________________
૨૯૨
तस्मै श्री गुरवे नमः
afીમણિ મુક્તિ કમળ હેર વાટિકા
શ્રી મણિવિજયજી દાદા
ચતુર્વિધ સંઘા શરણું સ્વીકાર્યું હતું. તેમની પાસે વડોદરા અને સુરતમાં રહીને તેમણે ખૂબ અભ્યાસ કર્યો. જ્ઞાન વિશાળ થતું ગયું. તેવામાં તેમનું મન યોગ તરફ દોરાયું અને જીવનભર યોગપ્રાપ્તિ માટે ગમે તેવાં સંકટો સહેવામાં તેમણે મઝા માણી છે. અનેક ચમત્કારો તે દ્વારા તેમને પ્રાપ્ત થયેલા કહેવાય છે. ઓમકારનો જાપ તો પોતે કરોડોવાર કરેલો ને જે મળે તેને તે કરવા ઉપદેશ આપેલો.
આ સં. ૧૯૬૩માં સુરતમાં તેમને ગણિ પદવી અપાઈ અને સં. ૧૯૬૪માં પંન્યાસ પદવીનો ઉત્સવ થયો. આ પછી અચાનક ગુરુદેવનો સ્વર્ગવાસ થતાં, તેમ જ ગુરુદેવની ઇચ્છા મુજબ પાછળનો બધો ભાર તેમને સોંપાતાં કાર્યભાર વધ્યો. રાજયોગ જાણવાની ઇચ્છા અહીં દબાઈ ગઈ. પોતાના સમુદાયનું બંધારણ કરવા તેમણે વઢવાણ કેમ્પમાં સાધુસંમેલન ભર્યું. આ પછી ઘણી દીક્ષાઓ તેમને હસ્તે થઈ. તેમની વિદ્વતા અને યોગીપણાની
ખ્યાતિ બધે પ્રસરી વળી હતી. ધરમપુર સ્ટેટ તથા બીજા રાજાઓ તેમના ભક્તો બન્યા હતા. પારસી, મુસલમાન, ઘાંચી, મોચી તો તેમને પોતાના જ હિતૈષી ગણતા. તેમના પુણોથી આકર્ષાઈ તથા સ્વર્ગસ્થ સૂરિજીની ઇચ્છાને માન આપી સં. ૧૯૮૩ના કારતક વદી ૬ના રોજ તેમને આચાર્ય પદવી ભાવનગરમાં અપાઈ. આ પ્રસંગે ખૂબ મહોત્સવ, માનપત્રો તેમ જ લખાણો થયાં હતાં. આ વખતે તેમની સાહિત્ય લેખન-પ્રવૃત્તિ ચાલુ હતી ને તેમના ગ્રંથો જૈન જૈનેતર સમાજમાં સારો આદર પામ્યા હતા. તેમણે લગભગ ૨૦ ઉપરાંત પુસ્તકો નીતિ, ધર્મ, સ્થાનક ને યોગને અંગે લખ્યાં છે.
વિ. સં. ૧૯૮૫નું વડાલીનું ચાતુર્માસ પૂર્ણ કરી તેઓ તારંગાજી ગયા. અહીં ગુફામાં ધ્યાન અવસ્થામાં બેસતાં શરદીએ ભયંકર હુમલો કર્યો, હૃદયમાં દર્દ પેદા થયું ને આ દર્દ છેવટે પ્રાણ લીધા. ઉપચાર કરવા અમદાવાદ ઊજમફઈની ધર્મશાળામાં તે ચાતુર્માસમાં શ્રાવણ વદી પાંચમે તો સૂરિજીએ તમામ ત્યાગ કરી ઓમકારનો જાપ શરૂ કર્યો અને જીવનની છેલ્લી ક્ષણે પણ ઓમકાર. શોકની અમાવસ્યા છવાઈ ગઈ, છતાં તેમની પવિત્રતાની પૂર્ણિમા તો આજે પણ સદોદિત છે.
પૂ. શ્રી મણિવિજયજી દાદા, પ.પૂ. આચાર્ય વિજય શ્રી કમલા સૂરીશ્વરજી મ. સા., પ.પૂ. આચાર્ય શ્રી વિજયચન્દ્ર સૂરીશ્વરજી મ.સા., પ.પૂ બુધ્ધિવિજયજી મ.સા. (બુટેરાયજી મ. સા.), તપાગચ્છાધિરાજ પ.પૂ. શ્રી મુક્તિવિજયજી (ગણિ.), મૂલચંદજી મ.સા., પ.પૂ. યોગનિષ્ઠ આચાર્ય શ્રી વિજય કેશરસૂરીશ્વરજી મ. સા., પ.પૂ. આચાર્ય શ્રી વિજય પ્રભવચન્દ્ર સૂરીશ્વરજી મ. સા., પ.પૂ. આચાર્ય શ્રી વિજય
હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. તેટલામાં કાળનું ચક્ર આવ્યું અને માતાપિતાનો ત્રણ-ત્રણ દિવસના અંતરે સ્વર્ગવાસ થયો. કેશવજીનું હૃદય સંસારથી ઘવાયું ને વૈરાગ્ય ભાવના પ્રબળ બની.
આ વખતે તેમને વડોદરા ખાતે શ્રી વિજયકમલસૂરીશ્વરજીનો મેળાપ થયો અને સં. ૧૯૫૦ના માગશર સુદ ૧૦ના દિવસે તેમની પાસે જ દીક્ષા લીધી. ગુરુજીએ તેમનું નામ શ્રી કેશરવિજયજી રાખ્યું. શ્રી કેશરવિજયજીએ એક સમર્થ ગુરુનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org