________________
૪૯૯
તવારીખની તેજછાયા પૂ. આ. શ્રી વિજયનવીનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂજ્યશ્રીને આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી પૂ. આચાર્યશ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ વિવિધ શાસનપ્રભાવના દ્વારા લાખો ભાવિકોનાં હૃદયે સ્થાન પામી ચૂક્યા છે. તેઓશ્રી પર ગુરુકૃપાની અમીધારા અહોનિશ વરસતી રહે છે, જેને લીધે પૂજયશ્રી ભરૂચ તીર્થોદ્ધારનું કાર્ય સફળતાથી પૂર્ણ કરી શક્યા છે. સં. ૨૦૪૩ના આસો માસથી સં. ૨૦૪૫ના આસો સુદ ૧ સુધીમાં પાંચ પાંચ પીઠિકા તપ પૂર્ણ કરેલ છે. આટલી નાની વયે પંચ સૂરિમંત્ર પીઠિકાના સાધક તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરનાર કદાચ તેઓશ્રી પહેલા સૂરિવર હશે! એવા એ મહાન તપસ્વીને કોટિ કોટિ વંદના!
સૌજન્ય : શ્રી સીકદ્રાબાદ ગુજરાતી જૈન છે. મૂ. પૂ. સંઘ એમ. જી. રોડ, સીન્દ્રાબાદ-૫00008 મધુર વક્તા, શાસનપ્રભાવક, જાપ-ધ્યાનનિષ્ઠ આચાર્ય શ્રી ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી મ.સા.
મધુર વક્તા, શાસનપ્રભાવક પૂ. આચાર્ય શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મહારાજ ખરેખર જિનશાસનના એક તપસ્વી સાધુપુરુષ છે, જેઓ વિ.સં. ૨૦૧૩ના મહાસુદ-૧૩ ગુરુવાર, તા. ૨૦-૨-૧૯૯૭ના શુભ દિવસે જૈનશાસનના સર્વોચ્ચ ગણાતા સૂરિ પદથી સમલંકૃત” બન્યા છે, અને જિનશાસનને વધુ એક ધર્મપ્રભાવક આચાર્યદેવની અણમોલ ભેટ પ્રાપ્ત થઈ છે.
તે સમયના સાગરગચ્છાધિપતિ અને સુવિશુદ્ધ સંયમમૂર્તિ દાદા ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજની વરદ કૃપાને વરેલા અને તેઓશ્રીના જ શિષ્યરત્ન સંગઠ્ઠનપ્રેમી પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મ. સાગર સમુદાયના શણગારરૂપ છે અને પ્રસિદ્ધ એવા પ્રવચનકાર છે.
ધર્મભૂમિ ગુજરાતની પ્રસિદ્ધ તીર્થભૂમિ શંખેશ્વરની પાસે આવેલું આદરિયાણા ગામ પૂજ્યશ્રીનું જન્મસ્થળ. પૂનમચંદ તલકશીભાઈ એ પિતાનું નામ અને પુષ્પાબહેન એ ધર્મિષ્ઠ માતાનું નામ. વિ.સં. ૨૦૧૭ ભાદરવા સુદિ ૧ના રોજ આ તેજસ્વી બાળકનો જન્મ. ચંદ્રકાન્ત નામ પાડ્યું. શ્રી પૂનમચંદભાઈ અને પુષ્પાબહેનનું આ પ્રથમ સંતાન.
પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા. ચંદ્રકાન્તના સંસારી સગા કાકા થાય, તો પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરિજી મ.સા. પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા.ના પણ
સંસારીપણે કાકા થતા. આ બધા સાંસારિક સુભગ સંગમે ચંદ્રકાન્તને ઉત્તમ સંયોગ ઊભો કરી આપ્યો.
અગિયાર વર્ષની ખેલકૂદની ઉંમરમાં જ ચંદ્રકાન્તને પ્રબળ પુણ્યોદયે સંયમધર્મની પ્રાપ્તિ થઈ. વિ.સં. ૨૦૧૭ની જેઠ વદિ ૧૧ને શુભ દિવસે પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરિજી મ.સા.ના વરદ હસ્તે રાજસ્થાનના ફાલના શહેરમાં ચંદ્રકાન્ત સંયમધર્મનો સ્વીકાર કર્યો. મુનિ ચંદ્રાનનસાગરજી બનીને પૂ. મુનિરાજશ્રી નિત્યોદયસાગરજી મ.ના શિષ્યપદે આરૂઢ થયા. બાળ મુનિનો પ્રારંભિક શાસ્ત્રાભ્યાસ થવા લાગ્યો. ગુરુદેવોની મંગળ આશિષ ભાવપૂર્વક વરસવા લાગી. ૨૦૩૭માં મુંબઈના દાદર (વેસ્ટ)માં મુનિવર'માંથી ગણિવર' બન્યા. પછી સળંગ પાંચ વર્ષ સુધી વર્ષીતપની આરાધના કરી તથા વર્ધમાન તપની ૨૫ ઓળીઓ પૂર્ણ કરી. ધ્યાન–જાપની આરાધનામાં મગ્ન ગણિવરશ્રીએ
જ્યોતિષ અને મંત્રશાસ્ત્રોના વિષયોમાં પણ નોંધપાત્ર જ્ઞાન હાંસલ કર્યું. વિ.સં. ૨૦૩૭માં નમસ્કાર મહામંત્રની આરાધના, ૨૦૩૮માં શ્રી ઉવસગ્ગહર મહામંત્રના સવા લાખ જાપ, વિ.સં. ૨૦૩૯માં ગોરેગામ મધ્યે ચિંતામણિ મહામંત્રની વિધિપૂર્વક આરાધના તેમ જ ગૌતમસ્વામીની આરાધના પણ વિધિસહિત કરેલ. ૨૦૪૦માં પદ્માવતી માતાજીઆરાધના, ૨૦૪૩માં શ્રી માણિભદ્રદાદાની ૨૧ દિવસની અખંડ આરાધના એક ધાનના આયંબિલ પૂર્વક વિધિપૂર્વક સંપન્ન કરી. ૨૦૪૭માં શ્રી પાર્શ્વનાથ પ્રભુના અટ્ટ મટ્ટે મહામંત્રની વિધિયુક્ત આરાધના પૂર્ણ કરી. ૨૦૫૦માં ૩૧ દિવસ સુધી અખંડ મૌન સહિત વિશિષ્ટ જાપસાધના કરી. ૨૦૫૧માં ૩૧ દિવસની જાપપૂર્વક વિધિસહિત આરાધના કરી, ૨૦૫૨માં ૩૧ દિવસ પર્યત અખંડ મૌનપૂર્વક વિશિષ્ટ જાપસાધના કરી. આમ આ સાધુપુરુષનું જીવન સતત જાપ, સાધના, ધ્યાનમાં જ પસાર થયું. આ બધાંની પાછળ પોતાના આત્મકલ્યાણ સાથે જિનશાસનની પ્રભાવના અને ભાવિકોના કલ્યાણની કામના પણ કારણભૂત હતી.
તપ જપ અને સાધનાના ક્ષેત્રે આગળ વધેલા પોતાના પ્રશિષ્યરત્નને દાદાગુરુશ્રી દર્શનસાગરસૂરિજી મ.સા. દ્વારા સં. ૨૦૪૭માં પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા અને સંયમજીવનની આરાધનાને ઉત્તરોત્તર વૃદ્ધિવંત બનાવતા વિ.સં. ૨૦૫૩ના મહા સુદિ-૧૩ને દિવસે પોતાના પરમોપકારી ગુરૂદેવ પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા.ના વરદ હસ્તે આચાર્ય પદથી આભૂષિત થયા અને દર્શન’ ‘નિત્ય' ગુરુવરની પાટ ઉપર બિરાજમાન થયા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org