________________
૧૦૪
તરીકે પ્રસિદ્ધ થયેલા. તેમણે ‘જીતમર્યાદા’ નામનો ગ્રંથ બનાવેલો. ‘સન્મતિતર્ક' નામના તાર્કિક ગ્રંથના રચિયતા મહાવિદ્વાન શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિને વાદમાં હરાવી પોતાના શિષ્ય બનાવનાર આચાર્ય વૃદ્ધવાદીસૂરિ આ આચાર્યભગવંતના શિષ્ય હતા. કાવ્યત્વશક્તિથી વિક્રમરાજાના પ્રતિબોધક શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિની ‘બત્રીશી’ વગેરે રચનાઓ અત્યંત અદ્ભુત ગણાય છે. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ તો એમને ઉત્કૃષ્ટ કવિ કહ્યા છે. ઉપરોક્ત આચાર્ય પંડિલસૂરિના ગુરુ આર્ય શ્યામાચાર્ય (પ્રથમ કાલિકાચાર્ય) દ્રવ્યાનુયોગના પ્રકાંડ વિદ્વાન હતા. એમણે રચેલું ‘પણવણાસૂત્ર’ દ્રવ્યોના વિષયોમાં જૈનમતમાન્ય વાતો પર સારો પ્રકાશ પાથરે છે. આ સૂત્ર ઉપાંગ તરીકે આગમગ્રંથમાં સ્થાન પામ્યું છે. એમણે કરેલું નિગોદનું વર્ણન તીર્થંકરના વર્ણનને તુલ્ય હતું. તેઓ ચૌદપૂર્વધર હતા.
માથુરી વાચનાના પ્રણેતા સ્કંદિલસૂરિની પરંપરામાં થયેલા દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણ અંતિમ પૂર્વધર મનાય છે. એમણે વીર સંવત ૯૮૦માં વલ્લભીપુરમાં પાંચસો આચાર્યોને ભેગા કરી આગમની પાંચમી વાચના કરી અને ત્યારે ઉપલબ્ધ ૮૪
આગમોને પ્રથમ વખત પ્રતરૂપે લખાવ્યા, જેના પ્રભાવે હાલ ૪૫ આગમ ઉપલબ્ધ થાય છે. એમને ચોથા કાલિકસૂરિએ આગમવાચનામાં સારો સહકાર આપ્યો હતો, જે છેલ્લા પૂર્વના જાણકાર યુગપ્રધાન આચાર્ય થયા. દેવર્દ્રિગણિએ ‘નંદિસૂત્ર' નામનો ગ્રંથ રચ્યો છે, કે જે પણ આગમમાં સ્થાન પામ્યો છે.
શ્રી ચોથા કાલિકાસૂરની પાટે થયેલા આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વીર સંવત ૧૦૨૫માં દીક્ષા લઈ સંવત ૧૦૫૫માં યુગપ્રધાનપદ પામેલા. એમણે ‘શ્રીવિશેષાવશ્યકભાષ્ય'ની રચના કરી છે' જેમાં ‘મંગલવાદ’, ‘નયવાદ' અને ‘નિન્તવવાદ’ અદ્ભુત છે. આ ગ્રંથમાં શ્રદ્ધેય પદાર્થોને પણ તર્કથી સિદ્ધ કરવાનો માર્ગ બતાવ્યો છે. તેઓ મહાવ્યાખ્યાતા હતા. તેમણે ‘જીતકલ્પ’, ‘ધ્યાનશતક’, ‘વિશેષણવતી’, ‘બૃહત્સંગ્રહણી’ વગેરે ગ્રંથો પણ રચ્યા છે. અનેક જૈનાચાર્યોએ આ આચાર્યદેવની અનેક વિશેષણોથી સ્તુતિ કરી છે તેઓ વીર સંવત ૧૧૧૫માં ૧૦૪ વર્ષે સ્વર્ગવાસી થયા. શ્યામાચાર્યના સમયની જ આસપાસના સમયે થયેલા બીજા કાલિકાચાર્યે ઉજ્જૈનીના રાજા ગર્દભીલ્લે બહેન સાધ્વી સરસ્વતીનું અપહરણ કર્યું હતું ત્યારે બીજા રાજાઓની સહાયથી એ રાજાને મરાવી બહેન સાધ્વીને છોડાવેલી. એમ મનાય છે કે આ આચાર્યના ભાણેજ બલમિત્ર રાજા પરથી વિક્રમ સંવત ચાલુ થયો છે. આ આચાર્યે પણ
Jain Education International
For Private
ચતુર્વિધ સંઘ ‘પ્રથમાનુયોગ’, ‘ગંડિકાનુયોગ’ ‘કાલકસંહિતા’ વગેરે અનેક ગ્રંથો બનાવ્યા છે. આ આચાર્ય પણ પૂર્વધર હતા ને વીર સંવત ૪૬૫માં સ્વર્ગવાસી થયા. એમની પરંપરામાં થયેલા આચાર્ય પાદલિપ્તસૂરિએ સૌ પ્રથમ અત્યંત રસાલ શૈલીમાં ‘તરંગવતી તરંગલોલા' નામની જૈન કથા રચેલી. આ આચાર્યના નામથી એમના ગૃહસ્થ શિષ્ય નાગાર્જુને પાદલિપ્ત નગર વસાવેલું જે આજે પાલિતાણા તરીકે પ્રસિદ્ધ છે. આ પાદલિપ્તસૂરિ શીઘ્ર કવિ હતા. ‘નિર્વાણકલિકા'ગ્રંથ પણ એમણે જ રચ્યો છે ઇતિ શમ. વાચક ઉમાસ્વાતિજી
જીવનકાળ : વિક્રમ સંવત ૩૬૦ની આસપાસ, ગામ ઃ ન્યગ્રોધિકા, પિતા : સ્વાતિ, માતા : ઉમા.
માતા પિતાને ઘણા મનોરથો પછી આ પુત્ર પ્રાપ્ત થયો. તેથી બંનેએ પોતાનું નામ જોડી ઉમાસ્વાતિ નામ પાડ્યું હશે. વેદવિદ્યાના પારગામી આ ઉમાસ્વાતિજી જૈન વીતરાગ પ્રતિમા જોઈ જૈનધર્મ તરફ આકર્ષાયા અને વૈરાગ્ય પામી આચાર્ય ઘોષનંદિ પાસે દીક્ષા લીધી. ઉમાસ્વાતિજી મહારાજ પૂર્વધર હતા ને જૈન સંઘમાં વાચકવર તરીકે પ્રસિદ્ધ છે. એમનું સૂત્રાત્મક ‘તત્ત્વાર્થાધિગમસૂત્ર’ સમસ્ત જૈનસિદ્ધાંતોના નિચોડરૂપ મનાયું છે. એમાં જીવ-જડ-જગત-શરીર-માનસ-લોક-ભૂસ્તર વગેરે વિજ્ઞાનોનો અદ્ભુત સમન્વય છે. કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજે એમને સૌથી શ્રેષ્ઠ સંગ્રહકાર માન્યા છે. આ તત્ત્વાર્થસૂત્ર પર એમણે પોતે ભાષ્ય રચ્યું છે ને ઘણા શ્વેતામ્બર-દિગમ્બર વિદ્વાનોએ ટીકાઓ રચી છે.
એમણે પણ ઘણાં ગ્રંથો રચ્યાની વાત જૈનગ્રંથોમાં આવે છે ને જૈનશાસ્ત્રોમાં ઠેર ઠેર એમનાં વચનોની સાક્ષી આપવામાં આવી છે.
એમનું ‘પ્રશમરતિપ્રકરણગ્રંથ’ અને ‘શ્રાવક પ્રજ્ઞપ્તિગ્રંથ' હજી પણ ઉપલબ્ધ છે અને અભ્યાસ માટે અત્યંત ઉપયોગી છે. સમતા-પ્રસન્નતા-વૈરાગ્ય માટે પ્રશમરતિગ્રંથનો અભ્યાસ ખાસ કરવા જેવો છે.
સત્યના ઉપાસક, નિષ્પક્ષ આલોચક, ચૌદ વિદ્યાના પારગામી, શિષ્યસમ્પદાના વિરહત્યાગી, સાહિત્યસર્જન દ્વારા જ્ઞાનસંપદાને પ્રાપ્ત કરનારા, સાહિત્યમાં સર્વોપરી અને શિરમોર
સૂરિપુરંદર હરિભદ્રસૂરિ મહારાજ
ચિત્તોડના રાજા જિતારીના પુરોહિત હરિભદ્ર ભટ્ટ પ્રકાણ્ડ વિદ્વાન બ્રાહ્મણ હતા. વાદિવિજેતા તરીકે પ્રસિદ્ધ હતા. જ્ઞાનમદથી
Personal Use Only
www.jainelibrary.org