________________
૩૦૨
*
*
*
*
*
*
*
*
*
*
*
ચતુર્વિધ સંઘ
જન્મ થયો. પુત્રની મુખકાંતિ પ્રમાણે નામ રાખવામાં આવ્યું હેમચંદ્ર. સંસ્કારી માતાપિતાએ પાંચ વર્ષની ઉંમરે હેમચંદ્રને અભ્યાસ માટે નિશાળે મૂક્યા. પુત્રનાં લક્ષણ પારણામાંથી.’--એ ન્યાયે બાળપણથી જ હેમચંદ્રમાં–જ્ઞાનમાં પંડિતાઈ, બુદ્ધિમાં ચતુરાઈ, વાણીમાં ગંભીરતા, હૃદયમાં મૃદુતા જેવા અનેક ગુણો પાણીદાર ઝવેરાતની જેમ ચળકતા હતા. તે સાથે જ તત્ત્વજ્ઞાન પ્રત્યે વિશેષ જિજ્ઞાસા અને ચિંતનશીલ પ્રકૃતિનો પણ વિકાસ થતો જતો હતો. એટલે જ ૧૨ વર્ષની વયે માણેક નામની કન્યા સાથે હેમચંદ્રનું સગપણ થયું ત્યારે સર્વ કુટુંબીજનોના આનંદ વચ્ચે તેઓ તો ઉદાસીન જ રહ્યા હતા. માતાપિતાએ નારાજગીનું કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે, “મને લગ્નગ્રંથિથી જોડશો નહીં. મારે શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે દીક્ષા લેવી છે.” તેમ છતાં, હેમચંદ્રનાં લગ્ન કરી નાખવામાં આવ્યાં. માણેક વિનયી, વિવેકી, આજ્ઞાંકિત હોવા છતાં હેમચંદ્રને સંસારરસથી ભીંજવી શકી નહીં. તેનું મન વધુ ને વધુ વૈરાગ્યવાસિત થતું ચાલ્યું. એક દિવસ મોટાભાઈ મણિલાલ સાથે અમદાવાદ આવ્યા. બંને ભાઈઓએ દીક્ષા લેવાની ભાવના દર્શાવી. ગુરુદેવે માત્ર મણિલાલને દીક્ષા આપી. આથી હેમુ નિરાશ વદને ઘેર પાછા ફર્યા, પરંતુ તેમનો દૃઢ સંકલ્પ કોઈ કાળે ચલિત થાય તેમ ન હતો. એક અંધારી રાતે ભાગીને હેમુ ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે પહોંચ્યા. ત્યાં ગુરુદેવે દીક્ષા આપી, પણ સંસારી વર્ગને જાણ થતાં સગીર વયના હેમચંદ્રને સંસારમાં પાછા લઈ આવવા માટે શ્વસુરપક્ષ સફળ થયો. આખરે પિતાએ પુત્રનો દૃઢ મનોભાવ જાણી લીધો. પિતા તરફથી સંમતિ મળતાં હેમચંદ્રે લીંબડી આવીને ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે, ૧૬-૧૭ વર્ષની ઉંમરે, સં. ૧૯૪૭ના મહા સુદ પાંચમે દીક્ષા લીધી. બંને
સં. ૧૯૯૦ના સંમેલનમાં જેઓની પ્રતિભા એક બહુશ્રુત’
રૂપે જાહેર થઈ અને શાસ્ત્રપાઠોના આધારભૂત એકમેવરૂપે પુત્રો પાછળ પિતાએ પણ દીક્ષા લીધી. પૂ. ગુરુદેવના સાંનિધ્યે
રહ્યા.
સંયમની સાધના સાથે તપ, જ્ઞાનાભ્યાસ, ધ્યાન, ભક્તિ, વિનય, વૈયાવચ્ચ આદિ ઉલ્લાસથી કરવા લાગ્યા અને પં. શ્રી કમલવિજયજી મહારાજ પાસે વડી દીક્ષા પામ્યા.
૧ લાખ શ્લોક પ્રમાણ સંસ્કૃત-પ્રાકૃત નવા ગ્રંથોની રચના કરી.
આગમો પૈકી બાવન વિષયના વિભાજનરૂપ બાવન ગ્રંથોનું નવીનતમ સર્જન કર્યું.
૮૩ ગ્રંથોની વિદ્વદ્ભોગ્ય વિસ્તૃત પ્રસ્તાવના સંસ્કૃતમાં લખી. ૪૫ આગમ-નિર્યુક્તિ તથા પ્રાચીન પુન્યનામધેય મહર્ષિના ગ્રંથોને પાલિતાણામાં શીલોત્કીર્ણ તથા સુરતમાં તામ્રપત્ર પર ઉપસાવી અમરત્વ આપ્યું.
આગમ ગ્રંથો તથા પ્રાચીન ગ્રંથોના પ્રકાશન માટે દેવચંદ લાલભાઈ સંસ્થા, જૈનાનંદ પુસ્તકાલય, આગમોદય સમિતિ, ઋષભદેવ કેશરીમલ પેઢી (રતલામ ) આદિ સાતેક સંસ્થાઓ સ્થાપીને મુદ્રણનું કાર્ય કર્યું. શૈલાના–સેમલિયા–પંચેડ–રાજાઓને પ્રતિબોધ્યા અને અમારિપટ્ટક લીધો. સમેતશિખર-અંતરિક્ષજી-કેશરિયાજી તીર્થરક્ષા જાનના
જોખમે કરી.
અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, સંઘો જેવાં વિભિન્ન અસંખ્ય પ્રભાવક અનુષ્ઠાનો કરાવ્યાં.
એકમાંથી ૭૦૦ જેટલો વિશાલ સમુદાય શાસનને ચરણે ધર્યો.
બાલદીક્ષા પ્રતિબંધ પર-દેવદ્રવ્યચર્ચા તથા તિથિવિષયક અનેક શાસનને બાધક પંથો/વિચારો/પ્રતિબંધો પર વેધક પ્રતિકાર આપ્યો.
* મુંબઈ ગોડીજીમાં ૧૯૭૪/૨૦૦૦ ચાતુર્માસ કર્યું અને શ્રી ગોડીજી મિત્ર મંડળની સ્થાપના કરી. ગોડીજી સંસ્કૃત પાઠશાળાના પ્રેરણાદાતા રહ્યા.
આગમોદ્ધારક પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ એક વંદનીય વિભૂતિ હતા. ગુજરાતના ખેડા જિલ્લામાં, કપડવંજ શહેરમાં, ગાંધી પરિવારમાં, પિતા મગનભાઈના ખાનદાન કુળમાં, માતા યમુનાબહેનની ઉદરવાટિકામાં વીર સંવત ૨૪૦૧, વિ. સં. ૧૯૩૧ના અષાઢી અમાવસ્યા એટલે ‘દિવાસા' ના મંગલ દિવસે એક પનોતા પુત્રનો
Jain Education International
કોઈ ભવિતવ્યતાના યોગે પૂજ્યશ્રીના સાડાદસ માસના દીક્ષાકાળમાં જ ગુરુમહારાજ વેરસાગરજી કાળધર્મ પામ્યા. ગુરુદેવ પાસે રહીને સતત સ્વાધ્યાય કરવાની ઇચ્છા મનમાં રહી ગઈ. અગાઉ ‘સિદ્ધાંતરભિકા વ્યાકરણ' ત્રણ જ માસમાં કંઠસ્થ કરીને પોતાની સ્વાધ્યાયની તીવ્ર રુચિની પ્રતીતિ કરાવી હતી. વળી, કોઈ પણ હિસાબે રોજ ૫૦૦ શ્લોકોનું વાચન કરવું એવો તેઓશ્રીનો અટલ નિર્ધાર હતો. પૂ. ગુરુદેવના વિરહને મનમાં સમાવી ફરી પાછા શાસ્ત્રાભ્યાસમાં લીન બની ગયા. વ્યાકરણ,
For Private & Personal Use Only
www.jainelibrary.org