ્વારા ૧૦૦૦ આરાધકોની સાથે પાલિતાણામાં ભવ્ય ચાતુર્માસ અને શ્રી સાંકળચંદ્રજી ચુન્નીલાલજી તાંતેડ દ્વારા શંખેશ્વર તીર્થમાં ચાતુર્માસ ગણમાન્ય બની રહ્યા છે. આજ આપ આપની ઉંમરના ૮૭મા વર્ષના પગથિયા પર પણ ઉભા રહી સામાજિક ચિંતન, શાસનની પ્રભાવોત્પાદકતા તથા સમાજની એકતા પ્રત્યે પ્રત્યેક પળે સજાગ રહો છો. આવા મહાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ, રાષ્ટ્રસંત શિરોમણિ, ચમત્કારી,કલ્યાણકારી, વચનસિદ્ધ મહાપુરુષ આચાર્યદેવ શ્રી મહામહિમ હેમેન્દ્ર સૂરીશ્વરજી મ.સા.ના પદ પર ૨૧ વર્ષ પૂર્ણાહુતિ અને ૨૨માં પાટોત્સવ પર પરમાત્મા પાસે તેમજ ગુરુદેવશ્રી મહામહિમ રાજેન્દ્ર સૂરીશ્વરજી મ.સા. પાસે સમસ્ત સંઘની ભાવભરી આ પ્રાર્થના છે કે પૂજ્ય આચાર્યશ્રીને શાસનપ્રભાવનાનાં કાર્યો કરવાની દિવ્યશક્તિ પ્રદાન કરે. પૂજ્ય આચાર્યશ્રી દીર્ધાયુ હજો......ચિરાયુષ્ય હજો.....શતાયુ હજો.....અને જીવનપર્યંત સમસ્ત શ્રી સંઘ પર આપની અમૃત દૃષ્ટિ અને આશિષ પળે પળે વરસતા રહો....
સૌજન્ય : શ્રી આદિનાથ-રાજેન્દ્ર જૈન શ્વે. પેઢી મોહનખેડા તીર્થ કલ્યાણમિત્ર બનીને અનેકને આનંદની લખલૂટ લહાણી કરી જાણનારા
પ.પૂ. આ.શ્રીમદ્ વિજયમિત્રાનંદસૂરિજી મ. – લે. પૂ.આ. શ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરિજી મ. તનમાં ઉગ્ર વ્યાધિ હોય છતાં મન સંપૂર્ણ સમાધિમગ્ન જોવા મળ્યું હોય, જીવનમાં જાણે વ્યાધિ અને સમાધિ વચ્ચે સ્પર્ધાત્મક હોડ-દોડ મચી હોય અને આમાં વ્યાધિને પાછળ મૂકીને વિજેતા તરીકે સમાધિ આગળ વધી જતી જોવા મળતી હોય, તો ચોક્કસ અનુમાન કરી લેવું જ રહ્યું કે, આવા જીવનના સ્વામી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજા જ હોવા જોઈએ! કલ્યાણ-મિત્ર બનીને અનેકને
For Private & Personal Use Only
www.jainelibrary.org