________________
તવારીખની તેજછાયા
વાત જ શીખ્યા હતા. વ્યાખ્યાનનો જરા પણ અનુભવ ન હતો. આથી ગુરુદેવને કહ્યું, સાહેબજી! મને કાંઈ આવડતું નથી.' ગુરુદેવે કહ્યું, ‘તું વર્ધમાનદેશના અને ગૌતમપૃચ્છા કેવી કડકડાટ વાંચે છે! બસ. એક ચરિત્રની પ્રત લઈને બેસી જવાનું. પહેલાં મારી પાસે વાંચવાનું અને પછી વ્યાખ્યાનસભામાં.’ પૂજ્યશ્રીએ વિનયથી આટલો જ ઉત્તર આપ્યો, ‘જી.’ તે દિવસથી સંસ્કૃત ચરિત્રના ગુર્જર અનુવાદથી જે પ્રવચનધારા ચાલુ થઈ તે ગુરુદેવના આશીર્વાદપૂર્વક દીક્ષિતજીવનનાં ૫૪ વર્ષ સુધી અખંડ વહેતી રહી! તેઓશ્રી સરળ, રોચક અને અસરકારક વ્યાખ્યાન આપતાં. કલાકો સુધી તેઓશ્રી સામે બેસી, જાહ્નવીનાં ખળખળ વહેતાં નીર સમી પ્રાસાદિક વાણી સાંભળવી એ જીવનનો લહાવો હતો! પોતાના ભિન્ન ભિન્ન અનુભવો વાર્તાલાપોમાં સરળ ઢબે ગૂંથી લેતા. નિત્યનું સંગાથી સ્મિત તેમાં વધુ રસાળતા ઊભી કરતું. પૂજ્યશ્રીની બહુશ્રુતતા શ્રોતામાં ચમત્કાર જગવતી અને શ્રોતા અહોભાવથી વ્યાખ્યાનમાં તરબતર બની જતો.
તેઓશ્રીનું શિલ્પશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિષેનું જ્ઞાન વારી જવાય એવું હતું અને આયોજનશક્તિ પણ અદ્ભુત હતી. પ્રચંડ પ્રતિભા અને અસાધારણ મેધાના સ્વામી પૂજ્યશ્રીને સં. ૨૦૦૬માં પૂજ્યપાદ ગુરુદેવે પંન્યાસપદે આરૂઢ કર્યા અને સં. ૨૦૧૦ના મહા સુદ ૧ને શુભ દિવસે મહેસાણામાં આચાર્યપદથી અલંકૃત કર્યા. ત્યારથી પૂજ્યશ્રી આચાર્યપ્રવર શ્રી વિજયકારસૂરીશ્વરજી મહારાજ નામે સુખ્યાત બન્યા. પૂ. ગુરુદેવની વૃદ્ધાસ્થાને લીધે તેઓશ્રીની વિહારયાત્રા સીમિત ક્ષેત્રમાં ચાલી. શાસ્ત્રીય પરિભાષા વાપરીએ તો, પૂજ્યશ્રીએ એક મજાનો પ્રદેશ ક્ષેત્રાવગાહના રૂપમાં સ્વીકાર્યો હતો. ડીસા-વાવના એ વિસ્તારમાં પૂજ્યશ્રીની વિહારયાત્રાએ ત્યાંનાં લોકોમાં અપૂર્વ ધર્મજાગૃતિ આણી. ઠેકઠેકાણે નૂતન જિનાલયો અને ઉપાશ્રયો થયાં. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનુષ્ઠાન કરાવવા માટે ભક્તોની હોડ મચી રહેતી. ગુરુકૃપા અને સ્વકીય સામર્થ્યને લીધે તેઓશ્રીની પ્રભાવકતા ખૂબ જ ખીલી ઊઠેલી. છ’રિપાલિત સંઘો, ઉપધાનો, પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ, દીક્ષાઓ ઇત્યાદિ સતત પૂજ્યશ્રીની નિશ્રામાં ચાલ્યા જ કરતાં. જૈનેતરો પણ પૂજ્યશ્રીનાં પ્રેરક પ્રવચનો સાંભળી પ્રસન્ન થતા, અને નિયમો ગ્રહણ કરતા. પૂજ્યશ્રીને બાળકો ખૂબ જ પ્રિય હતાં. તેમને બાળકોથી ઘેરાયેલા જોવા એ લહાવો હતો. આમ, અનેક વિરલ સદ્ગુણોના સંગમ સમા પૂજ્યશ્રી એક લબ્ધપ્રતિષ્ઠ આચાર્ય હતા. પરસ્પર વિરોધી ગણાતા ભાવો પણ પૂજ્યશ્રીના વ્યક્તિત્વમાં ઓતપ્રોત થઈ રહેતા. પુષ્પની કોમળતાની સાથે સાથે વજની કઠોરતા પણ
Jain Education International
For Private
૫૨૫
પૂજ્યશ્રીમાં હતી. અગ્નિની ઉષ્ણતા સાથે હિમ સમાન શીતળતા પણ હતી. તેઓશ્રીના જીવનમાં તપ અને ત્યાગ, સંયમ અને સિદ્ધાંતનાં રહસ્યો તાણાવાણાની જેમ વણાઈ ગયાં હતાં. પૂજ્યશ્રીનાં ૫૪ વર્ષના સંયમજીવનના સુવર્ણકાળમાં, તેમની નિશ્રામાં, અનેક યશોદાયી સ્વપર કલ્યાણકાર્યો થયાં, તેની યાદી ભલભલાને સાનંદાશ્ચર્ય જન્માવે તેવી છે! તેમાં સં. ૨૦૪૪ના ચૈત્ર-વૈશાખ માસમાં અમદાવાદમાં ભરાયેલું શ્રમણસંમેલન જેના માધ્યમ દ્વારા કરેલ સંઘ-એકતાનું કાર્ય તેઓશ્રીના યશસ્વી જીવનનું સોનેરી શિખર બની રહ્યું!
સં. ૨૦૪૪ના વૈશાખ સુદ પાંચમના દિવસે બ્લડપ્રેશરને લીધે, લાંબા સમયની અસ્વસ્થતાને કારણે મંદતાનો અનુભવ કરતા હતા. કાઉસગ્ગ ધ્યાનમાં જ પૂજ્યશ્રી રાત્રિના ૯=૦૦ કલાકે કાળધર્મ પામ્યા. અનેક સંઘો અને અનેક મહાન પુરુષોએ પૂજ્યશ્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું છે કે, તેઓશ્રી સંઘશ્રમણના અજોડ નેતા હતા, વાત્સલ્યનો ધોધ વહાવનારા માયાળુ ગુરુદેવ હતા. એવા સમર્થ સૂરિવરને કોટિ કોટિ વંદન! (‘જૈન” પત્રના શ્રદ્ધાંજલિ વિશેષાંકમાંથી સાભાર.)
સૌજન્ય : ઓમકારસૂરિ આરાધનાભવન, સુરત શાસનની શાન વધારનાર
પૂ. આચાર્યશ્રી વિજયરાજેન્દ્રસૂરિજી મ. પુણ્યભૂમિ ગુજરાતની એક ધર્મપુરી રાધનપુર છે. ચારિત્રનાયકશ્રીની એ જન્મભૂમિ. માતા જીવીબાઈની કુક્ષીએ સં. ૧૯૭૦ના ફાગણ વદ ૧૧ને શુભ દિને એક પુત્રરત્નનો જન્મ થયો. પિતા હરગોવનદાસને આથી ઘણો હરખ થયો. બાળકને નામ આપ્યું રતિલાલ. માતાપિતાએ બાળકને શિક્ષણ અને સંસ્કારથી સુશોભિત કર્યો. રતિલાલ યુવાન વયે (ડહેલાવાળા) પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યશ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના સમાગમમાં આવતાં વૈરાગ્યના રંગે રંગાયા. સંસારમાં મોહમગ્ન કુટુંબની અનુમતિ સહેલાઈથી મળે તેમ નહોતી. રતિલાલની ઉંમર તે સમયે ૨૨ વર્ષની હતી. તે પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. છેવટે સં. ૧૯૯૨માં માગશર સુદ ૬ને દિવસે મહોત્સવપૂર્વક શ્રી સિદ્ધગિરિની પવિત્ર ભૂમિમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ગુરુજીએ તેમનું નામ પાડ્યું મુનિશ્રી રાજેન્દ્રવિજયજી.
Personal Use Only
www.jainelibrary.org