SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પરંપરાના ઇતિહાસમાં મળે છે, પરંતુ હાલ આ ટીકા ઉપલબ્ધ હોવાનું જાણમાં નથી. (૩૯) આચાર્ય ઉદયસાગર (૪૦) કીર્તિવલ્લભગણિ, (૪૧) વિનયહંસ પ્રાયઃ અંચલગચ્છીય પરંપરામાં થયેલા આચાર્ય સિદ્ધાંતસાગરસૂરિના કાળમાં સંવત ૧૫૪૬માં આચાર્ય ઉદયસાગરે ‘ઉત્તરાધ્યયનસૂત્ર દીપિકા', સંવત ૧૫૫૨માં કીર્તિવલ્લભે ‘ઉત્તરાધ્યયનસૂત્ર વૃત્તિ' અને સંવત ૧૫૭૨માં વિનયહંસે ‘ઉત્તરાધ્યયન લઘુવૃત્તિ’ તથા ‘દશવૈકાલિક ટીકા'ની રચના કર્યાના ઉલ્લેખો મળે છે. (૪૦) ભટ્ટારકજી—અંચલગચ્છીય પરંપરાના ઉદયસાગરજીના સમયમાં ભટ્ટારકજીએ સંવત ૧૮૦૨ માં કલ્પસૂત્ર પર લઘુવૃત્તિ રચી હોવાનો ઉલ્લેખ મળેલ છે. (૪૧) આચાર્ય યશોદેવસૂરિ—પ્રસિદ્ધ આચાર્ય વીરગણિ મિશ્રના પ્રશિષ્ય એવા આ વિદ્વાન આચાર્યએ સંવત ૧૧૭૪માં ‘ઇર્યાપથિકી-ચૈત્યવંદન-વંદનકચૂર્ણિ' રચી, સંવત ૧૧૮૦માં ‘પક્પિસૂત્ર'ની ‘સુખાવબોધિકા વૃત્તિ' તથા ખામણા અવસૂરિ'ની રચના કરી. (૪૨) આચાર્ય વાદી દેવસૂરિ—સુવિખ્યાતવાદી એવા આચાર્ય દેવસૂરિજી મહારાજ કે જે ‘સ્યાદવાદ રત્નાકર’ અને ‘તિદિનચર્યા’ આદિ અનેક ગ્રંથોના રચયિતા છે. તેઓએ ‘જીવાજીવાભિગમ સૂત્ર’ પર એક લઘુવૃત્તિ રચેલી હોવાનો ઉલ્લેખ પણ મળે છે. (૪૩) મહોપાધ્યાય સમયસુંદરગણિ—ખરતરગચ્છીય મહોપાધ્યાય સકલચંદ્રગણિના શિષ્ય હતા. તેમનો કાળ સત્તરમી સદીનો હતો. તેઓએ સાહિત્યક્ષેત્રે અનેક વિષયોની ચાર્થના કરેલી. આગમ વ્યાખ્યાતારૂપે તેમણે ‘કલ્પસૂત્ર’ અને વિકાલિક સૂત્ર' પર ટીકા રચેલી છે. Es a (૪૪) કનકસુંદર ગણિ—મહોપાધ્યાય વિદ્યારત્ન ગણિના શિષ્ય ઉપાધ્યાય કનકસુંદરગણિ હતા. તેમણે સંવત ૧૬૬૬માં ‘દશવૈકાલિક સૂત્ર'નો ટબ્બો ૭૦૦ શ્લોકપ્રમાણનો બનાવેલો. (૪૫) જયરત્નસૂરિ (૪૬) કનકસુંદર (૪૭) પદ્મસુંદર. વૃદ્ધ તપાગચ્છમાં થયેલા આ ત્રણે શ્રમણોએ અનુક્રમે ‘દશવૈકાલિક', ‘જ્ઞાતાધર્મકથા' અને ‘ભગવતીસૂત્ર'નો ટબ્બો રચેલ હતો. (૪૬) આચાર્ય દેવેન્દ્રસૂરિ—ચૌદમી સદીમાં થયેલા Jain Education International For Private ચતુર્વિધ સંઘ આ આચાર્યએ ઘણા ગ્રન્થોની રચના કરેલી. તેમાં ‘વૃંદારવૃત્તિ’ નામથી ‘શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર' વૃત્તિ એ આગમશાસ્ત્રના એક પેટાગ્રંથરૂપ ગણાય છે. આચાર્ય રત્નશેખર સૂરિજીએ પણ ‘શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર’ની વૃત્તિ રચેલી છે. (૪૭) આચાર્ય ધર્મઘોષસૂરિ—આચાર્ય દેવેન્દ્રસૂરિની પાટે થયેલા આ આચાર્ય ચૌદમી સદીમાં થયા. તેઓ અતિ મહાન અને પ્રભાવક આચાર્યરૂપે ખ્યાતિ ધરાવતા હતા. તેમના નામે અનેક ચમત્કારોની વાતો પણ નોંધાયેલી છે. તેમની સાહિત્યરચના પણ વિપુલ હતી, જેમાં આગમ કે આગમના કોઈક અધ્યયન આધારિત વ્યાખ્યા પૂરતાં જ તેમના સાહિત્યનો ઉલ્લેખ કરીએ તો પણ ‘સંઘચાર ભાવિવરણ' અને ‘શ્રાદ્ધજિતકલ્પ' ને ‘સ્મરણસ્થ' કરવા જ રહ્યાં. (૪૮) આચાર્ય જ્ઞાનસાગરસૂરિ—આચાર્ય દેવસુંદરસૂરિની પાટે આ આચાર્ય પંદરમી સદીમાં થયા. શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો તેમના હસ્તે થયેલાં. આગમના પ્રખર વ્યાખ્યાતારૂપે તેમના સાહિત્યનો ઉલ્લેખ જોતાં-‘પન્નવણાસૂત્ર અવસૂરિ’, ‘ઓહનિજ્જુત્તિ અવસૂરિ', ‘આવશ્યકસૂત્ર હારિભદ્રીયવૃત્તિ અવસૂરિ’, ‘ઉત્તરાધ્યયનસૂત્ર બૃહત્કૃત્તિ અવસૂરિ' પ્રાપ્ત થાય છે. (૪૯) આચાર્ય સાધુરત્નસૂરિ—દેવસુંદર સૂરિના આ શિષ્યએ સંવત ૧૫૪૬ માં ‘તિજિતકલ્પ'ની અવસૂરિ રચેલી, જે પ્રાપ્ય પણ છે. (૫૦) આચાર્ય સોમસુંદરસૂરિ—આચાર્ય જયાનંદસૂરિના શિષ્ય એવા આ આચાર્યને સંવત ૧૪૫૭ માં આચાર્યપદ મળેલ. તેમણે સંઘ તીર્થસ્થાપના, પદવીદાન આદિ અનેક શાસનપ્રભાવક કાર્યો કરેલાં. તેમ જ જગતને વિશાળ સાહિત્ય અર્પણ કરેલું, જેમાં આગમ સંબંધી કે આગમના કોઈ ખંડ સંબંધી જે વ્યાખ્યાન સાહિત્ય સર્જ્યું તે આ પ્રમાણે છે—ચૈત્યવંદનભાષ્ય અવચૂરિ’, ‘કલ્પાન્તર્વાચ્ય', ‘ભાત્રય ચૂર્ણિ’, ‘યતિજિતકલ્પ. રત્નકોશ’, ‘ષડાવશ્યક બાલાવબોધ' ઇત્યાદિ. (૫૧) જિનહર્ષ ગણિ—આચાર્ય જયચંદ્રસૂરિના શિષ્ય અને મહોપાધ્યાય જિનમંડન ગણિના વિદ્યાશિષ્ય એવા આ ગણિને જિનહંસ ગણ નામે પણ ઓળખે છે. તેઓ મહાવિદ્વાન મોટા ગ્રંથકાર અને ગ્રંથસંશોધક હતા. તેમની અનેક સાહિત્યરચનામાં ‘સૂર્યપ્રજ્ઞપ્તિ ટિપ્પણ’, ‘ચંદ્રપ્રજ્ઞપ્તિ ટિપ્પણ’નો પણ સમાવેશ થાય છે. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy