________________
૨૦૮
સતરભેદીપૂજા વિધિગર્ભિત' ૨૨. ‘અગિયાર બોલ સઝાય' ૨૩. “કાઉસગ્નના' ૧૯ દોષ સઝાય’ ૨૪. “વંદનદોષ' ૨૫. ઉપદેશ રહસ્યગીત’ ૨૬. ચોવીસ દંડક ગર્ભિત પાર્શ્વનાથ સ્તવન' ૨૭. સં. ૧૫૯૨માં “આરાધના મોટી’ ૨૮. “આરાધના નાની’ ૨૯. સં. ૧૬૦૦ માં “બંધક ચરિત્ર સઝાય” ૩૦. આદીશ્વર સ્તવન વિજ્ઞપ્તિકા’ ૩૧. “વિધિશતક' ૩૨. વિધિવિચાર' ૩૩. ‘વીકાનેરમાં નિશ્ચય વ્યવહાર સ્તવન' ૩૪. વીતરાગ સ્તવન-ઢાલ' ૩૫. “ગીતાર્થ પદાવબોધ' કુલ ૩૬. રાસ-શ્રતનો પક્ષ મમ મલ્હો ' ૩૭. “ચોત્રીસ અતિશય સ્તવન' ૩૮. “વીસ વિરહમાન જિનસ્તુતિ' ૩૯. “શાંતિજિન' ૪૦. સં. ૧૫૮૬, રાણકપુરમાં “રૂપકમાલા', ૪૧. “સઝાય” જેનો આરંભ “દેવગુરૂ સંઘ કારણ મુનિવર, ચક્રવર્તિ દસચૂરમાંથી થાય છે. ૨૨. ‘એકાદશવચન દ્વાત્રિશિકા.'...આ નાની નાની ટૂંક કૃતિઓ છે. તેના રચનાર પરથી પાયચંદીય ગચ્છ નીકળ્યો છે. મૂળ તે નાગપુરીય તપગચ્છ કહેવરાવે છે. | વિજયદેવસૂરિ:–“શીલરાસ' લખ્યો, જે નેમિનાથ રાસ,” ‘શીલરક્ષા રાસ,” “શીલરક્ષા પ્રકાશક રાસ' પ્રકાશક રાસ' આદિ નામથી પણ ઓળખાય છે, ઉપરાંત “ઉપદેશગીત' લખ્યું.
સમરચંદ્ર:-પાર્જચંદ્ર ગચ્છના સ્થાપક પાર્જચંદ્રજીના શિષ્ય. સિદ્ધપુરપાટણના શ્રીમાલી ભીમાશાહના વાલોદ સ્ત્રીના સંતાન. જન્મ સં. ૧૫૬૦, સ્વર્ગવાસ ખંભાતમાં સં. ૧૬૨૬માં. સમરચંદ્રજીએ “શ્રેણિકરાસ' ઉપરાંત બીજી નાની કૃતિઓ લખી, જેમાં–‘પાર્ધચંદ્રસૂરિ સ્તુતિ ને સઝાયો,' “મહાવીરસ્તવન,” ‘પ્રત્યાખ્યાન ચતુઃ સપ્તતિકા,” “પંચવિંશતિ ક્રિયા સઝાય. આવશ્યક અક્ષર પ્રમાણ' સ. શત્રુજ્યમંડન આદિનાથ સ્તવન, શાંતિજિન સ્તવન,” “ચતુર્વિશતિ જિન નમસ્કાર,' ૯૪ કડી અને ૧૧૫ શ્લોકનું “બ્રહ્મચારી” કાવ્ય, ઉપદેશસાર નિકોશ ૧૧ બોલ સઝાય લખ્યાં.
બ્રહ્મમુનિ:-વિનયદેવસૂરિ, પાર્થચંદ્રસૂરિ ગચ્છાય. જન્મ સં. ૧૫૬૮ માલવામાં આજણોઠ ગામમાં. મૂળનામ બ્રહ્મકંવર, તે અને મોટાભાઈ ધનરાજ દ્વારકાની યાત્રાએ સં. ૧૫૭૬માં ગયા, ત્યાંથી ગિરનાર થયા, અહીં આંયલિક રંગમંડણ ઋષિએ બંનેને દીક્ષા આપી. વિજયદેવે બ્રહ્મઋષિને સૂરિપદ આપી વિનયદેવસૂરિ નામ આપ્યું. તેમના શિષ્ય વિનયકીર્તિસૂરિ હતા. સં. ૧૬૪૬માં મનજીઋષિએ “વિનયદેવસૂરિ રાસ' રચ્યો, તેમાં આ હકીકત આપેલી છે. કૃતિ સં. ૧૨૯૭માં “ચાર પ્રત્યેક બુદ્ધિ ચોપાઈ', સુધર્મગચ્છપરીક્ષા” “સુદર્શનશેઠ ચરિત્ર ચોપાઈ',
ચતુર્વિધ સંઘ અઢાર પાપસ્થાન પરિહાર ભાષા,’ ‘જિન નેમિનાથ' ૪૪ ઢાલનું વીવાહલું,’ ‘ઉત્તરાધ્યનના સર્વ [૩૬] અધ્યયન, સ. “જિન પ્રતિમા સ્થાપન પ્રબંધ,' “સુમતિ,’ ‘નાગિલરાસ,’ ‘અજાપુત્ર રાસ,’ ઉપરાંત બીજી કૃતિઓ “પાર્શ્વનાથ સ્તવન,’ ‘આદીશ્વર સ્ત.' પાર્શ્વનાથગીત,’ ‘બંભણાધીશ પાર્થસ્તવ,’ ‘અંતકાલ આરાધના,’ અહંન્નક સાધુગીત,” “મૃગાપુત્ર ચરિત્ર પ્રબંધ,' “અષ્ટકર્મવિચાર, “ચંદ્રપ્રભ સ્વામિ ધવલ', “સંભવનાથ સ્તવન,’ ૨૪ ‘જિન સ્તવન,’ . “સૈદ્ધાનિક વિચાર,’ ‘ચઉપર્વી વ્યાખ્યા,' તદુપરાંત સ્તવનો, સઝાયો, કુલકો અને પ્રાસંગિક કાવ્યો જ્યારે સંસ્કૃતમાં “જંબુદ્વીપ પત્નતિસૂત્ર” પર ટીકા, પાખીસૂત્રવૃતિ' રચેલ છે.
કવિયણઃ-હીરવિજયસૂરિના વખતમાં સં. ૧૬૫ર પહેલાં થયા જેમણે ૨૩ જિનસ્તવનની “ચોવીશી', “પાંચ પાંડવ સઝાય,’ ‘તેટલીપુત્ર રાસ,’ ‘અમરકુમાર રાસ રચેલ છે.
કલ્યાણ:-[ત. હેમવિમલસૂરિ–સૌભાગ્યહર્ષ સુરિ શિષ્ય.] સં. ૧૫૯૪માં કતકર્મ રાજાધિકાર રાસ” લખ્યો.
ખીમો:-“શત્રુંજય ચેત્ય પ્રવાડી’ પિરિપાટી] લખી. સોળમા સૈકાના સુપ્રસિદ્ધ જૈનકવિ ઋષભદાસે પણ તેમને વખાણ્યાં છે, જેમકે –
“આગિં જે મોટા કવિરાય, તાસ ચરણરજ ઋષભાય; લાવણ્ય લીંબો ખીમો ખરો, સકલ કવિની કરતિ કરો.” લીંબો-પાર્શ્વનાથ નામના “સંવેગરાસ ચંદ્રાઉલા.” વિજયગણિ:-સં. ૧૫૯૨માં “આરાધના રાસ.”
લાવણ્યદેવ -ત. ધનરત્નસૂરિ અને સૌભાગ્યસાગરસૂરિ–ઉદયધર્મ-જયદેવ શિષ્ય. “કર્મવિવરણનો રાસ.”
કુશલહર્ષ:-ત. વિજયદાનસૂરિ–હર્ષસંયમશિષ્ય. નાગપુરમંડન શાંતિજિન સ્તવન.' સ્વર્ગસ્થ થયા ૧૯૨૨માં.
ધર્મસિંહ ગણિઃ-ત. આનંદવિમલસૂરિ શિષ્ય, “દિવાળી રાસ’ અને ‘વિક્રમરાસ.' સ્વ. ૧૫૯૬ દોલતવિજય-ત. સુમતિસાધુ વંશે પદ્મવિજય-જયવિજય–શાંતિવિજય શિષ્ય. ખુમાણરાસ,’ રાજસ્થાની-મારવાડી ભાષાના શબ્દોથી ભરપૂર છે. તેમાં ચિતોડના રાણા ખુમાણ તેના વંશજો વ.નો ચારણશાહી ઇતિહાસ મૂકેલો છે.
વાસણઃ-ત. વિજયદાનસૂરિ શિષ્ય, સં. ૧પ૯૭માં ‘આનંદવિમલ સૂરિ રાસ” લખ્યો છે. માંગરોલ ભંડારની પ્રતમાં તેનું નામ “સાધુગુણરત્નમાલરાસ” લખ્યું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org