________________
૩૯૦
જ્યાં જ્યાં તેઓશ્રીની સ્થિરતા હોય ત્યાં જિનભક્તિનો જુવાળ ઊમટતો અને બાલજીવો સારી રીતે ધર્મમાં જોડાતા. તેઓશ્રીના ઉપદેશથી સં. ૧૯૮૯માં શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રન્થમાળાની સ્થાપના થઈ અને તેમાં પૂ. સાગરાનંદજી મહારાજ સંકલિત ‘દીક્ષાનું સુંદર સ્વરૂપ’ નામનું પુસ્તક સૌ પ્રથમ પ્રકાશિત થયું. ત્યાર પછી તો ઘણા ગ્રંથો પ્રગટ થયા અને આજે તો આગમ મૂળ પ્રતો સંશોધન કરાવીને આ સંસ્થાએ પ્રગટ કર્યા છે. પૂજ્યશ્રીને ખેડા મુકામે પૂ. શ્રી હર્ષવિજયજી દાદા તથા પૂ. પં. શ્રી કપૂરવિજયજી ગણિની નિશ્રામાં સં. ૧૯૯૧ના અષાઢ સુદ ૯ ના ગણિપદ અને અષાઢ સુદ ૧૦ના પંન્યાસપદ આપવામાં આવ્યું.
સં. ૧૯૯૨માં ખંભાતમાં જૈનશાળામાં ચોમાસું કર્યું અને જૈનશાળાની રક્ષા કરી શ્રીસંઘને આરાધનામાં દૃઢ બનાવ્યો. તેઓશ્રી શાસ્ત્રોના ઊંડા અભ્યાસી હતા. તેઓશ્રીએ સંસ્કૃતમાં ‘સંક્ષિપ્ત શ્રાદ્ધધર્મ', ‘ચતુર્વિશતિ ચૈત્યવંદનાદિ સ્તુતય:', ‘જયવિજય કથાનક’ વગેરે ગ્રંથો લખ્યા છે. ન્યાયના વિષયમાં તર્કસંગ્રહ ઉપર ‘પ્રભા' નામની ટીકા લખેલી છે, જે અપ્રગટ છે. ઉપરાંત અનેક ગુજરાતી પુસ્તકો લખ્યાં છે. અમૃતબિન્દુ લખ્યાં છે, પૂજાઓ રચી છે. તેઓશ્રીની જૈન દર્શનને સમજાવવાની સરળ ઢબને કારણે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં દૃઢ ધર્મશ્રદ્ધા ઉત્પન્ન કરી છે. સં. ૧૯૯૯માં ફાગણ સુદ ૩ના પૂજ્યાદ આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી દાદાના શુભ હસ્તે પૂ. શ્રી મનહરવિજયજી તથા પૂ. શ્રી કપૂરવિજયજી મહારાજની આચાર્યપદવી સાથે સાથે પૂ. શ્રી અમૃતવિજયજી મહારાજને ઉપાધ્યાયપદ પ્રદાન થયું અને ત્યાર બાદ, ફાગણ સુદ ૧૦ ના દિવસે અમદાવાદ જૈન વિદ્યાશાળામાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. તે વખતે અઢી માસ પર્યંત ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો.
જૈનશાસનના પ્રચાર અને રક્ષા માટે તેઓશ્રીના ઉપદેશથી લાખાબાવળથી શ્રી મહાવીરશાસન' નામનું પત્ર શરૂ થયું હતું, જે આજે પણ જૈનધર્મનો પ્રચાર અને રક્ષાનું કાર્ય કરે છે. ભારતભરમાં તેમ જ પરદેશમાં પણ તેની નકલો સારી સંખ્યામાં જાય છે. તેઓશ્રીએ અનેક પુસ્તકો, કથાઓ, લેખો તથા પ્રશ્નોત્તરો અને અમૃતબિંદુઓ સારા પ્રમાણમાં લખેલ છે. શાસ્ત્રીય રહસ્યોના તેઓ ઊંડા મર્મજ્ઞ હતા અને એક ગ્રંથ અનેકવાર વાંચીને રહસ્યો તારવતા હતા. હાલારમાં રાસંગપુર, ભાણવડ, લાખાબાવળ, પડાણા, જામનગર પ્લોટ વગેરે જિનમંદિરોની પ્રતિષ્ઠા ઉપરાંત રાજકોટના માંડવી ચોકમાં શ્રી સુપાર્શ્વનાથ
Jain Education International
For Private
ચતુર્વિધ સંઘ દેરાસરજી તથા સદરમાં શ્રી મણિયારના દેરાસરની પ્રતિષ્ઠા તેઓશ્રીના વરદ હસ્તે થઈ હતી. તેમ જ બગસરા અને કારિયાણી (બોટાદ) દેરાસરની પ્રતિષ્ઠા પણ તેઓશ્રીના વરદ હસ્તે થઈ હતી. પ્રભાસપાટણના પ્રખ્યાત નૂતન મહામંદિરનું તથા ધનિયાવાડા (ડીસા) દેરાસરનું શીલારોપણ પૂજ્યશ્રીની નિશ્રામાં થયું હતું. લીંબડીના શ્રી સુબાહુ જિનના મહામંદિરનો જીર્ણોદ્વાર પૂજ્યશ્રીના ઉપદેશથી થયો હતો. પૂજ્યશ્રીના હસ્તે દીક્ષાઓ પણ અનેક થઈ હતી.
તેઓશ્રીના શિષ્યાદિ પરિવારમાં પૂ. મુનિશ્રી નેમવિજયજી મહારાજ, પૂ. મુનિશ્રી ચંદનવિજયજી મહારાજ અને પૂ. પં. શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવર કાળધર્મ પામ્યા છે. પૂ. પં. શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવર મહાન તપસ્વી હતા. ઉપવાસ, છટ્ટ, અઠ્ઠમથી વરસીતપ અને વીશસ્થાનક તપ કર્યાં હતાં અને છેલ્લે પાંચ ઉપવાસથી વીશસ્થાનક તપની આરાધના કરી હતી. પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. મુનિશ્રી નંદનવિજયજી આદિ શિષ્યો વિદ્યમાન છે. પ્રશિષ્યોમાં પૂ. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ, પૂ. મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા છે અને શ્રી યોગીન્દ્રવિજયજી મહારાજ તેમ જ શ્રી હેમેન્દ્રવિજયજી મહારાજ વિદ્યમાન છે.
પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ જૈનશાસનના અપ્રમત્ત સાધક, આરાધક, પ્રભાવક અને રક્ષક હતા. પૂજ્યશ્રીનાં અનેક કાર્યો અને ગુણોની ભૂરિ ભૂરિ અનુમોદનાપૂર્વક તેઓશ્રીને કોટિ કોટિ વંદના!
વાગડ વીસા ઓસવાળ જૈનસમાજના ઉદ્ધારક : દિવ્યમૂર્તિ : પૂ. આ.શ્રી દેવેન્દ્રસૂરિજી મ.
૩૬ વર્ષના એ ભાઈનું નામ હતું ગોપાળ. મા મૂળીબહેન અને પિતાજી લીલાધરભાઈ. ગામ લાકડિયા. વિ. સં. ૧૯૪૮, ફા. વ. ૧૨ના જન્મેલો આ પુણ્યાત્મા બચપણથી જ ધાર્મિક વૃત્તિનો હતો. વિ. સં. ૧૯૬૨માં લાકડિયામાં પૂ. દાદાશ્રી જીતવિજયજી મહારાજનું ચાતુર્માસ થતાં એની ધાર્મિક વૃત્તિમાં વેગ આવ્યો.
થોડા સમય બાદ પિતાજી શ્રી લીલાધરભાઈનું અચાનક સ્વર્ગગમન થતાં ગોપાળભાઈનો વૈરાગ્ય અત્યંત વૃદ્ધિ પામ્યો. સંસારની ક્ષણભંગુરતા નજર સામે દેખાવા લાગી.
વિ. સં. ૧૯૭૦ નું પૂ. દાદાશ્રી જીતવિજયજીનું ફતેગઢમાં ચાતુર્માસ થયું ત્યાં થયેલા ઉપધાનમાં ગોપાળભાઈ પણ જોડાયા.
Personal Use Only
www.jainelibrary.org