________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર:
૨૧
એ પ્રમાણે કાલ પસાર થાય છે. રામચન્દ્રજી ઘણાં વર્ષો સુધી વનવાસ ગાળી રહ્યા હતા. લોકોને ૨ાઘવ નો પ્રભાવ દેખાડવા માટે ઈન્દ્રના વચનથી ||૧૪||
રત્નડિત ખેચ૨થી યુક્ત દેવ-યુગલે દંડકારણ્યમાં ઘોડા સહિત ૨૭ ઉ૫૨ બિ૨ાજમાન પ્રતિમા રામભદ્રને આપી. |[૧૫]]
સાત મહિના ને નવ દિવસે સીતાએ લાવેલા ફૂલો વડે ર્સાક્ત થી ભરેલા એવા ૨ામ વડે પૂજા કરાઈ. ||૧||
રામના પ્રબલ-કર્મને અને ર્નાહ ઓલંઘી શકાય એવી અવસ્થંભાવી દુ:ખની આર્પાત્ત જાણીએ, દેવતાઓ ફરીથી તે પ્રતિમાને તે જ સ્થાને લઈ ગયા. ||૧||
ઈન્દ્ર પણ ફરીથી પ્રકૃષ્ટ ભક્તિપૂર્વક, દિવ્ય ભોગો વડે તે પ્રતિમાની પૂજા ક૨વા લાગ્યો. એ પ્રમાણે ભક્ત ક૨તાં ૧૧ લાખ વર્ષે સંપૂર્ણ થયા ||૧૮॥
તે કાલે યદુવંશમાં બળદેવ, કૃષ્ણ અને નેમનાથ અવતર્યા. યુવાનપણા ને પ્રાપ્ત થયા. કેશવે રાજ્યને પ્રાપ્ત કર્યું.।।૧લા
કૃષ્ણે જરાસંઘના યુધ્ધમાં પોતાનાં સૈન્યને ઉપસર્ગ આવ્યે છતે વિઘ્નના વિનાશનો ઉપાય નેમિનાથ ભગવાનને પૂછ્યો ||૨00]
તેથી શ્રી નેમિકુમા૨ આદેશ આપે છે કે હે પુરુષોત્તમ ! મા૨ા મોક્ષગમન પછી ૮૩,૭૫૦ વર્ષ પછી પાર્શ્વનાથ અરિહંત થશે. વિવિધ અધિષ્ઠાયક દેવોથી નમાયેલાં ચ૨ણ કમલવાળા, જેનાં તે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના અભિષેકનાં પાણીનાં સિંચન થી લોકમાં ઉપદ્રવ શાંત થાય છે. ||૨૧-૨||
હે સ્વામી ! અત્યારે તે જિનેશ્ર્વ૨ની પ્રતિમા ક્યાંય પણ રહેલી છે ? એ પ્રમાણે કૃષ્ણે પૂછ્યું ત્યારે ઈન્દ્ર વડે પૂજાયેલી તે પ્રતિમાને મિકુમા૨ે બતાવી. ||૨||
અહીં નેમિકુમા૨ અને કૃષ્ણનાં મનોગત ભાવને જાણીને માલિ નામના સારથીથી યુક્ત એક રથને તથા પ્રતિમાને ઈંદ્ર મોકલી. ||૨૪||
કૃષ્ણ ખુશ થયા, પ્રતિમાને ઘટ્ટસા૨ વાળા કેન્સરના પાણી વડે સ્નાન કરાવે છે. અને સુગંધીદાર નિર્મલ ચંદન વડે અને સુંદ૨ ફૂલો વડે પ્રતિમાને પૂજે છે. ૨૫ા
પછડાયી ગયેલાં, દીન બનેલાં સૈન્યને શ્રીપાર્શ્વનાથ સ્વામીના સ્નાત્ર જળથી સીંચે છે. જેથી જોગિઓ ના ચિત્ત જેમ વિલય નાશ પામે તેમ પ્રાણીઓનાં ઉપસર્ગો (સૈન્યના બધાજ) નાશ પામી ગયા છે. [૨૬][
પછી યુધ્ધમાં પ્રાંતવાસુદેવ ઘણાં દુ:ખનાં વન સમાન એવા મ૨ણને પામ્યો અને જાદવ૨ાજાનાં ભડવી૨ સૈન્યમાં જયજય૨ાવ થયો. Iાણ્ણા
નવી પાર્શ્વનાથની પ્રતિમાને સ્થાપન કરીને શંખપુ૨ નગરથી યુક્ત તે જ વિજય સ્થાનમાં મિકુમા૨ ના આદેશથી જિનાલયનું નિર્માણ કરાવ્યું. [૨૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org