________________
તવારીખની તેજછાયા
૨૮૧
૪૫
૨૦૧૦ ભાવનગર ૨૧
૨૦૧૩ મુંબઈ-પાયધુની માસખમણ
૨૦૦૩ મહુવા મા ખમણ
૨૦૦૪ મહુવા મા ખમણ
૨૦૪૫ ભાવનગર સં. ૨૦૦૨થી દર વર્ષે નવપદજીની બંને ઓળીમાં ૯- આયંબિલ સહિત આરાધના કરે છે.
૨૦૫૧થી રોજ ૧૧ બાધી નવકારવાળીનો જાપ તથા ૧ કલાક ધ્યાન કરે છે. ઘેટીપાગમાં જેમની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે તે ધ્યાની શ્રી મણિવિજયજી દાદાની પ્રેરણાથી શરૂઆતમાં ૧૦ મિનિટથી પ્રારંભ કરીને પછીથી રોજ ૧ કલાક ધ્યાન કરે છે. તપ-જપ તથા ધ્યાનના પ્રભાવે અવારનવાર સ્વપ્નમાં લગભગ ૨૧ ઈચના નીલવર્ણા પાર્શ્વનાથ ભગવંતનાં દર્શન થાય છે. તેમજ સફેદ નાગરાજનાં દર્શન પણ સ્વપ્નમાં તેમજ પ્રત્યક્ષ રૂપે પણ અવારનવાર થાય છે.
હંમેશાં આનંદમાં રહેનારા’ આ યથાર્થનામી મહાત્માએ ઘોઘામાં ૧૫ ચાતુર્માસ કરેલ છે. ૭૭ વર્ષની જૈફ વયે ગુણરત્ન સંવત્સર તપના ભીખ તપસ્વી મુનિવરશ્રી
સોમતિલકવિજયજી મe અમદાવાદમાં જન્મેલ સુશ્રાવક શ્રી હીરાલાલ ડાહ્યાલાલ ગાંધીએ ૬૮ વર્ષની વૃદ્ધ વયે મુંબઈમાં સંયમનો સ્વીકાર કર્યો.
આટલી મોટી ઉંમરે દીક્ષા લેવા છતાં ૯ વર્ષના દીક્ષા પર્યાયમાં તેમણે જે તપ-તપની અદ્દભુત અને અજોડ આરાધના કરી છે તે ખરેખર હેરત પમાડે તેવી છે.
આ રહી તેમણે પોતાના જીવનમાં કરેલ અજોડ તપશ્ચર્યાની યાદી. હાથ જોડીને અહોભાવપૂર્વક વાંચવા વિનંતિ. (૧) અઠ્ઠમના પારણે અઠ્ઠમથી એક વર્ષીતપ. (૨) છઠ્ઠના પારણે છઠ્ઠથી એક વર્ષીતપ. (૩) એકાંતર ઉપવાસ-બેસણાથી બે વર્ષીતપ. (૪) સિદ્ધિ તપ. (૪૩ દિવસમાં ૩૬ ઉપવાસ.) (૫) શ્રેણિતપ. (૧૧૦ દિવસમાં ૮૩ ઉપવાસ.) (૬) સિંહાસન તપ (૩૦ દિવસમાં ૨૫ ઉપવાસ)
(૭) સમવસરણ તપ (૮૦ દિવસમાં ૬૪ ઉપવાસ) (૮) મા ખમણ તપ (સળંગ ૩૦ ઉપવાસ) (૯) જિન કલ્યાણક તપ (૪૭૪ દિવસમાં ૨૬૩ ઉપવાસ) (૧૦) વીશ સ્થાનક તપ (એક ઓળી ૨૦ છઠ્ઠથી બાકી ૧૯
ઓળી છૂટા ૨૦ ઉપવાસથી.) (૧૧) લઘુધર્મચક્રતપ (૮૨ દિવસમાં ૪૩ ઉપવાસ + ૩૯
બેસણા) (૧૨) બૃહત્ ધર્મચક્રતપ (૧૩૨ દિવસમાં ૬૯ ઉપવાસ + ૬૩
બેસણાં) (૧૩) એકાંતરા ૫૦૦ આયંબિલ. (૧૪) વર્ધમાન તપની પ૩ ઓળી. (૧૫) આ ઉપરાંત નવપદજીની ઓળીઓ, ઇન્દ્રિયજય તપ,
કષાયજય તપ, યોગશુદ્ધિ તપ, મૌન એકાદશી તપ, જ્ઞાનપંચમી તપ, પોષદશમી તપ, ૧૪ પૂર્વનું તપ, અક્ષયનિધિ તપ, ૪૫ આગમ તપ, શત્રુંજય તપ, પંચરંગી તપ, યુગપ્રધાન તપ, રત્નપાવડી તપ, ચોવીશ ભગવાનનાં એકાસણા, બે અઠ્ઠાઈ તપ, ૧૧ ઉપવાસ આદિ અનેક તપ કર્યા.
ગૃહસ્થપણામાં પણ ત્રણ ઉપધાન, સિદ્ધગિરિની ૯૯ યાત્રા, ૧૦ જેટલા છ'રી સંઘોમાં જોડાઈને વિવિધ તીર્થોની યાત્રાઓ, ૪ ઠેકાણે જિનબિંબો ભરાવ્યાં, ૬ વર્ષ સુધી દર પૂનમે સિદ્ધગિરિની યાત્રા, સિદ્ધગિરિમાં બે ચાતુર્માસ, બે વાર સ્વદ્રવ્યથી અષ્ટોત્તરીસ્નાત્ર સહ અઠ્ઠાઈ મહોત્સવ વગેરે અનેકવિધ આરાધનાઓ તેમણે કરી હતી.
જાપ તપની સાથે જપ ભળે તો સોનામાં સુગંધ જેવું થાય અને અદ્ભુત ચિત્તશુદ્ધિનો અનુભવ થાય.
મહાતપસ્વી મુનિરાજશ્રીએ પોતાના જીવનમાં નીચે મુજબ જાપ કર્યા હતા. , (૧) નવકાર મહામંત્રના જાપ.... ૧ કરોડ. (૨) “નમો અરિહંતાણં' પદના જાપ.......... ૫૦ લાખ. (૩) “સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ...... ૧ કરોડ. (૪) “ૐ હ્રીં શ્રીં અહં નમ:' .....
૯ લાખ. (૫) “નમો લોએ સવ્વ સાહૂણં'.......
૯ લાખ,
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org